कांग्रेस हमेशा से सरदार सरोवर डैम का विरोध करने वालों को हौसला देती रही है। ऐसे हर दल, जिसने कच्छ तक पानी पहुंचाने में रोड़ा अटकाया, उसे कच्छ के लोग कभी भूल नहीं सकते:अंजार में पीएम मोदी
भाजपा सीमावर्ती क्षेत्रों या सीमावर्ती गांवों को देश का आखिरी गांव नहीं बल्कि पहला गांव मानती है: अंजार में मोदी के बाद

 


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
મુઝા કચ્છી ભા-ભાણો તી-આયો... (કચ્છી ભાષામાં)


અંજારકી ધરતીથી કચ્છના સૌ ભાઈઓ, બહેનોને એ, મારા રામ રામ...


ભાઈઓ, બહેનો,


આ કચ્છની ધરતી, કૌશલ્યની ધરતી છે, કર્તવ્યની ધરતી છે. આ સંકલ્પની ધરતી છે. અપરંપાર ઈચ્છાશક્તિની આ ધરતી છે. શક્તિની આ ધરતી છે.


ભાઈઓ, બહેનો,


2001માં જ્યારે કચ્છમાં ભયંકર ભુકંપ આવ્યો, કચ્છ સહિત આખું ગુજરાત,
સાથીઓ, હવે જગ્યા છે જ નહિ, જ્યાં છો, ત્યાં જ અટકી જાઓ. હવે આગળ આવવાની કોશિશ ના કરો. થોડી તકલીફ પડશે. મારો અવાજ પહોંચી જશે. ચિંતા ના કરો. અને આમેય હું દિલ્હીમાં હોઉં તોય મારો અવાજ તો કચ્છ પહોંચે જ છે. અને કચ્છનો અવાજ તો મને કાયમ સંભળાય, ભઈલા.


ભાઈઓ, બહેનો,


જ્યારે ભયંકર ભુકંપ આવ્યો હતો, કચ્છ સહિત, ગુજરાતના અનેક જિલ્લા, અનેક તાલુકા, અનેક ગામ તબાહીનો શિકાર બન્યા હતા. અને એ વખતે, લોકો એમ જ કહેતા હતા કે આ કચ્છ મોતની ચાદર ઓઢીને સૂતું છે. હવે આ કચ્છ બેઠું નહિ થાય. કચ્છમાં ફરી પ્રાણ નહિ પુરાય. પરંતુ ભાઈઓ, બહેનો, આ કચ્છની ખમીરવંતી પ્રજા અને રાજ્ય સરકારની નીતિઓ, એવી જબરજસ્ત જુગલબંદી, એવી જબરજસ્ત જુગલબંદી કે જોતજોતામાં બધી આશંકાઓને ધ્વસ્ત કરી દીધી. કચ્છ બેઠું થયું, એટલું જ નહિ, આજે આખા હિન્દુસ્તાનમાં તેજ ગતિથી દોડનારું મારું કચ્છ બની ગયું.
જ્યારે હું એમ કહું છું કે ભારતના જ્યારે 100 વર્ષ આઝાદીના થશે. આઝાદીના 75 વર્ષ થયા. આપણે આન, બાન, શાન સાથે ઉજવ્યા. હવે 100 વર્ષ થશે. આ 25 વર્ષનો અમૃતકાળ છે. અને હું સપનાં ને સંકલ્પ લઈને જીવું છું કે દેશની આઝાદીના 100 વર્ષ થાય, ત્યારે આ ભારત વિકસિત હોય. આપણું ગુજરાત વિકસિત હોય. આ અમૃતકાળ છે. જે લોકોને રતિભર બી શક હોય, કે આ પ્રધાનમંત્રી કહે છે, કેવી રીતે શક્ય બનશે? જેમને જરા પણ ઈફસ્ એન્ડ બટ્સ હોય એ લોકો માત્ર કચ્છની ગયા 20 વર્ષની વિકાસયાત્રા જોઈ લે. અને તમારે સ્વીકારવું પડે કે હા, અમે વિકસિત ભારત બનાવીને રહીશું. વિકસિત ગુજરાત બનાવીને રહીશું.


અને એટલા માટે ભાઈઓ, બહેનો, આ ચુંટણી 2002, 2007 કે 2012 કે 2017 વાળી નથી. આ ચુંટણી, 2022ની ચુંટણી અત્યંત મહત્વપૂર્ણ ચુંટણી છે. આ ચુંટણીમાં 5 વર્ષનો નિર્ણય નથી કરવાનો. 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. અમારા કચ્છે 2002માં નિર્ણય કર્યો હતો કે આ મોદીની વહારે ચાલવું છે અને મોદીએ નક્કી કર્યું હતું કે આ કચ્છને પહેલા કરતા પણ આન, બાન, શાન સાથે ઉભું કરી દેવું છે, અને કરી દીધું, ભાઈઓ.


ભાઈઓ, બહેનો,


કચ્છમાં જ્યારે આવો ત્યારે, 50 લોકો મળ્યા હોય, તેમાં 49 લોકો નર્મદાની વાત લઈને આવ્યા હોય, પાણીની વાત લઈને આવ્યા હોય, અને કચ્છના લોકોને ભરોસો જ નહોતો કે કોણ એવું આવશે કે જે નર્મદાનું પાણી પહોંચાડશે? ભરોસો નહોતો, કારણ? બધા પંડિતો લખતા હતા, વિરોધીઓ લખતા હતા, કે આ બધા ગપગોળા છે, નર્મદાનું પાણી કચ્છ કોઈ દહાડો પહોંચે જ નહિ. વૈજ્ઞાનિક તારણો આપતા હતા. કોર્ટ-કચેરી પણ પ્રશ્નો પુછતી હતી. છાપાવાળા પણ એવું લખતા હતા કે દુનિયામાંથી આપણને એક કાણી પાઈ, કામ માટે, વ્યાજે પૈસા ન મળે. એટલા બધા વિપરીત વાતાવરણમાં કચ્છની સેવા કરવાનો નિર્ધાર હતો. આજે મા નર્મદા કચ્છની અંદર એનો અભિષેક થઈ ગયો છે, ભાઈઓ, આખા કચ્છમાં.


ભાઈઓ, બહેનો,


જે લોકો મેકણ દાદાની જગ્યાએ ગયા હશે, ત્યાં મેકણ દાદાએ લખેલું છે, 400 વર્ષ પહેલાં. 400 વર્ષ પહેલા લખેલું છે કે કચ્છની ધરતીમાં સિંધુ, નર્મદા અને સરસ્વતી, એનો સંગમ થશે. સિંધુ નદીનું પાણી જ્યારે ઓવરફ્લો થાય છે તો આપણા ખાવડા બાજુ આવે છે પાણી, આ બાજુ નર્મદાનું પાણી આવે છે, ને મા સરસ્વતી તો અંતર્ભૂત છે જ છે. મેકણ દાદાની વાત આજે સાચી પાડી દીધી છે, વહાલા. પણ ભાઈઓ, બહેનો, પાણી તો આવ્યું. અને પાણી પીઓ એટલે આંખોય જરા તેજ થઈ જાય. અને શુદ્ધ પાણી પીઓ ને, એટલે બધી રીતે તાકાત આવે. અને હવે કચ્છને નવી તાકાત મળી છે. કચ્છ મારું પાણીદાર બની ગયું છે.


અને કચ્છ જ્યારે પાણીદાર બન્યું છે ત્યારે જરાક કોંગ્રેસને ઝીણવટપૂર્વક જોવાની જરુર છે. છે કે નહિ? છે કે નહિ? આ કોંગ્રેસ એટલે કોણ ભાઈ? આ કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન. આ શબ્દો હું તીખા એટલા માટે વાપરું છું, કારણ કે કચ્છને પાણી, એ એની સૌથી પહેલી પ્રાથમિકતા હતી. અને કચ્છમાં પાણી ન પહોંચે, એના માટે જે લોકો ખેલ કરતા હતા, એમની જોડે એમની જુગલબંદી હતી. એમની જોડે દોસ્તી હતી. અને એના કારણે કચ્છને પાણી ન પહોંચે એના ષડયંત્રો થતા હતા. સરદાર સરોવર ડેમની ઊંચાઈ ન વધે, એના માટે ષડયંત્રો થતા હતા. રોડા અટકાવવાનું કામ થતું હતું. આ તમારો દીકરો જ્યારે ગાંધીનગર બેઠો ને, એણે નક્કી કર્યું, એણે નક્કી કર્યું કે આ લડાઈ હું લડીશ. અને ઉપવાસ પર બેઠા. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારી.


અને ભાઈઓ, આ નહેરો પહોંચી કે ના પહોંચી? (ઑડિયન્સમાંથી હા...)
પાણી આવ્યું કે ના આવ્યું? (ઑડિયન્સમાંથી હા...)
હજુ કામ આગળ વધી રહ્યું છે કે નથી વધી રહ્યું? (ઑડિયન્સમાંથી હા...)


ભાઈઓ, બહેનો,


વાતોના વડા કરવાવાળા અમે લોકો નથી. અમે એક વાત કરીએ ને, તો કચ્છની ધરતીના રોટલા ખાધા છે, ભાઈઓ. ક્યારેય વાતમાંથી વિખુટા ન પડીએ. અમે વાતમાંથી વિમુખ ન થઈએ. કચ્છ બ્રાન્ચ કેનાલ, જીવન બદલી રહી છે, ભાઈઓ. આજે કચ્છ અનેક કૃષિ ઉત્પાદનો એક્સપોર્ટ કરી રહ્યું છે. અનાજ, ખજુર, કમલમ, કચ્છ કા કેસર ને આમ, દિલ્હીમાં, કચ્છની કેસર કેરી, દિલ્હીવાળાએ જોઈ ને તો બધા મને પ્રશ્નો પુછતા હતા કે સાહેબ, આ? હા, મેં કહ્યું કે કચ્છના રણમાં... આજે મારા કચ્છની પેદાવર, ખેતપેદાવર, દુનિયાના બજારની અંદર પોતાનો ડંકો વગાડી રહી છે.


ભાઈઓ, બહેનો,


આપણા આખા દેશમાં સીમાન્ત ખેડૂતો છે. 85 ટકા ખેડૂતો એવા છે કે જેમની પાસે વીઘુ, બે વીઘુ જમીન છે. કચ્છમાંય જમીન ઘણી હોય પણ ખબર હોય કે આંટો મારવા જઈએ, તોય કશું કામનું નહિ, એવી દશા હતી. મોટું અનાજ પાકે, જવાર, બાજરા, રાગી, આવું બધું. જાડું અનાજ જેને કહીએ આપણે. અંગ્રેજીવાળા એને મિલેટ કહે.


ભાઈઓ, બહેનો, આપણે એક નક્કી કર્યું, મેં યુનાઈટેડ નેશનને વિનંતી કરી કે આપણે 2023ને મિલેટ-ઈયર મનાવીએ. કારણ કે પોષણ માટે આ જાડું અનાજ બહુ કામમાં આવે. બધાના વિકાસ માટે આ જાડું અનાજ બહુ કામમાં આવે. દીકરીઓના વિકાસ માટે કામ આવે. જુવાનીયાઓના વિકાસ માટે કામ આવે. શારીરિક ક્ષમતા માટે કામ આવે, અને એટલા માટે આપણે જાડું અનાજ દુનિયામાં પ્રચારીત કરવું જોઈએ.


યુનાઈટેડ નેશને મારી વાત માની લીધી. અને 2023 આખી દુનિયા આ મોટા અનાજનું વર્ષ મનાવવાની છે. જાડા અનાજનું વર્ષ મનાવવાની છે. આપણા બાજરા, જુવાર, આપણું રાગી આખી દુનિયામાં ડંકો વાગવાનો છે, ભાઈઓ. એના કારણે આ અમારા દેશના નાના નાના ખેડૂતોને આખી દુનિયામાં જગ્યા મળવાની છે.


ભાઈઓ, બહેનો,


ઘણી વાર હું લોકોને આ રેગિસ્તાનની વાત કરું ને એની જોડે બન્નીના ઘાસની ચર્ચા કરું ને તો એમને આશ્ચર્ય થાય કે આવડું મોટું રણ અને આ... અરે, મેં કહ્યું, અમારી બન્નીની ભેંસ જુઓ. બે મારુતિ... એક બન્નીની ભેંસ આવે. બે મારુતિ લેવી હોય ને એટલા પૈસામાં એક બન્નીની ભેંસ આવે.


ભાઈઓ, બહેનો,


પશુપાલનની બાબતમાં અમારું કચ્છ જાણીતું, પરંતુ એને કાયમ માટે સાહેબ... તમે જુઓ, રોડ ઉપર તો આમ, ધણનાં ધણ જતાં હોય. પાણી નહિ. આજે તમને ગુજરાતના હાઈવે પર પશુઓના ધણ જોવા નથી મળતા. કચ્છના પશુપાલકે પોતાના પશુઓ લઈને 200 – 200, 300 – 300 કિલોમીટર ચાલવું નથી પડતું, ભાઈઓ, કારણ કે આપણે પાણી પહોંચાડ્યું. અને એ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા કરી. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકને મળે. ઓછા પૈસે બેન્કમાંથી એને વ્યાજે પૈસા મળે અને સમયસર પૈસા ભરે તો લગભગ વ્યાજ ઝીરો જેવું થઈ જાય. એના કારણે મારા પશુપાલકને તાકાત મળી.


સરકારે ફૂટ ટુ માઉથ ડીસીઝ માટે – ખરપકવા – આ રોગચાળા માટે ટીકાકરણ માટે 14,000 કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે. અને આજે પશુઓનું મફત ટીકાકરણ ચાલે છે. જેમ મનુષ્યના આધારકાર્ડ કાઢ્યા છે. એમ પશુઓને સેપરેટ આઈડેન્ટીટી નંબર આપવાનું કામ ચાલી રહ્યું છે. એક એક પશુની માવજતનું કામ ચાલી રહ્યું છે. એનો મોટો લાભ આ મારા કચ્છના પશુપાલકને મળવાનો છે, અને એના કારણે ડેરી ઉદ્યોગ, અમારી સરહદ ડેરી, સરહદ પાર અમારા સામર્થ્યનો પરિચય કરાવે એટલી તાકાત સાથે ઉભી થઈ રહી છે, ભાઈઓ.


અને એના માટે જીવનમાં એક મોટો બદલાવ, એના ગામડાના જીવનમાં, અને આની સાથે આપણી બહેનોનું જીવન આસાન થાય. અને જ્યારે હું, કામ કર્યું આપની વચ્ચે, ત્યારે, મારે તો મારા કચ્છની બહેનોનો આભાર માનવો છે. જ્યારે મેં પાણી સમિતિઓ બનાવી અને કચ્છની બહેનોએ મારી પાણી સમિતિઓનું કામ માથે લીધું. જે પાણીનું કામ મુશ્કેલ લાગતું હતું, એને મારી કચ્છની બહેનોએ સરસ રીતે ઉપાય કાઢ્યા, અને આજે આખા હિન્દુસ્તાનમાં મોડલ બની ગયું છે. આ પાણી સમિતિ જે આપણે બહેનોની બનાવી હતી, કચ્છથી શરૂઆત કરી હતી, એ આજે આખા હિન્દુસ્તાનનું મોડલ બની ગયું છે. આ મારી બહેનોની તાકાત.


આજે પ્રધાનમંત્રી આવાસ યોજના. પાકા ઘર મળે. ઝુંપડામાં રહેનાર માણસને પાકું ઘર મળે, અને ઘર એટલે? કોંગ્રેસના જમાનામાં પેલી ચાર દીવાલો ઉભી કરતા હતા, એવું નહિ. ઘરમાં સંડાસ-બાથરૂમ હોય, વીજળીની વ્યવસ્થા હોય, ગેસનું કનેક્શન હોય, નળ હોય, નળમાં પાણી આવતું હોય, આમ આજે દેશમાં લગભગ 3 કરોડ ઘર આપણે બનાવી દીધા. 70 વર્ષમાં આટલા ટૂંકા સમયમાં આટલા ઘર નથી બન્યા, ભાઈઓ. અને ગરીબ પરિવારને ઘર મળ્યું, પાકી છત મળી.


અને આપણે જેમ ભુકંપ વખતે એક નિર્ણય કર્યો હતો કે ભુકંપમાં જેટલા ઘર ખતમ થઈ ગયા હતા એ ઘર બનાવીશું પરંતુ એની ઉપર માતાઓ, બહેનોના નામે ઘર બનાવીશું. અને આપણે... નહિ તો આપણા સમાજમાં રિવાજ કેવો? ઘર હોય, તો પુરુષના નામ પર, ગાડી હોય, પુરુષના નામ પર, ખેતર હોય, પુરુષના નામ પર, દુકાન હોય, પુરુષના નામ પર. પતિના નામે હોય, પતિ ગુજરી જાય તો દીકરાના નામે થાય. બહેનોના નામે કંઈ હોય જ નહિ. આ ચીલો આપણે બદલી નાખ્યો. અને મકાન બહેનોના નામે કરવાનું નક્કી કર્યું.


આજે બહેનોનું સશક્તિકરણ કરવાનું કામ કર્યું, ભાઈઓ. અને એના દ્વારા આ મારી માતૃશક્તિ, આ કોરોનાકાળમાં આટલા બધા સંકટ વચ્ચે જીવવાનું કોને તકલીફ પડે? પાણી ના હોય તો મુસીબત કોને? ઘરમાં માને. ભોજન ના હોય તો ઘરમાં મુસીબત કોને? માને. મહેમાન આવે ને કંઈ આપી ન શકાય એમ હોય તો મુસીબત કોને? માને. આ બધી ચિંતા દૂર કરવાનું કામ, અને મારી માતાઓ, બહેનોના સશક્તિકરણનું કામ કર્યું.


ભાઈઓ, બહેનો,


આ કચ્છનો વિકાસ. કોઈએ કલ્પના કરી હતી કે કચ્છમાં આટલું બધું પર્યટન વિકસે, ભાઈઓ? કેટલી બધી સંભાવનાઓ પડી છે, અને હું તો કહું છું, આખું રાજસ્થાન જોવા માટે જેટલા દહાડા જોઈએ ને, એના કરતા વધારે દહાડા કચ્છ જોવા માટે જોઈએ. એટલું બધું કચ્છમાં છે. અમારો માતાનો મઢ, અમારા કુળદેવી આશાપુરા મા, આ અમારું કચ્છનું નારાયણ સરોવર, અમારું કોટેશ્વર, અમારો લખપતનો ફોર્ટ, આ લખપતનો ગુરુદ્વારા, આ કચ્છમાં પિંગલેશ્વર બીચ, આ માંડવી બીચ, આ વીર અબજામડાની વાત, કચ્છમાં ક્રાન્તિતીર્થ, અમારા શ્યામજી કૃષ્ણ વર્માનું, આ અમારો માંડવીનો વિજય વિલાસ પેલેસ, આ અમારા કચ્છમાં ધીણોધર ડુંગર અને અમારો કાલા ડુંગર, આ ભુજમાં, ભુજમાં નવું બનાવેલું સ્મૃતિવન, આ અમારો આયના મહેલ, આ અમારું હમીરસર તળાવ, આ અમારું ધોરડોનું સફેદ રણ, આ અમારી એની સફારી, આ અમારી કચ્છમાં જેસલ તોરલની સમાધિ, આ અમારા અંજારની અંદર, અંજારની અંદર, બાલસ્મારકોનું, અને અમારું ભુજીયા ડુંગર પર સ્મૃતિવન...


ભાઈઓ, બહેનો,


અને એ બધાને ચાર ચાંદ લગાવે એવું અમારું વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા. શું નથી મારા કચ્છ પાસે, ભાઈ... આ ટુરિઝમના માટે આખા દેશ ને દુનિયાને મારે અહીં ખેંચી લાવવી છે, ભાઈઓ. કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા. અને કચ્છમાં વધુને વધુ ટુરિસ્ટ આવે, એના માટે લગાતાર આપણે કામ કરી રહ્યા છીએ.


કનેક્ટિવિટી માટે કામ કરી રહ્યા છીએ. મનોરંજનના સાધનો, રિક્રિએશન માટેના સાધનો, એની ચિંતા કરી રહ્યા છીએ. સડકો મોટી બનાવી રહ્યા છીએ. મને યાદ છે, જ્યારે ભુકંપ પછી સડકો બનાવવાની વાત ચાલતી હતી. વર્લ્ડ બેન્ક જોડે વાત ચાલતી હતી, આપણી. મોટી સડક બનાવો. મેં કહ્યું, ભઈ, આપણે સડક મોટી જ બનાવવી છે, તો મને બધા કહે, સાહેબ, કચ્છમાં એવી સ્થિતિ નથી. લોકો હિજરત કરી જાય છે, દર વર્ષે. આવડા મોટા મોટા રસ્તા બનાવીને શું કરશો? આટલા બધા રૂપિયા... મેં કહ્યું... મને દેખાય છે. આ રસ્તા કચ્છમાં પહોંચે છે, એવું નહિ. આ રસ્તે આખું હિન્દુસ્તાન કચ્છ જેવું બનવા માટેની નેમ લઈને ચાલશે, એવા અમારે રસ્તા... અને તમે જોયું, આવડા મોટા મોટા રોડ. શરૂઆતમાં લોકો મજાક ઉડાવતા હતા, આજે એ રોડ પણ નાના પડે ને, એવડો મોટો કચ્છનો વિકાસ કરી નાખ્યો છે, બહેનો, ભાઈઓ. આજે કચ્છની અંદર ધોરડામાં મારું ટેન્ટ સિટી. કનેક્ટિવિટી હોય તો કેટલા બધા લોકો આવે. ગુજરાતની ટુરિઝમ, આના કારણે પ્રોપર્ટી વિકસિત. આ કામ આપણે કર્યું. પ્રાઈવેટ સેક્ટર દ્વારા ભુંગા, ટેન્ટ, આની વ્યવસ્થા અમારા ધોરડોમાં થઈ. 500થી વધારે હોમ-સ્ટેના કામ, આજે કચ્છની અંદર થયા છે, ભાઈઓ. આ ઈલાકામાં 2-જીના એના ફાંફા પડતા હતા, 4-જીના ફાંફા પડતા હતા, હવે તો 5-જી તમારે દરવાજે ડંકો વગાડી રહ્યું છે, ભાઈઓ.


ભાઈઓ, બહેનો,


કચ્છની અંદર ટુરિઝમની કેટલી બધી આવ-જા વધી છે. અને ટુરિસ્ટ આવે એટલે બધાની આવક વધે. રણોત્સવમાં, 3 મહિના રણોત્સવ ચાલે, 3 મહિના. 3 મહિનામાં 5 લાખ ટુરિસ્ટ આવે છે, ભાઈઓ. અને કચ્છની અંદર બધી બનાવટો આ 3 મહિનામાં વેચાઈ જાય છે. આ અમારું સ્મૃતિવન, અને આ સ્મૃતિવન એટલે એક પ્રકારે માનવની સામર્થ્યનો સૌથી મોટો ઈતિહાસ લખાણો છે, ત્યાં આગળ. આટલા લોકો મૃત્યુ પામ્યા, પરંતુ એમાંથી ફરી કેવી રીતે બેઠા થયા છે, એની આખી ઝીણવટભરી કથા, આ કચ્છના સ્મૃતિવનમાં છે. અને મારે ભુજના લોકોને કહેવું છે, કચ્છના લોકોને કહેવું છે, આ સ્મૃતિવન એટલે આ ભુજીયો ડુંગર એક જમાનામાં સૂકોભઠ્ઠ હતો. મનુષ્યના પ્રયત્નથી, સરકારના વિઝનથી ભુજને, કચ્છને એક નવું ફેફસુ મળ્યું છે. આ ભુજીયો ડુંગર એ નવા ફેફેસા તરીકે શુદ્ધ હવા આપવાનું કામ કરશે. એટલું મોટું જંગલ ત્યાં વિકસાવી રહ્યા છીએ, આપણે.


ભાઈઓ, બહેનો,


જે ભુકંપે જીવન લઈ લીધું, એ સ્મૃતિવન જીવનદાયિની બને એવડું મોટું જંગલ ત્યાં ઉભું થઈ રહ્યું છે, ભાઈઓ. અહીંયા પર્યટકોની સંખ્યા... સ્મૃતિવન, હજુ તો હમણા હું આવ્યો હતો, ઉદઘાટન કરવા. અત્યાર સુધીમાં એક લાખ લોકો ત્યાં જઈ આવ્યા છે, ભાઈઓ. અંજારની અંદર જે લોકો આવે, અમારા વીર બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે. દેશભરના લોકોના હૃદયમાં પ્રેમ જાગે છે, ભાઈઓ. કચ્છની અંદર ટુરિસ્ટોનો લાભ અહીંની જનતાને મળી રહ્યો છે. અહીંના હસ્તશિલ્પીઓને મળી રહ્યો છે. અહીંના વણકરોને મળી રહ્યો છે. અહીંના કલાકારોને મળી રહ્યો છે. અહીંના દુકાનદારોને મળી રહ્યો છે, અને એના કારણે આવકના નવા નવા સાધનો ઉભા થઈ રહ્યા છે. નહિ તો પહેલા, ભાઈઓ, અહીંયા બનતું ને મુંબઈવાળા આવે, અને રૂપિયાનો માલ દસ પૈસામાં લઈ જાય અને ત્યાં જઈને બે રૂપિયામાં વેચી દેતા હતા. હવે તો તમારો માલ સીધો વેચાવા માંડ્યો છે. અને તમારી આવક વધવા માંડી છે.


ભાઈઓ, બહેનો,


આપણે હમણા બજેટમાં... હું તમારી પાસે કચ્છમાં જે શીખીને ગયો ને એના આધારે ગયા વખતે બજેટમાં એક વાત લાવ્યો છું. બોર્ડર વિલેજ માટે વાઈબ્રન્ટ વિલેજનું એક અભિયાન લઈ આવ્યો છું. ભારત સરકાર પૈસા ખર્ચવાની છે. સરહદી વિસ્તારમાં જે ગામડાં હોય એનો વિકાસ કરવા માટે. અને એના માટે યોજના બનાવી ત્યારે મારા ઓફિસરોની મીટીંગ હતી. મેં કહ્યું સરહદી વિસ્તારનું ગામડું કેવી રીતે વિકસાવાય, એ તમારે જોવું હોય તો ગુજરાત જાઓ. કચ્છના અમારા ધોરડામાં જોઈ આવો, કેવી રીતે વિકાસ થાય છે, અને બનાસકાંઠા, પાટણ જિલ્લાની અંદર મારી નડેશ્વરી માના નડાબેટ પર જઈ આવો, નડાબેટ ગામમાં જઈ આવો, અને તમને ખબર કે સીમાવર્તી વિસ્તારમાં કેવી રીતે વાઈબ્રન્ટ બનતું હોય છે. અને વાઈબ્રન્ટ વિલેજ વધુમાં વધુ બને, આખા હિન્દુસ્તાનના સરહદના ગામો પર, વાઈબ્રન્ટ ગામ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અને મેં તો કહ્યું છે, કે આ છેલ્લું ગામ છે જ નહિ. આ છેલ્લું ગામ છે જ નહિ, આ પહેલું ગામ છે. હિન્દુસ્તાનનું પહેલું ગામ. એ છે ને અંદરની તરફ જઈએ ત્યારે છેલ્લું ગામ આવે.


ભાઈઓ, બહેનો,
હમણા હું ઉત્તરાખંડ ગયો હતો, બદ્રીનાથ, કેદારનાથ. ત્યાં બાજુમાં ચીનની સીમા પર છેલ્લું ગામ છે, માણા. જેમ અહીંયા ધોરડો છે ને એમ માણા ગામ છે. ત્યાં હું ગયો હતો. ત્યાં મેં કહ્યું કે વાઈબ્રન્ટ વિલેજ બનાવવું છે, આપણે. અને એ લોકોને મેં અહીં મોકલ્યા હતા, કચ્છનું રણ જોવા માટે અને આપણું નડાબેટ જોવા માટે. એમાંથી એ લોકો શીખીને ગયા છે. હવે માણાનું ડેવલપમેન્ટ કરવાના છે. આ ગુજરાતની તાકાત છે, ભાઈઓ.


કોંગ્રેસની પાર્ટીને આની કોઈ સમજ... આ બધું મારા આવ્યા પછી નથી બન્યું. આ બધું હતું જ, ભઈ. આ સફેદ રણ મેં આવીને બનાવ્યું છે? આ ધોળા વીરા મારા કારણે બન્યું છે? બધું હતું જ. પણ એમને નહોતું દેખાતું અને મને દેખાતું હતું. ફરક આટલો જ છે. એમને આ તાકાત નહોતી દેખાતી, એમને આ કચ્છ બોજ લાગતું હતું. મને કચ્છની અંદર તાકાત દેખાય છે. મને કચ્છના લોકોમાં તાકાત દેખાય છે, ભાઈઓ. અને એના કારણે હું વિચાર કરતો હોઉં છું.


ભાઈઓ, બહેનો,
આ દેશના મહાપુરુષો, એમને એમ થાય છે કે એમના દેશના કોઈ મહાપુરુષનું નામ ક્યાંય મોટું થશે તો પછી એમને કોણ પુછશે? એની ચિંતામાં પડેલા છે, બોલો. શ્યામજી કૃષ્ણ વર્માનું કેટલું મોટું યોગદાન. અમારા માંડવીનું સંતાન. એણે વિશ્વમાં આ દેશનો ડંકો વગાડ્યો હતો. અને જીવ્યા ત્યાં સુધી આઝાદી માટે ઝુઝતા રહ્યા અને મારું એ ગૌરવ છે કે એમના અસ્થિ હું જઈને લઈ આવ્યો. અને ઈન્ડિયા હાઉસ બનાવ્યું, મેં માંડવીમાં. આજે ત્યાં પણ લાખો, લગભગ 24 લાખ લોકો, ખાલી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક જોવા ગયા છે, ભાઈઓ. ઘેર ઘેર વાત પહોંચી છે કે આવા એક મહાપુરુષ હતા.
આજે એક વૈશ્વિક ધરોહર તરીકે વિકસિત થઈ રહ્યું છે, ભાઈઓ. અમારું ધોળા વીરા, આજે દુનિયાની અંદર હેરિટેજ તરીકે સ્થાન પામ્યું છે. અને આજે ધોળા વીરાના વિકાસ માટે હું પુરી શક્તિથી લાગ્યો છું, ભાઈઓ. જે અહીંના રોજગારની ચિંતા કરવાનું છે, ભાઈઓ. કનેક્ટિવિટીના બધા પ્રશ્નો ઉકેલીને, વધુમાં વધુ સુવિધા મળે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. ધોળા વીરા પર્યટનનું, સમગ્ર દુનિયા માટે પર્યટનનું કેન્દ્ર બને એ દિશામાં કામ કરી રહ્યા છીએ.


ભાઈઓ, બહેનો,
કોઈએ કલ્પના નહિ કરી હોય કે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ થઈ જાય. અહીંયા કચ્છના કેટલાક વિસ્તારો તો એવા છે ને, મુંબઈમાં જે ચોરસ ફુટે ભાવ હોય ને જમીનનો, એના કરતા વધારે કચ્છના કેટલાક વિસ્તારમાં થઈ ગયો છે, ભાઈઓ... પ્રગતિ કેમ થાય, એની તાકાત બતાવી છે. સારી સડકો, હાઈવે, એરપોર્ટ, આજે કચ્છમાં પાંચ પાંચ એરપોર્ટ છે, ભઈલા. પોર્ટ-લેડ ડેવલપમેન્ટ, એની ચિંતા આપણે કરીએ છીએ. અને ગુજરાત પ્રગતિના રસ્તા પર જઈ રહ્યું છે.


અને તમને હું કેટલાક આંકડા કહું ને, તમને આશ્ચર્ય થશે, ભાઈ. આપણું આ કંડલા, 25 વર્ષ પહેલાં ત્યાં 7 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થતું હતું, 7 કરોડ રૂપિયા. આંકડો યાદ રહેશે, કચ્છના ભાઈઓ? 20 – 25 વર્ષ પહેલા 7 કરોડ રૂપિયા. પાંચ અને બે સાત... આજે ત્યાંથી 9,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે.


હવે તમને મોદી ગમે કે ના ગમે, કહો? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)


તમને ફાયદો થાય કે ના થાય? (ઑડિયન્સમાંથી હા...)
ભાજપની સરકાર વારંવાર બનવી જોઈએ કે ના બનવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
આટલું બધું કામ થાય, બધાને ફાયદો થાય, કોણ ના પાડે, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
આ મુન્દ્રા, દેશના કાર્ગો હેન્ડલિંગમાં આજે નંબર વન પર પહોંચી ગયું છે. આ મારા કચ્છની રોનક વધારે છે. પોર્ટ-લેડ ડેવલપમેન્ટના કારણે અમારા હજારો સાથીઓને રોજગાર મળે છે, ભાઈઓ...
અને જેમ સમુદ્રતટ, ઉદ્યોગો, માછીમાર, બધા માટે વિકસી રહ્યું છે, એમ હવે કચ્છમાં એક નવી તાકાત ઉભી થઈ છે. અને એ છે, રિન્યુએબલ એનર્જી. જે રણ મુસીબતમાં દેખાતું હતું એ રણ આજે હિન્દુસ્તાનનું તોરણ બની ગયું છે, ભાઈઓ. આ રણને તોરણ બનાવવાનું સપનું, 2002માં બોલ્યો હતો હું. અને આજે કરી બતાવ્યું છે. આજે રિન્યુએબલ એનર્જી, એના માટે કચ્છ દુનિયાનું શ્રદ્ધા કેન્દ્ર બનવાનું છે.


અને જે ગ્રીન હાઈડ્રોજનનું અભિયાન ઉપાડ્યું છે ને... ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજનથી ગાડીઓ ચાલવાની છે. આ વીજળી જે કામ કરે છે, એ ગ્રીન હાઈડ્રોજન કરવાનું છે. આ ગ્રીન હાઈડ્રોજનનું હિન્દુસ્તાનનું મોટામાં મોટું હબ એ આપણા કચ્છમાં બનવાનું છે, ભાઈ. અને શક્યતા ખરી કે દુનિયાનું પણ મોટામાં મોટું પુરવાર થાય. પરંતુ રિન્યુએબલ એનર્જી, વિન્ડ એનર્જી હોય, સોલર એનર્જી હોય, હાઈબ્રિડ પાર્ક, આ સમૃદ્ધિની દિશામાં એક નવા નવા અધ્યાય આપણે ઉમેર્યા છે. દોઢ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવવાનું છે, ભાઈઓ. આના કારણે હજારો નવા રોજગાર પેદા થવાના છે.


અને ભાઈઓ, બહેનો,


એના કારણે વીજળી, વીજળીના કારણે થનારા નવા ઉદ્યોગો એક નવું નિર્માણ થવાનું છે, ભાઈઓ. વિકાસની બાબતમાં હવે કચ્છ ચારેય દિશામાં ફલી-ફુલી રહ્યું છે. હવે પાછળ વળીને જોવાનું નથી, ભાઈઓ. અને વિકસિત ભારતના સપનામાં આ કચ્છ જેવા મોડલ કામમાં આવવાના છે. વિકસિત ગુજરાત બનાવવાના સપનાં પુરા કરવા કચ્છની તાકાત કામમાં આવવાની છે. અને એટલા માટે હું આવ્યો છું, આપની પાસે. આપના આશીર્વાદ લેવા આવ્યો છું.


અને એટલા માટે આ વખતે ચુંટણીમાં કચ્છની બધી સીટો ઉપર કમળ ખીલશે? (ઑડિયન્સમાંથી હા...)
પુરી તાકાતથી બોલો, ખીલશે? (ઑડિયન્સમાંથી હા...)
આજે અંજારનો રુઆબ જોઈને તો મને લાગે છે કે ખીલવાનું, તમે નક્કી કરી દીધું છે. (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, આ ચુંટણી તમે જ લડી રહ્યા છો, અમે તો નિમિત્ત છીએ. ચુંટણી આપ જ લડી રહ્યા છો. કારણ કે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ અમારા જેટલા જ પ્રતિબદ્ધ છો. એના કારણે આ શક્ય બન્યું છે. પરંતુ ચુંટણીની છએ છ સીટો જીતવી હોય, તો એક કામ કરવું પડે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પોલિંગ બુથમાં સૌથી વધારે મતદાન થવું જોઈએ.
જુના બધા રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
પોલિંગ બુથમાં બરાબર જામીને બેસી જશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાંથી ભાજપને જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
કમળ ખીલવશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
હવે એક મારું અંગત કામ. કહું? (ઑડિયન્સમાંથી હા...)
તમે જરા હા પાડો તો કહું, ભાઈ... (ઑડિયન્સમાંથી હા...)
મારું અંગત કામ કહેવાનો કચ્છ ઉપર હક્ક મારો ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તમારો મારી પર પ્રેમ ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તમારા મારી પર આશીર્વાદ ખરા કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તો એક અંગત કામ કહેવું છે, આજે... કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો, હાથ ઊંચા કરીને બોલો... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો. હજુ ચુંટણીમાં બધે મળવા જશો, પોલિંગ બુથમાં ઘેર ઘેર તમે જશો, તો બધા વડીલોને મળજો. અને મળીને એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. શું કહેશો? શું કહેશો? યે પી.એમ. સાહેબ આવ્યા હતા, એવું નહિ કહેવાનું, હોં. યે પ્રધાનમંત્રી આવ્યા હતા, એવું નહિ કહેવાનું. એ બધું તો દિલ્હીમાં. અહીં તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા.
બરાબર? (ઑડિયન્સમાંથી હા...)
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જઈને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ અંજાર આવ્યા હતા, અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જઈને કહેવાનું, હોં... (ઑડિયન્સમાંથી હા...)
આ વડીલોને તમે પ્રણામ મારા પહોંચાડજો. એમના મને આશીર્વાદ મળશે, અને એમના આશીર્વાદ એ જ મારી ઊર્જા છે. મારે દિવસ-રાત કામ કરવું હોય, પગ વાળીને બેસવું ન હોય, એના માટેની શક્તિ આ વડીલોમાંથી મળે છે, એમના આશીર્વાદમાંથી મળે છે. એટલા માટે દરેક વડીલને જઈને મારા પ્રણામ પાઠવજો, કે નરેન્દ્રભાઈ આવ્યા હતા, અંજાર આવ્યા હતા અને આપણા નરેન્દ્રભાઈએ આપને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કરશો ને? (ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ, ભઈલા.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)

Explore More
140 करोड़ देशवासियों का भाग्‍य बदलने के लिए हम कोई कोर-कसर नहीं छोड़ेंगे: स्वतंत्रता दिवस पर पीएम मोदी

लोकप्रिय भाषण

140 करोड़ देशवासियों का भाग्‍य बदलने के लिए हम कोई कोर-कसर नहीं छोड़ेंगे: स्वतंत्रता दिवस पर पीएम मोदी
10 Years of Jan-Dhan Yojana: Spurring Rural Consumption Through Digital Financial Inclusion

Media Coverage

10 Years of Jan-Dhan Yojana: Spurring Rural Consumption Through Digital Financial Inclusion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने कहा कि किसानों के हित के लिए हरसंभव प्रयास किए जाएंगे और फैसले लिए जाएंगे
September 14, 2024

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने किसानों के हित के लिए किसानों की आय और ग्रामीण क्षेत्रों में रोजगार के अवसरों को बढ़ावा देने की सरकार की प्रतिबद्धता पर जोर दिया है।

कृषि आय और ग्रामीण रोजगार बढ़ाने के उद्देश्य से हाल ही में लिए गए निर्णयों को रेखांकित करते हुए श्री मोदी ने कहा कि चाहे प्याज का निर्यात शुल्क कम करना हो या खाद्य तेलों का आयात शुल्क बढ़ाना हो, ऐसे कई फैसलों से हमारे अन्नदाताओं को बहुत लाभ होने वाला है। इन फैसलों से जहां एक ओर उनकी आय बढ़ेगी, वहीं ग्रामीण क्षेत्रों में रोजगार के अवसर भी बढ़ेंगे।

प्रधानमंत्री ने एक्स पोस्ट में लिखा;

“देश की खाद्य सुरक्षा के लिए दिन-रात जुटे रहने वाले अपने किसान भाई-बहनों के हित में हम कोई कोर-कसर नहीं छोड़ रहे हैं। चाहे प्याज का निर्यात शुल्क कम करना हो या खाद्य तेलों का आयात शुल्क बढ़ाना, ऐसे कई फैसलों से हमारे अन्नदाताओं को बहुत लाभ होने वाला है। इनसे जहां उनकी आय बढ़ेगी, वहीं ग्रामीण क्षेत्रों में रोजगार के अवसर भी बढ़ेंगे।”