NXT સમિટ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:47 pm
આજે 12 માર્ચનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. 12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ ભારતની સ્વતંત્રતા આંદોલનનું એક ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે આ યાત્રાએ દેશના ખૂણે-ખૂણાને એક લક્ષ્ય સાથે જોડી દીધા હતા અને આ લક્ષ્ય હતું- ભારતની આઝાદી. આજે આ ઐતિહાસિક યાત્રાના લગભગ 100 વર્ષોની આસપાસ આપણે ભારતીયો ફરી એક નવી યાત્રા પર નીકળ્યા છીએ. આ યાત્રા છે- વિકસિત ભારતની યાત્રા. આપણું લક્ષ્ય એક છે, આપણી મંજિલ એક છે - વિકસિત ભારત. અને આ લક્ષ્યની પ્રાપ્તિમાં આવી સમિટ્સમાં થયેલું મંથન, તેમાંથી નીકળેલું અમૃત મોટી ભૂમિકા ભજવે છે. હું આપ સૌનો આભારી છું કે તમે મને નેક્સ્ટ સમિટ માટે આમંત્રિત કર્યો. અહીં દેશમાંથી, દુનિયામાંથી ઘણા બધા સાથીઓ આવ્યા છે, કેટલાક જૂના પરિચિત પણ છે, હું આપ સૌનું અભિનંદન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT સમિટને સંબોધિત કરી
March 12th, 08:30 pm
પ્રધાનમંત્રીએ આજે iTV નેટવર્કની NXT સમિટને સંબોધિત કરી, જે દાંડી કૂચની ઐતિહાસિક વર્ષગાંઠને ચિહ્નિત કરે છે અને ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષ અને વિકસિત રાષ્ટ્ર બનવાના તેના વર્તમાન પ્રયાસો વચ્ચે સમાનતા દર્શાવે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે રીતે 1930ની કૂચએ દેશને સ્વતંત્રતા તરફ એકત્ર કર્યો હતો, તે જ રીતે વર્તમાન વિકસિત ભારત મિશન 140 કરોડ ભારતીયોનું સામૂહિક લક્ષ્ય છે. આજે, તે ઐતિહાસિક મુસાફરીના લગભગ 100 વર્ષ પછી, આપણે ભારતીયોએ ફરી એકવાર 'વિકસિત ભારત' માટે એક નવી મુસાફરી શરૂ કરી છે, પ્રધાનમંત્રીએ કહ્યું.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 10:15 am
એનર્જી વીકના આ નવા સંસ્કરણમાં વિશ્વભરના લગભગ 125 દેશોના પ્રતિનિધિઓ ગોવામાં એકઠા થયા છે. તમે ઊર્જા સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છો. હું આપ સૌનું સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારંભને સંબોધિત કર્યો
January 27th, 10:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે ઊર્જા સપ્તાહના આ નવા સંસ્કરણ માટે ગોવામાં આશરે 125 દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઊર્જા-સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છે અને તમામ સહભાગીઓને આવકાર્યા છે.પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 29th, 01:30 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, સુકાંત મજુમદારજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, સુવેન્દુ અધિકારીજી, અલીપુરદ્વારના લોકપ્રિય સાંસદ ભાઈ મનોજ ટિગ્ગાજી, અન્ય સાંસદો, ધારાસભ્યો, અને બંગાળના મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં રૂ. 1010 કરોડથી વધુના સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
May 29th, 01:20 pm
ભારતમાં સિટી ગેસ વિતરણ (CGD) નેટવર્કના વિસ્તરણ તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં CGD પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા, તેમણે ઐતિહાસિક ભૂમિ અલીપુરદ્વારથી પશ્ચિમ બંગાળના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો અને ભાર મૂક્યો કે તે ફક્ત તેની સરહદો દ્વારા જ નહીં પરંતુ તેની ઊંડા મૂળિયા પરંપરાઓ અને જોડાણો દ્વારા પણ વ્યાખ્યાયિત છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે અલીપુરદ્વાર તેની સરહદ ભૂટાન સાથે વહેંચે છે, જ્યારે બીજી બાજુ આસામ તેનું સ્વાગત કરે છે, જલપાઈગુડીની કુદરતી સુંદરતા અને કૂચ બિહારના ગૌરવથી ઘેરાયેલું છે જે પ્રદેશના અભિન્ન ભાગો છે. તેમણે આ સમૃદ્ધ ભૂમિની મુલાકાત લેવાનો પોતાનો લહાવો વ્યક્ત કર્યો, બંગાળના વારસા અને એકતામાં તેની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી.પ્રધાનમંત્રી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
May 28th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.દેવઘર એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
July 12th, 12:46 pm
બાબાના ધામમાં આવીને દરેકનું મન ખુશ થઈ જાય છે. આજે આપણને સૌને દેવઘરથી ઝારખંડના વિકાસને વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ઝારખંડની આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, આરોગ્ય, વિશ્વાસ અને પર્યટનને ઘણું પ્રોત્સાહન આપશે. આપણે બધાએ લાંબા સમયથી દેવઘર એરપોર્ટ અને દેવઘર AIIMSનું સપનું જોયું છે. આ સપનું પણ હવે સાકાર થઈ રહ્યું છે.PM inaugurates and lays foundation stone of various development projects worth more than Rs 16,800 crores in Deoghar
July 12th, 12:45 pm
PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.લખનઉમાં આઝાદી @75 કોન્ફરન્સ અને એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 10:31 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી અને લખનઉના જ સાંસદ, અમારા વરિષ્ઠ સાથી, શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી હરદીપ સિંહ પુરીજી, મહેન્દ્ર નાથ પાંડેજી, અહિયાના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન કૌશલ કિશોરજી, રાજ્ય સરકારના મંત્રીગણ, સાંસદ, ધારાસભ્યો, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા તમામ આદરણીય મંત્રીગણ, અન્ય તમામ મહાનુભવો અને ઉત્તર પ્રદેશના મારા વ્હાલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
October 05th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ, શ્રી હરદીપ પુરી, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી કૌશલ કિશોર, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં.જયપુરમાં સિપેટ : ઈન્સ્ટિટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 11:01 am
રાજસ્થાનની ધરતીના સપૂત અને ભારતની સૌથી મોટી પંચાયત લોકસભાના કસ્ટોડિયન, આપણાં માનનિય સ્પીકર શ્રીમાન ઓમ બિરલાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ સેખાવતજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, કૈલાસ ચૌધરીજી, ડો. ભારતી પવારજી, ભગવંત ખૂબાજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, નેતા વિપક્ષ ગુલાબચંદ કટારિયાજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીગણ, સાંસદગણ, વિધાયકગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું
September 30th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ સમયે રાજસ્થાનમાં બાંસવાડા, શિહોરી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં નવી મેડિકલ કોલેજો માટે શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ચાર નવી મેડિકલ કોલેજો અને CIPET ઇન્સ્ટિટ્યુટ માટે રાજસ્થાનના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, 2014 પછી, કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાન માટે 23 મેડિકલ કોલેજોને માન્યતા આપવામાં આવી છે અને 7 મેડિકલ કોલેજો કાર્યાન્વિત પણ થઇ ગઇ છે.વિશ્વ પર્યાવરણ દિવસ અંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન
June 05th, 11:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.વૈશ્વિક દીર્ઘકાલિન વિકાસ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 10th, 07:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટનો વિષય છે – ‘આપણા સામાન્ય ભવિષ્યને નવેસરથી પરિભાષિક કરવું: તમામ માટે સલામત અને સુરક્ષિત પર્યાવરણ.’પ્રધાનમંત્રીએ વર્લ્ડ સસ્ટેઇનેબેલ ડેવલપમેન્ટ સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
February 10th, 07:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટનો વિષય છે – ‘આપણા સામાન્ય ભવિષ્યને નવેસરથી પરિભાષિક કરવું: તમામ માટે સલામત અને સુરક્ષિત પર્યાવરણ.’ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, સંબલપુર, ઓડિશાના કાયમી સંકુલના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો
January 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.Bihar’s politics has become ‘people-centric’ since NDA assumed power in the state and centre: PM Modi in Bhagalpur
April 11th, 10:31 am
Prime Minister Narendra Modi addressed a large public meeting in Bhagalpur, Bihar today.