પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2021ના રોજ સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સ પર ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે આદાનપ્રદાન કરશે.

આ સમિટનું આયોજન વેપારવાણિજ્ય મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન માટેના વિભાગે 15-16 જાન્યુઆરી, 2021ના રોજ કર્યું છે. પ્રધાનમંત્રીએ ઓગસ્ટ, 2018માં કાઠમંડુમાં ચોથી બિમસ્ટેક સમિટમાં જાહેરાત કર્યા પછી આ બે દિવસીય સમિટનું આયોજન થયું છે. ચોથી બિમસ્ટેક સમિટમાં ભારતે બિમસ્ટેક સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમિટ પ્રધાનમંત્રીએ 16 જાન્યુઆરી, 2016ના રોજ શરૂ કરેલી સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ છે. 25 દેશો અને 200થી વધારે આંતરરાષ્ટ્રીય વક્તાની ભાગીદારી સાથે આ સમિટ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની શરૂઆત થયા પછી ભારત સરકાર દ્વારા આયોજિત સૌથી મોટી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ હશે. આ સમિટમાં 24 સેશન યોજાશે, જેમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સંયુક્તપણે વિકસાવવા અને એને મજબૂત કરવા દુનિયાભરના વિવિધ દેશોની બહુપક્ષીય ભાગીદારી વધારવા અને જોડાણને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Government's foodgrain stocks hit 604 lakh tonnes, nearly three times buffer requirement

Media Coverage

Government's foodgrain stocks hit 604 lakh tonnes, nearly three times buffer requirement
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 મે 2026
May 07, 2026

Justice Delivered Under PM Modi: How Operation Sindoor Redefined India’s Response to Terror

Aatmanirbhar Bharat in Action: Record Exports, Defence Exports, Food Security & Green Mobility Under the Leadership of PM Modi