ર૧મી સદીમાં હિન્દુસ્તાનને વિશ્વમાં સર્વોપરી બનાવવા SCALE-SPEED-SKILLના આધાર સ્થંભ ઉપર નયા હિન્દુસ્તાનને સામર્થ્યવાન બનાવવા ભારત સરકારને આહ્‍વાન

 

આપત્તિને અવસરમાં બદલનારા ગુજરાત મોડેલથી સૌ પ્રભાવિત

જયપુર પ્રવાસી ભારતીય દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો સાર્વત્રિક પ્રભાવ છવાઇ ગયો

ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના સંકલ્પની સફળ ભૂમિકા

 

 

ગુજરાત રાજસ્થાન સંયુકત રીતે ભારત-પાકિસ્તાનની સરહદેસુરક્ષા-ફેન્સીંગના વિકલ્પે સોલાર પેનલ પ્રોજેકટ હાથ ધરે

 

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જયપુરમાં પ્રવાસી ભારતીય દિવસ સમારોહમાં ર૧મી સદીમાં હિન્દુસ્તાનને વિશ્વસત્તા બનાવવા માટેના વિકાસનું VISION SCALE, SPEED AND SKILL ના ત્રણ મજબૂત આધારસ્થંભ ઉપર કાર્યાન્વિત કરવાનું આહ્્‍વાન કર્યું હતું.

પ્રવાસી ભારતીય દિવસના આજના સમારોહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના અત્યંત પ્રભાવક એવા વિકાસ-વિઝનની ભૂમિકા જાણીને વિશ્વભરમાંથી આવેલા ભારતીયોએ સમગ્ર સભાકક્ષમાં હર્ષભેર ""સ્ટેન્ડીંગ ઓવેશન''થી મુખ્યમંત્રીશ્રીને વધાવી લીધા હતા.

કેન્દ્રીય મંત્રીશ્રી વ્યાલાર રવિના અધ્યક્ષસ્થાને આજે પ્રવાસી ભારતીય દિવસમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, કેરાલા અને ઝારખંડના મુખ્યમંત્રીશ્રીઓએ સંબોધનો કર્યા હતા પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હિન્દુસ્તાનના વિકાસ અને ભવિષ્ય માટે કરેલા પ્રેરક સૂચનોએ સૌને પ્રભાવિત કર્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના રણકાંઠે એશિયાનો સૌથી મોટો ૩૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો સોલાર એનર્જી પાર્ક સ્થપાઇ રહ્યો છે તેની ભૂમિકા સાથે ભારત સરકારને એવું સૂચન કર્યું હતું કે, ભારત-પાકિસ્તાનના સીમાવર્તી ક્ષેત્રમાં ગુજરાત અને રાજસ્થાન સંયુકત રીતે સરહદી રણ ક્ષેત્રમાં બોર્ડર સિકયોરિટી ફોર્સ દ્વારા સુરક્ષા માટેની ફેન્સીંગના વિકલ્પે સોલાર એનર્જી પેનલો બનાવે તો સરહદની રક્ષા પણ થશે અને દેશને સૌરઊર્જાથી વીજળી પણ મળશે.

તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત આગામી ત્રણ મહિનામાં દેશને ૭પ૦ મેગાવોટ સૂર્યશકિતની ઊર્જાથી વીજળી પૂરવઠો પાડનારૂં રાજ્ય બની જશે. ગુજરાતે સોલાર એનર્જી પોલીસીની સાથે ભવિષ્યમાં સૂર્યશકિતથી વીજળી ઉત્પાદન સસ્તા ભાવે થાય તે માટે સોલાર ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ પોલીસીનો પણ સમન્વય કર્યો છે અને ગુજરાત વિશ્વનું સોલાર કેપિટલ બની ગયું છે.

કોઇપણ સંકટને અવસરમાં બદલવાના ગુજરાતના સામર્થ્યના અનેકવિધ દ્રષ્ટાંતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ર૦૦૮-૦૯ના વૈશ્વિક મંદીના સંકટમાં પણ ગુજરાતે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજીને અભૂતપૂર્વ સફળતા મેળવી હતી.

આ સંદર્ભમાં ફરીથી વિશ્વ મંદીના સંકટમાં ધેરાઇ ગયું છે ત્યારે, ભારત સરકારે ગુજરાતની સિધ્ધિઓથી બોધપાઠ લેવો જોઇએ એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિકાસનું વિઝન હોય તો કેટલી ઊંચાઇ ઉપર લઇ જઇ શકાય છે તે સંદર્ભમાં જણાવ્યું કે ભારત સરકાર પાસેથી ગુજરાતે સેટેલાઇટ કોમ્યુનિકેશનનું ૩૬ મેગાહર્ટઝનું આખું ટ્રાન્સપોન્ડર મેળવી લીધું છે, જેના દ્વારા ગુડ ગવર્નન્સ, લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન, ટેલીમેડીસીન અને ટેલી એગ્રો પ્રોસેસિંગના સેકટરોનો વિકાસ કરાશે.

ગુજરાત પરંપરાગત ટ્રેડર્સ સ્ટેટની ઓળખમાંથી આજે ઔઘોગિક રાજ્ય બની ગયું છે, અને હવે તો સમગ્ર દુનિયામાં શિપમેકીંગ ઇન્ડસ્ટ્રીઝના સેકટરમાં કોરિયા પછી ગુજરાત અગ્રીમ હરોળમાં બનવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નેનો મોટર પ્રોજેકટના આગમન પછી હવે ગુજરાતમાં વિશ્વની ગણમાન્ય કાર કંપનીઓના ઓટોમોબાઇલ્સ પ્રોજેકટ આવી રહ્યા છે અને આગામી એક દશકામાં પ૦ લાખ નવી કારોનું ઉત્પાદન એકલા ગુજરાતની ધરતી ઉપર થશે જેના દ્વારા યુવાનોને માટે રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો મહિમા પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેઇ સરકારે શરૂ કરેલો તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ૧૯૧પ માં મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી નવમી જાન્યુઆરીએ સ્વદેશ પાછા ફરેલા અને ગુજરાત આવી હિન્દુસ્તાનની આઝાદીની લડતનું નેતૃત્વ લીધેલું તે જોતાં, આગામી ર૦૧પમાં આ ઐતિહાસિક ધટનાની શતાબ્દીનું વર્ષ હોવાથી ગુજરાતની ધરતી ઉપર જ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાનું નિમંત્રણ તેમણે ભારત સરકારને આપ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભારતનો વિકાસ અને ૧ર૦ કરોડ ભારતવાસીઓના વિકાસના સપનાં સાકાર કરવા માટે આપણે જે ક્ષેત્રમાં હોઇએ ત્યાં રહીને દેશ માટે કર્તવ્ય નિભાવવાનો સંકલ્પ કરવો જોઇએ. ""ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ''ના રાજ્ય સરકારના સંકલ્પની તેમણે ભૂમિકા આપી હતી.

પર્યાવરણની રક્ષા સાથે વિકાસ માટે સમગ્ર વિશ્વની ચાર સરકારો જેણે કલાઇમેટ ચેંજનો અલગ વિભાગ કાર્યરત કર્યો છે તેમાં ગુજરાત સરકાર પણ છે એમ તેમણે જણાવ્યું હતું.

દશ વર્ષ પહેલાં ર૦૦૦ મેગાવોટ વીજળીની ખાઘ ધરાવતા ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી ૧૮૦૦૦ ગામોમાં ર૪ કલાક વીજળી ઉપલબ્ધ કરી દીધી છે અને બધા જ ગામોમાં બ્રોડબેન્ડ કનેકટીવિટી આપનારૂં એકમાત્ર ગુજરાત રાજ્ય છે. ર૦૧રના અંતે તો ગુજરાત ૭૦૦૦ મેગાવોટ વીજળીની પુરાંતવાળુ રાજ્ય બની જવાનું છે. ગુજરાતે ઊર્જાના બધા જ સ્ત્રોતોના વિકાસ માટે વિનિયોગ કરી બતાવ્યો છે.

કૃષિવિકાસ, દૂધ ઉત્પાદન અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસના ચમત્કારો ગુજરાતે સર્જ્યા છે. માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં ગુજરાતે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી જેવી વિશ્વની ઉત્તમ યુનિવર્સિટી દ્વારા માનવબળની જરૂરિયાતોની પૂર્તિ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. ભવિષ્યમાં ગુજરાત દુનિયામાં ઉત્તમ શિક્ષકની નિકાસ કરનારૂં રાજ્ય બનશે અને આ શિક્ષકો જ ભારતીય સંસ્કૃતિના એમ્બેસેડર બનશે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતે કોઇપણ સંકટને અવસરમાં બદલવાનો નિર્ધાર કરેલો છે તેના દ્રષ્ટાંતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત આગામી સમયમાં લાખો યુવાનોને આર્થિક પ્રવૃત્ત્િામાં સામર્થ્યવાન બનાવવા વિશાળ પાયા ઉપર સ્કેલ ડેવલપમેન્ટનું સુવિચારિત નેટવર્ક જરૂરિયાત આધારિત ઉભૂં કરી રહ્યું છે.

ગુજરાત ભારતના અર્થતંત્રમાં નિર્ણાયક યોગદાન આપી રહ્યું છે અને વૈશ્વિક અર્થતંત્રમાં પોતાના સામર્થ્યનો પ્રભાવ અત્યંત ઝડપથી ઉભો કરી રહ્યું છે એમ ગૌરવપૂર્વક જણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે ગુજરાતની સમાજશકિતમાં જ વિકાસ માટેનું સામર્થ્ય છે અને ગુજરાતે વિકાસમાં જનભાગીદારી જોડીને અદ્દભૂત પરિણામો મેળવ્યાં છે.

પ્રવાસી ભારતીય દિવસમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાસ ગુજરાત સત્રનું આયોજન કર્યું હતું અને એમાં પણ અન્ય તમામ રાજ્યોના સત્રોની તુલનામાં દુનિયાના વિવિધ દેશોમાંથી આવેલા બિનનિવાસી ભારતીયોથી વિશાળ સભાકક્ષ પણ નાનો પડયો હતો.

ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવાનું ઇંજન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિકાસ માટે ગુજરાતમાં અસીમ અવકાશ છે. Sky is the limit દુનિયામાં જે શ્રેષ્ઠ છે, જેમની પાસે ઉત્તમ બૌધ્ધિક કૌશલ્ય છે તે બધું જ ગુજરાત આવકારે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે બિનનિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્યમંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા, અગ્ર સચિવશ્રી અરવિંદ અગ્રવાલ અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા ઉપસ્થિત હતા.

 

Explore More
শ্ৰী ৰাম জনমভূমি মন্দিৰৰ ধ্বজাৰোহণ উৎসৱত প্ৰধানমন্ত্ৰীৰ সম্বোধনৰ অসমীয়া অনুবাদ

Popular Speeches

শ্ৰী ৰাম জনমভূমি মন্দিৰৰ ধ্বজাৰোহণ উৎসৱত প্ৰধানমন্ত্ৰীৰ সম্বোধনৰ অসমীয়া অনুবাদ
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
চ'ছিয়েল মিডিয়া কৰ্ণাৰ 12 জানুৱাৰী 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi