CM reviews preperations for 2013 Vibrant Gujarat Global Investors Summit

Published By : Admin | December 19, 2012 | 20:24 IST

On Wednesday 19th December 2012 Shri Narendra Modi reviewed preparations of upcoming Vibrant Gujarat Global Investors Summit 2013. The following are the salient points of the upcoming summit:

  • Mega Exhibition of 1 lakh square meters at Helipad Ground to be held
  • More than 100 nations to participate in the 2013 Vibrant Gujarat Global Investors Summit.
  • More than 5000 delegates to attend the summit.
  • Japan and Canada to be the partner nations.
  • 57 pre-summit investment meets held already.
  • Through the Vibrant Gujarat Global Investors Summit, Gujarat has made a unique place for itself on the economic map of the world.
  • Mahatma Mandir to be a global destination on 11th, 12th and 13th January 2013
  • Industrial Development, Investment, creation of employment in this summit will strengthen the development journey of Gujarat.
 

You can find more information about the 2013 Vibrant Gujarat Global Investors Summit here.

 

મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ના આયોજનની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી

હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર એક લાખ ચો.મી.નું ઇન્ટરનેશનલ મેગા એકઝીબીશન

૧૦૦ થી વધારે દેશો, પ૦૦૦ ડેલીગેટ, જાપાન અને કેનેડા, પાર્ટનર કંન્ટ્રીઝ, પ૭ પ્રીસમીટ ઇવેન્ટ પૂર્ણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતનું વિશ્વસનિય સ્થાન પ્રસ્થાપિત થયું છે

૧૧,૧ર,૧૩ જાન્યુઆરીએ મહાત્મા મંદિર ગ્લોબલ ડેસ્ટીનેશન

માળખાકીયઆર્થિકઔદ્યોગિક વિકાસ, મૂડીરોકાણ, રોજગારી ઉપરાંત ગુજરાતના શકિતસામર્થ્યની આગવી શાન ઉભી થશે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી જાન્યુઆરીર૦૧૩માં ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારી મહત્વાકાંક્ષી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ની સર્વગ્રાહી આયોજનની પૂર્વતૈયારીઓ અંગે મહાત્મા મંદિર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

સાંજે સતત બે કલાક ચાલેલી આ સમીક્ષા બેઠકમાં ગુજરાત જે રીતે ગ્લોબલ બિઝનેસ હબ તરીકે દુનિયામાં પોતાની પ્રતિષ્ઠા ધરાવતું થયું છે તેને ધ્યાનમાં લઇને આ સમિટનું આયોજન કરવા મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સાફલ્ય ફલશ્રુતિની સમીક્ષા કરતાં ગુજરાતનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પ્રભાવ વિશ્વના અર્થતંત્રમાં ઉભો થયો છે તેને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતમાં આ સમિટ માત્ર આર્થિકઔદ્યોગિક મૂડીરોકાણ, રોજગારી અને વિકાસની દ્રષ્ટિએ જ નહીં પણ ગુજરાતે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વિશ્વસનિય સ્થાન ઉભૂં કરી લીધું છે. ભારતના અન્ય રાજ્યોએ પણ આ દિશા અપનાવી છે.

આ સંદર્ભમાં જાન્યુઆરીર૦૧૩ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ગુજરાતની ક્ષમતા અને સામર્થ્યની વિશ્વમાં નવી ઊંચાઇ ઉપર ઓળખ અને શાન પ્રસ્થાપિત કરશે એ અંગેનું માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.

આગામી જાન્યુઆરીર૦૧૩ના તા.૧૧,૧ર,૧૩ના દિવસો દરમિયાન આ છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાશે. અત્યાર સુધી વિશ્વના દેશોની સરકારો અને ડેલીગેશનોએ જે અભૂતપૂર્વ ઉત્સાહથી પ્રતિસાદ બતાવ્યો છે તે જોતાં ૧૧૦ જેટલા દેશો અને પ૦૦૦ થી અધિક ડેલીગેટો તથા ભારતના મોટાભાગના બધા જ રાજ્યો સમિટમાં ભાગ લેવા આવશે. જાપાન અને કેનેડા, પાર્ટનર કન્ટ્રીભાગીદાર દેશો તરીકે જોડાયા છે. જાપાનની મુખ્યમંત્રીશ્રીની મૂલાકાતને જે અભૂતપૂર્વ પ્રતિભાવ મળ્યો હતો તે સંદર્ભમાં જાપાનથી ૩૦૦ ડેલીગેટ કંપની સંચાલકો ભાગ લેવાના છે. સમજૂતિના કરાર(MOU) માટે ઓનલાઇન સાઇનીંગ પ્રોસેસ ચાલુ કરવામાં આવેલા છે. સમિટમાં પણ MOU કરી શકાય તેવી વ્યવસ્થા કરેલી છે. જેમાં નવીનતમ પહેલ, રોજગારી લઘુઉદ્યોગ, ટેકનોલોજીને કેન્દ્રસ્થાને રખાશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ની પૂર્વતૈયારીઓ એક વર્ષ પૂર્વે શરૂ થઇ ગઇ હતી અને અત્યાર સુધીમાં પ૭ જેટલા પ્રીઇવેન્ટ સેમિનાર થઇ ગયા છે. ર૪મી ડિસેમ્બરથી ૧૦મી જાન્યુઆરીર૦૧૩ સુધી બીજા ૮ મહત્વના સેમિનારો સહિત પ૦ જેટલી ઇવેન્ટ સાકાર થશે. આ ગ્લોબલ સમિટનું મેગા એકઝીબીશન હેલીપેડ ઉપર એક લાખ ચોરસ મીટરમાં યોજાશે અને ગુજરાતને બિઝનેસ હબની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવશે.

આ ગ્લોબલ સમિટમાં અમેરિકાની, બ્રિટનની અને ઓસ્ટ્રેલિયાની USIBC, UKIBC, AIBC ઇન્ડીયા બિઝનેસ કાઉન્સીલો પણ સહભાગી બનશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ના ૧૩ થીમ આધારિત સેમિનારો યોજાશે. આ ઉપરાંત રર્બનાઇઝેશન, યુથ ડેવલપમેન્ટ અને ગુડ ગવર્નન્સના ત્રણ પેનલ ડિસ્કશન, સસ્ટેઇનેબીલીટી, ઇનોવેશન અને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટીના ૩ ડિસ્કશન ફોરમ, ઇનોવેશન અને ટેકનોલોજીના બે સિમ્પોઝીઅમ તથા યંગ એન્ટરપ્રિનિયોર્સ અને એકેડેમિક ઇન્સ્ટીટયુશનની આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ યોજાશે.

તા.૧૧મી જાન્યુઆરીએ પ્રથમ સત્રમાં ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન મહાત્મા મંદિરમાં થશે અને સમગ્ર દિવસ દરમિયાન વિવિધ દેશોના અને રાજ્યોના સેમિનારો, થીમ આધારિત સેમિનારો, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બંને દિવસો દરમિયાન યોજાશે.

જેમાં ગ્રીન એન્ડ એફિસીયન્ટ વોટર મેનેજમેન્ટ, ટેકનોલોજી સોલ્યુશન ફોર એન્વાયર્નમેન્ટ, સોલાર એનર્જી, સ્માર્ટ ગ્રીડ, પોર્ટલેડ ડેવલપમેન્ટ, ઇન્ટીગ્રેટેડસ્માર્ટ સિટીના થીમ આધારિત સેમિનારો પ્રથમ દિવસે યોજાશે. જ્યારે બીજા દિવસે લેન્ડયુઝ એફિસીયન્સી, ફાઇનાન્સીયલ હબ, યુથ કન્વેન્શન, ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઓટો હબ, સ્મોલમિડીયમ એન્ટરપ્રાઇસ કન્વેન્શન, હાયર એન્જયુકેશનએન્વાર્યમેન્ટ Zero Waste-21st સેન્ચ્યુરી સિટીના થીમ આધારિત મહત્વના સેમિનારો થશે. આ બંને દિવસો ઉપરાંત તા.૧૩મીએ બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગો યોજાતી રહેશે.

આ બેઠકમાં ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગના અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અરવિંદ શર્મા, માર્ગમકાન સચિવશ્રી એસ. રાઠોર, ઉદ્યોગ કમિશ્નરશ્રી, ઇન્ડેક્ષ્ટબી ના મેનેજિંગ ડિરેકટરશ્રીએ ભાગ લીધો હતો.

Explore More
শ্ৰী ৰাম জনমভূমি মন্দিৰৰ ধ্বজাৰোহণ উৎসৱত প্ৰধানমন্ত্ৰীৰ সম্বোধনৰ অসমীয়া অনুবাদ

Popular Speeches

শ্ৰী ৰাম জনমভূমি মন্দিৰৰ ধ্বজাৰোহণ উৎসৱত প্ৰধানমন্ত্ৰীৰ সম্বোধনৰ অসমীয়া অনুবাদ
Rocking concert economy taking shape in India

Media Coverage

Rocking concert economy taking shape in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses gratitude to the Armed Forces on Armed Forces Flag Day
December 07, 2025

The Prime Minister today conveyed his deepest gratitude to the brave men and women of the Armed Forces on the occasion of Armed Forces Flag Day.

He said that the discipline, resolve and indomitable spirit of the Armed Forces personnel protect the nation and strengthen its people. Their commitment, he noted, stands as a shining example of duty, discipline and devotion to the nation.

The Prime Minister also urged everyone to contribute to the Armed Forces Flag Day Fund in honour of the valour and service of the Armed Forces.

The Prime Minister wrote on X;

“On Armed Forces Flag Day, we express our deepest gratitude to the brave men and women who protect our nation with unwavering courage. Their discipline, resolve and spirit shield our people and strengthen our nation. Their commitment stands as a powerful example of duty, discipline and devotion to our nation. Let us also contribute to the Armed Forces Flag Day fund.”