"વેદનાનો સ્વર સદાને માટે વિલિન થયો પણ ગઝલ ગાયનરૂપે જનજનના હ્વદયમાં ચિરંજીવ રહેશે"
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વ. જગજિતસિંહને ભાવભરી શ્રધ્ધાંજલિ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસિધ્ધ ગઝલ ગાયક સ્વ. જગજિતસિંહને ભાવભરી શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે વેદનાનો સ્વર સદાને માટે આપણી વચ્ચેથી વિલિન થઇ ગયો છે પણ ગઝલ ગાયન સ્વરૂપે આ સ્વર જનજનના હ્વદયમાં ચિરંજીવ રહેવાનો છે.સ્વ. જગજિતસિંહના અવસાનથી ઉંડા આઘાતની લાગણી સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વ. જગજિતસિંહ ગત ર૬મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મળવા આવવાના હતા પરંતુ અચાનક તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત બનતા આ મૂલાકાત થઇ શકી નહોતી તેનો અફસોસ અને વ્યથા રહેશે.