Day 1 of Vibrant Gujarat Global Investors Summit 2013
On the first day of the Vibrant Gujarat Global Investors Summit 2013, 12 Memorandum’s of Understanding (MoUs) were signed in the august presence of Shri Narendra Modi. This was at a seminar on Smart and Sustainable Cities.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ૧ર એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરાયા
વાઇબ્રન્ટ ગુજરાત૨૦૧૩ના ભાગરૂપે સ્માર્ટ એન્ડ સસટેનેબલ સીટીઝના થીમ પર ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો
ગુજરાતે સ્માર્ટ સીટીઝની વિભાવનાને ચરિતાર્થ કરવા નિર્ધાર કર્યો છે : મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત૨૦૧૩ના ભાગરૂપે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડના આયોજન હેઠળ યોજાયેલા પરિસંવાદ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ૧ર એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ડી.એમ.સી. પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ધોલેરા માટે રૂા.૧૦,૭૦૦/ ફાર્મા પાર્ક માટે રૂા.૬પ૦ કરોડ, એવિયેશન માટે રૂા.પ૦૦ કરોડ, ઇ/ન્ડસ્ટ્રીયલ પાર્ક માટે રૂા.ર૯૪ કરોડ મળી કુલ૧ર પ્રોજેક્ટના એમ.ઓ.યુ. પર સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ હસ્તાક્ષર કરી ગુજરાતમાં થઇ રહેલા નોંધપાત્ર અને બહુઆયામી વિકાસમાં તેમની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
ડેવલપીંગ ઇન્ટીગ્રેટેડ સ્માર્ટ એન્ડ સસટેર્નેબલ સીટીઝ થીમ પર રાજ્ય મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સહિત જાપાનની ભારત ખાતેના પૂર્વ ઉચ્ચાયુક્ત શ્રી યશુકૂની ઇનોકી, દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી અભિતાભ કાન્ત સહિત ગણમાન્ય તજજ્ઞોએ સ્માર્ટ એન્ડ સસટેર્નેબલ ગ્લોબલ સીટીઝની વિભાવના અને સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન્સ અને ડી.એમ.આઇ.સી ઉપર વિશેષ ફોકસીંગ કર્યું હતું.
વધતા જતા શહેરીકરણ, પ્રદૂષણ, અનારોગ્ય અને સેનીટેશનલના પ્રશ્નો વચ્ચે ઇન્ટેગ્રેટેડ, સ્માર્ટ અને સસટેનેબલ સીટીઝ આજના સમયની જરૂરિયાત છે તેમ જણાવી મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે ધોલેરા જેવા સફળ પ્રોજેક્ટો દ્વારા સ્માર્ટ અને સસ્ટેનેબલ સીટીઝના થીમને વિસ્તૃત બનાવવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ભારત ખાતેના જાપાનના પૂર્વ ઉચ્ચાયુક્ત શ્રી યાશુકુની ઇનોકીએ જણાવ્યું હતું કે, છેલ્લા પ વર્ષમાં ગુજરાતમાં વિકાસનું શ્રેષ્ઠ પર્યાવરણ નિર્માણ થયું છે. જેના કારણે ગુજરાત જાપાન માટે ફેવરીટ રાજ્ય છે. ગુજરાતમાં માર્ટી સુઝુકી, હીટાચી જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમના ઉદ્યોગો સ્થાપ્યા છે.
દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન ચીફ એકિઝક્યુટીવ ઓફિસર શ્રી અભિતાભ કાન્તે જણાવ્યું હતું કે, ટેકનોલોજીથી મહત્તમ વિનિયોગ થકી શિક્ષણ, આરોગ્ય, પાણી, પ્રદૂષણ નિવારણ બાબતોનું સુગ્રથન થઇ જઇ શકે છે.
સેમિનારનું સ્વાગત પ્રવચન આપતા ગુજરાત ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરી શ્રી એ.કે.શર્માએ કયુર્ં હતું.
સેમિનારમાં જીસ્કોના પ્રેસીડેન્ટ અનિલ મેમન, ગ્લોબલ પ્રેકટીસ ડાયરેકટર પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ હાલ્કોના શ્રી જહોન એક્રોડ, મીસીબીસી હેવી ઇન્ડસ્ટ્રીઝ લી.ના ટાકેટો નીશીઝાવા, કેપીટલ પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરના એક્ઝીકયુટીવ ડીરેકટર શ્રી મનિષ અગ્રવાલ વગેરે તજજ્ઞ વક્તાઓએ સ્માર્ટ સીટીઝના વૈશ્વિક ચિંતન આયોજન, ક્રિયાન્વયન, પડકારો અને પ્રશ્નોથી શ્રોતાઓ અભિપ્રેરીત કર્યા હતા. યતિન્દ્ર શર્માએ આભારવિધી કરી હતી.