મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આજે કેનેડાના હાઇ કમિશ્નર શ્રીયુત સ્ટુઅર્ટ બેક (Mr. STEWART BECK) ગાંધીનગરમાં લીધી હતી. ગુજરાતમાં મેટ્રો રેઇલ કોચ માટેની વડોદરા નજીક કાર્યરત બોમ્બાર્ડિઅર ટ્રાન્સપોર્ટેશન કંપનીના ચેરમેન અને ચીફ કન્ટ્રી રિપ્રેન્ઝેટેટીવ શ્રીયુત કાટિન માર્ટેલ (Mr. CATTIN MARTEL) તેમજ સિનિયર ટ્રેડ કમિશ્નર શ્રીયુત નિકોલસ લેપેડા (Mr. NICOLAS LEPADE) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કેનેડાનું ડેલીગેશન આગામી ઓકટોબર-ર૦૧૧માં ગુજરાતના પ્રવાસે આવવાનું છે. ગુજરાત ભારતનું ઓટોમોબાઇલ્સ હબ બની રહ્યું છે અને સ્કીલ ડેવલપમેન્ટ હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં અગ્રેસર રહ્યું છે તેની જાણકારી કેનેડાના હાઇકમિશ્નરે મેળવી હતી અને ગુજરાત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના સંદર્ભમાં પણ પરામર્શ કર્યો હતો.