ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મુલાકાતે આવેલા રશિયન કંપની SISTEM GROUP (સીસ્ટેમા ગ્રુપ)ના ચેરમેન શ્રીયુત વ્લાડીમીર એવતુશેન્કોવ (Mr.Vladimir Evtushenkov) ના નેતૃત્વે હેઠળ આવેલા રશિયન કંપનીના બિઝનેસ ડેલિગેશને ગુજરાતમાં ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુયફેકચરીંગ, ઇ-ગવર્નન્સ(માં હાઇટેક સેટેલાઇટ ટેકનોલોજી ટ્રાન્સફર, નેચરલ એન્ડ મેનમેઇડ ડિઝાઇસ્ટર ક્રાઇસીસ મેનેજમેન્ટરનાં સીટી સિક્યોરીટી સીસ્ટમ જેવા ટેકનોલોજી સોલ્યુશન સહિતના ક્ષેત્રોમાં પ્રોજેકટ સ્થાપવા અને સ્થાનિક સહભાગીદારી કરવાની તત્પરતા વ્યકત કરી હતી.
સીસ્ટેકમા ગ્રુપ ફોર્ચ્યુંન ગ્લોબલ-500 માં રેન્કીગ ધરાવે છે અને રશિયાની ટોપ-ટેન કંપનીમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીશ્રીએ રશિયન કંપનીની ગુજરાતમાં સહભાગીતાને આવકારતા ટેકનોલોજી ટ્રાન્સ-ફર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટી સહિત ડિફેન્સ ઓફસેટ મેન્યુજફેકચરીંગની આવશ્યકતા ઉપર ભાર મૂકયો હતો.
શ્રીયુત વ્લાડીમીર એવતુશેન્કોવે ગુજરાતમાં આર્થિક પ્રગતિની અનુભૂતિ થઇ રહી છે તેમ જણાવી ગુજરાતમાં પ્રોજેક્ટી સહભાગીતા માટેની ખૂબ જ ઉત્સુકતા પ્રદર્શિત કરી હતી જેની સફળતા થઇ ભારતમાં તેમની કંપની વધુ મોટા ફલક ઉપર પહોંચવા આતુર છે તેમ જણાવ્યું હતું.