રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગરિમામય સમારોહમાં શિક્ષકો સન્માનિત થયા

જ્ઞાનશકિતના આધારે ગુજરાતમાં એક દશકમાં શિક્ષણના સર્વાંગી પરિવર્તનની સતત નવી કેડી કંડારી છે

રાજ્યપાલ શ્રીમતી ર્ડા. કમલાજી અને મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે શિક્ષક-દિવસઃ ર૦૧૧ના અવસરે ગુજરાતના ર૯ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧ર૩મી જન્મજ્યંતીના અવસરે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર પ્રદાન સમારોહનું જીવંત પ્રસારણ ઉપગ્રહ સેવા દ્વારા સમગ્ર ગુજરાતમાં થયું હતું.

ગુજરાતના રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી તેના સમયથી ધણી આગળ હતી એટલું જ નહીં, પણ આપણા વિશ્વવિઘાલયોની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી. શિક્ષણની આ ગૌરવપૂર્ણ ભારતીય પરંપરાઓને જારી રાખવાનું આપણું ઉત્તરદાયિત્વ બને છે. મહાન શિક્ષક અને પ્રખર તત્વચિંતક પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ “શિક્ષક દિન” તરીકે મનાવવામાં આવે છે. તે નિમિત્તે આજે ગાંધીનગર ટાઉન હોલમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકોથી સન્માનવાના સમારોહમાં રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજી સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો નવી પેઢીના ભવિષ્યના નિર્માતા છે.

તેઓ તેમને આવનાર પડકારોનો મુકાબલો કરવામાં સમર્થ બનાવી સમાજ અને રાષ્ટ્રની અમૂલ્ય સેવા કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે યાદ રાખવું જોઇએ કે શિક્ષણ નૈતિક મૂલ્યો પ્રદાન કરનારૂં સૌથી સબળ માધ્યમ છે, જેના થકી સામાજિક બદલાવ લાવી શકાય છે. ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે શિક્ષકોએ વિઘાર્થીઓના મનમાં એવા પ્રકારની જિજ્ઞાસાની ચેતના પ્રજવલ્લિત કરવાની છે કે તેમનામાં જીવનભર જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અભિલાષા જાગૃત કરે અને તેઓ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ અને કલ્યાણના માર્ગે અગે્રસર બને.

આપણા વિઘાર્થીઓને એક વિશ્વ નાગરિક બનાવવાની સાથે ભારતની ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વિરાસત પણ સુરક્ષિત રહે તેવા માર્ગદર્શકની ભૂમિકા શિક્ષકોએ અદા કરવાની છે. રાજ્યપાલશ્રીએ રાજ્ય પુરસ્કારોથી સન્માનિત શિક્ષકોને હાર્દિક અભિનંદન આપ્યા હતા અને તેમણે આશા વ્યકત કરી હતી કે આપણા શિક્ષકો જે શહેરોના હોય કે અંતરિયાળ વિસ્તારોની શાળાઓના હોય તેઓ સખ્ત પરિશ્રમ અને લગનની સાથે તેમનું કર્તવ્ય નિભાવવા માટેના ભરપૂર પ્રયાસો જારી રાખશે.

મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સ્થિર ગતિના વિકાસમાં શિક્ષકોના ઉત્તમ યોગદાનને પ્રેરક ગણાવતા શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતાં. ગુજરાતનો આધુનિક વિકાસ પંચામૃત શકિતના આધારસ્થંભ ઉપર જ્ઞાનશકિતનો મહિમા કરીને ગતિમાન બન્યો છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષક દિવસ અને શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનના અવસરમાં આ સરકારે પ્રાણ પૂર્યા છે અને માત્ર સન્માનિત શિક્ષકો જ ગૌરવની અનુભૂતિ કરે એથી ય વિશેષ સમગ્ર શિક્ષક આલમ અને સમાજ પણ શિક્ષકોના ગૌરવની અનુભૂતિ કરે એ હેતુથી ઉપગ્રહ પ્રસારણ સેવાની ટેકનોલોજીનો વિનિયોગ કરીને ગુજરાતભરમાં એક કરોડથી વધારે શિક્ષકો અને વિઘાર્થીઓ એમાં ભાગીદાર બની રહ્યા છે. દુનિયાનો કદાચ આ સૌથી મોટો પ્રેરણાવર્ગ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં શિક્ષક દિવસની ઉજવણી અને શિક્ષક સન્માનનો આવો અવસર સમગ્ર શિક્ષણ જગતમાં સર્વસ્વીકૃત આદર પામ્યો છે તેનો આનંદ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોઇપણ સમાજના વિકાસ માટે શિક્ષણ જ પાયો છે અને ગુજરાતે છેલ્લા એક દશકમાં ગુજરાતના શિક્ષણમાં ગૂણાત્મક બદલાવ લાવવાની પ્રતીતિ કરાવી છે.

શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન માટે ગુજરાતના શિક્ષકનો અંતરાત્મા જાગી ઉઠયો છે અને ભવિષ્યમાં ઉત્તમ શિક્ષણની ઉજ્જવળ કેડી આજના શિક્ષકો નીત્યનૂતન નવા પ્રયોગો કરીને કંડારી રહ્યા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ગુણોત્સવના માધ્યમથી પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક બદલાવ માટે શિક્ષકો જ રાહ અપનાવી લીધો છે તેને આવકાર આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીઓની કોલેજોનું ગુણવતા માટે ગ્રેડેશન થાય છે પરંતુ ગુજરાત સરકારે તો પ્રાથમિક શાળા, શિક્ષક, વિઘાર્થીના સ્તરનું ગ્રેડેશન કરવાની ગૂણોત્સવ દ્વારા પહેલ કરી છે જે અવિરત પ્રાથમિક શિક્ષણની ગૂણવતા સુધારવા માટેનું પ્રેરક બળ બની રહ્યું છે.

ક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ શિક્ષકો સાચા અર્થમાં શ્રેષ્ઠ શિક્ષક છે પરંતુ, આમાંથી પણ શ્રેષ્ઠત્તમ શિક્ષકોનું સન્માન થઇ રહ્યું છે. જ્યોતિગ્રામ કારણે આજે ગ્રામ્યકક્ષાના ૬પ ટકા વિઘાર્થીઓ જાહેર પરિક્ષાઓમાં પ્રથમ હરોળમાં આવી રહ્યા છે. આમ, સારૂં અને ગુણવત્તાસભર શિક્ષણ છેવાડાના વિસ્તાર સુધી ઉપલબ્ધ થાય તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે. શિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ, શ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. હસમુખ અઢિયા અને પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકો-શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિઘાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Year Ender 2025: Major Income Tax And GST Reforms Redefine India's Tax Landscape

Media Coverage

Year Ender 2025: Major Income Tax And GST Reforms Redefine India's Tax Landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 ડિસેમ્બર 2025
December 29, 2025

From Culture to Commerce: Appreciation for PM Modi’s Vision for a Globally Competitive India