પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સમર્થકોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી “મોદી કા પરિવાર” ટેગલાઈન દૂર કરવાની અપીલ કરી છે.

શ્રી મોદીએ ભારતના લોકોનો સતત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન, ઘણા લોકોએ તેમના પ્રત્યેના સ્નેહના સંકેત તરીકે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં "મોદી કા પરિવાર" ઉમેર્યું હતું. , શ્રી મોદીએ વધુમાં કહ્યું કે, ડિસ્પ્લે પર નામ બદલાઈ શકે છે, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ એક પરિવાર તરીકેનું આપણું બંધન મજબૂત અને અતૂટ છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“ચૂંટણી પ્રચાર દરમિયાન, ભારતભરના લોકોએ મારા પ્રત્યેના સ્નેહના પ્રતીક તરીકે પોતાના સોશિયલ મીડિયામાં 'મોદી કા પરિવાર' ઉમેર્યું. મને તેમાંથી ઘણી શક્તિ મળી. ભારતની જનતાએ સતત ત્રીજી વખત એનડીએને બહુમતી આપી છે, જે એક પ્રકારનો રેકોર્ડ છે, અને અમને આપણા રાષ્ટ્રના ભલા માટે કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે.

આપણે બધા એક પરિવાર છીએ, આ સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યા બાદ, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરીશ કે તમે હવે તમારી સોશિયલ મીડિયા પ્રોપર્ટીમાંથી 'મોદી કા પરિવાર' હટાવી દો. ડિસ્પ્લે પર નામ બદલાઈ શકે છે, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ એક પરિવાર તરીકે આપણું બંધન મજબૂત અને અતૂટ બની રહેશે.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's crude supply secure, LPG production increased: Hardeep Puri

Media Coverage

India's crude supply secure, LPG production increased: Hardeep Puri
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 માર્ચ 2026
March 13, 2026

Resilient India Under PM Modi: Diplomatic Mastery, Youth Power, and Unstoppable Progress