મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના ૧૮૦૦૦ ગામોમાં કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવના ત્રણ દિવસથી ચાલતા તપસ્યા યજ્ઞની પૂર્ણાહૂતિ કરતાં ગુજરાતની આવતીકાલના ધડતર માટેનું આ અભિયાન સમાજશકિત અને સરકારના સહિયારા પુરૂષાર્થથી પાર પાડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

આ સરકાર બાળકના સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યની જેટલી કાળજી લે છે તે ભૂતકાળમાં કે દેશમાં કોઇ સરકારે લીધી નથી, અમે તો ગુજરાતના એકેએક બાળકને શકિતશાળી બનાવવા સમાજનું જનજાગરણ કર્યું છે, એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાથમિક શિક્ષણની દુર્દશા બદલવા માટે જનતાના ઉમળકાભર્યા સહયોગની પ્રસંશા કરતાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આજે મહેસાણા જિલ્લાના અંતરિયાળ સતલાસણા તાલુકાના સરદારપુર, રાણપુર અને તાલેગઢમાં જઇને આંગણવાડીના ભૂલકાં અને પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કર્યું હતું.

ગુજરાતના બાળકો શાળામાં દાખલ થયા પછી અધવચ્ચે અભ્યાસ છોડે નહીં તેની પૂરેપૂરી કાળજી લેવા માટે સમગ્ર ભારતમાં પહેલ કરીને ઇન્ફરમેશન ટેકનોલોજીના સોફટવેર એવા સ્કુલ ડ્રોપઆઉટ ટ્રેકીંગ સીસ્ટમનો મહેસાણા જિલ્લામાં પાઇલોટ પ્રોજેકટ તરીકે પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દશ વર્ષ પહેલાં ગુજરાતમાં ૪૧ ટકા બાળકો પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો નહોતા કરતાં પણ આ દશકના અંતે આજે માત્ર બે-ત્રણ બાળકો જ અભ્યાસ છોડે છે પરંતુ, આ સ્થિતિ પણ બદલવી છે. જેટલાં બાળકો શાળામાં દાખલ થાય તે બધાં જ સો એ સો ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પુરૂં કરે અને આગળ અભ્યાસ માટે પ્રેરિત થાય તેવી સ્થિતિ સુનિヘતિ કરવી છે. ""ડ્રોપઆઉટ ટ્રેકીંગ ઇ-સીસ્ટમ'' ભવિષ્યમાં અભ્યાસ છોડનારા બાળકની કાળજી લેવા શિક્ષક અને વાલીને સજાગ રાખશે. આખા ગુજરાતમાં આ પ્રયોગ શરૂ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.

છેલ્લા નવ-નવ વર્ષથી રાજ્યની આખી સરકારની પૂરી શકિત કામે લગાડીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા કેમ આટલી વિરાટ તપસ્યા કરે છે તેનું સ્પષ્ટ કારણ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આઝાદીના પ૦ વર્ષ દરમિયાન પ્રાથમિક શિક્ષણની એવી તો દુર્દશા કરી છે કે દશકો આખો શિક્ષણને ઊંડા ખાડામાંથી બહાર લાવવા જહેમત ઉઠાવી છે. બીજી અનેક મહત્વની કામગીરી બાજુ પર રાખીને આ સરકારે પ્રાથમિક શિક્ષણને સર્વાધિક પ્રાથમિકતા આપી છે. માત્ર પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ, તેના માધ્યમથી રાજ્યના એકેએક બાળકનો બૌધ્ધિક, માનસિક, શારિરીક વિકાસ થાય એવા સર્વાંગીણ વ્યૂહ સાથે બાળકોના સંસ્કાર, શિક્ષણ અને સ્વસ્થ તન-મન માટે અનેક પહેલ કરી તેની રૂપરેખા તેમણે આપી હતી.

આંગણવાડીનું મહત્વ ઓછું નહી આંકવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું કે કુપોષણ સામેની લડાઇમાં બાલભોગ અને મધ્યાન્હભોજન યોજના બાળકને સશકત બનાવશે.

કન્યા કેળવણી માટે ગ્રામ્ય માતૃશકિતમાં આવેલી જાગૃતિને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે માતા અભણ હોવાથી શરમથી માથું ઢાંકી દે છે પણ, દિકરી અભણ હોવાની શરમ અનુભવે તે હવે મંજૂર નથી.

આપણે પશુ અને ખેતીની જમીનની માવજત કરવામાં કોઇ કચાશ નથી છોડતા તો બાળકની માવજત કરનારા શિક્ષણ માટે ઉદાસિન રહેવું પરવડે એમ જ નથી, એમ તેમણે પ્રેરક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવના અભિયાન વિશે વાંકુ બોલનારાની માનસિકતાને પડકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એકડીયા-બગડીયા બાળકોને ભણાવવાનો (નરેન્દ્ર) મોદીને કેમ આટલો ઉમળકો છે એવી ઇર્ષાથી જેઓ પીડાય છે તેઓ શા માટે પ્રાથમિક શિક્ષણનો આ યજ્ઞ નથી કરતા? (નરેન્દ્ર) મોદી જો પાંચ ગામડામાં જઇને બાળકોને ભણાવવાનું અભિયાન કરતા હોય તો બીજા કોઇપણ એના કરતા વધારે ગામો અને બાળકોની ચિન્તા કરે એ માટે એમને કોણ રોકે છે?

શિક્ષણ ઉત્તમ બને તે માટેની તન્દુરસ્ત સ્પર્ધા કરવી નથી અને, સમાજમાં બાળકના ભવિષ્ય ધડતર માટેનું અભિયાન સફળ થઇ રહ્યું છે ત્યારે રાજકીય નિવેદનબાજી કરવા સિવાય કશું સુઝતું નથી એમ વધેક શબ્દોમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કયા રાજકારણી નેતાએ બાળકની આવતીકાલની ચિન્તા કરી છે? ભૂતકાળમાં સરકારે રાજ કરવા માટે "મત'ની ચિન્તા કરવા બાળકની ઉપેક્ષા કરી તેના પરિણામે, ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહી ગયું પણ, અમને આ કલંકરૂપ સ્થિતિ મંજૂર નથી. અમે તો બાળકના સ્વસ્થ તન, સ્વસ્થ મનની દરકાર કરીશું અને ગુજરાતની સમાજ સંવેદના, સમાજશકિત ઊજાગર કરીને પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવીશું એવો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

ગુજરાતમાં શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્સવનું અભિયાન પુરૂં થયા પછી બીજા સત્રમાં ગુણોત્સવનું અભિયાન હાથ ધરાશે એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ સમાજને આવતીકાલના ધડતર માટે આજના બાળકની કાળજી લેવા હ્વદયસ્પર્શી અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના આ અભિયાનમાં ધારાસભ્યશ્રી ભરતસિંહ ડાભી અને તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી હેમાંગિની દેવી સાથે રહ્યા હતા.

ગામે-ગામ મુખ્યમંત્રીશ્રીના આગમન સાથે બાળ સશકિતકરણના અનેક આગવા આકર્ષણોથી ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું અને ગ્રામ્ય માતૃશકિત વિશાળ સંખ્યામાં જોડાઇ હતી.

Explore More
No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort

Popular Speeches

No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort
Big jump in Ujjwala LPG numbers; 103.3 million in FY24

Media Coverage

Big jump in Ujjwala LPG numbers; 103.3 million in FY24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 18th April 2024
April 18, 2024

From Red Tape to Red Carpet – PM Modi making India an attractive place to Invest