Prime Minister Narendra Modi addressed 50th Nirvan Anniversary of Rang Avdhoot Maharaj via video conference.
આપણા બધાનું એ સદભાગ્ય છે કે ભારતની આ મહાન ધરતી પર અવાર નવાર સંતાત્મા પ્રગટ થતા રહ્યા છે.અલગ અલગ કાલખંડમાં ઋષિ, મુનીઓ અને સંતોએ હંમેશ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતાનું અધિક જતન કરવાનું કાર્ય કર્યું છે: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 18, 2017
રંગ અવધૂત મહારાજ એક બાજુ ધાર્મિક દ્રષ્ટીએ નિસંગી અને નિસ્પૃહી હતા તો બીજી તરફ સામાજિક રીતે તેઓ લોકો સાથે પણ એટલી જ ઉત્કટતાથી જોડાયેલા હતા. લોક કલ્યાણ એમના માટે સમજો કે એક પૂજા પધ્ધતિ જ હતી: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 18, 2017
બાપજીનું જીવન ઊંડાણથી જોઈએ તો એમણે માત્ર બીજાને આપ્યું: પોતાના આધ્યાત્મિક જ્ઞાનનું દાન, પોતાની સાહિત્યિક રચનાઓનું દાન, ગરીબોને કપડા, ભૂખ્યાને ભોજન અને દર્દીઓને દવાનું દાન. સમાજમાં દરેક પીડિત, વંચિતની સાથે રહીને એમણે આશા અને સાહસ પુરા પાડ્યા અને ગરીબોની સમસ્યાનું સમાધાન કર્યું: PM
— narendramodi_in (@narendramodi_in) November 18, 2017
મને મુખ્યમંત્રી તરીકે આપની સેવા કરવાની તક મળી તો પોઈચામાં બનેલા નવા પુલનું નામ એમના માનમા 'રંગ સેતુ' રાખવામાં આવ્યું. એક રીતે આ મા નર્મદા અને રંગ અવધૂત મહારાજને ગુજરાતના લોકો તરફથી પુષ્પાંજલિનું પ્રતિક છે: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 18, 2017
રંગ અવધૂત મહારાજ આજે જ્યાં પણ હશે એ જોઈને ઘણા ખુશ હશે કે નર્મદા મૈયાના પાણીએ ગુજરાતના કરોડો લોકોની તરસ છીપાવી છે: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 18, 2017
રંગ અવધૂત મહારાજ ઘણું ઓછું બોલતા હતા, લાંબા પ્રવચનોથી દુર રહેતા હતા. પરંતુ એમના ત્રણ શબ્દોએ મને હંમેશા પ્રેરિત કર્યો છે એ છે: પરસ્પર દેવો ભવ:. જયારે આપણે દરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈશું તો નાત- જાત- પંથ- સમ્પ્રદાયના બંધનથી મુક્ત થઇ માનવ કલ્યાણ અંગે વિચારીશું: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 18, 2017