Shri Modi addresses large meeting of party workers in Isanpur area of Ahmedabad.

Published By : Admin | November 19, 2012 | 12:15 IST

મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો, મણિનગર વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, નવા વર્ષ નિમિત્તેના આ સ્નેહમિલનમાં આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આગામી વર્ષ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે, પ્રગતિનું વર્ષ બની રહે અને સાથે સાથે આપ સૌને સંતોષ થાય એવા અનેક વિજયો પ્રાપ્ત કરનારું આપનું નવું વર્ષ બની રહે..!

મિત્રો, લોકશાહીમાં ચૂંટણી એ લોકશાહીનું મોટામાં મોટું પર્વ હોય છે. અને જેમ આનંદ-ઉમંગથી સમાજજીવનના જુદા-જુદા પર્વોની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, એવા જ આનંદ-ઉમંગથી સમગ્ર સમાજે લોકશાહીના પર્વને ઊજવવું જોઈએ. આ લોકશાહીનું પર્વ માત્ર રાજકીય પક્ષો કે તેના કાર્યકર્તાઓ પૂરતું સીમિત ન હોવું જોઈએ, માત્ર છાપાં કે ટી.વી. પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. આ લોકશાહીનું પર્વ જન-જન સુધી પહોંચેલું હોવું જોઈએ. અને એમાંજ લોકશાહીની તાકાત રહેલી છે. લોકશાહી ઉદાસીનતાથી શોભતી નથી, લોકશાહીનું ઘરેણું છે ઉમંગ, ઉત્સાહ, ભાગીદારી... એ લોકશાહીનું ઘરેણું છે..! અને ચૂંટણી એક અવસર હોય છે, સામાન્યમાં સામાન્ય માનવીને આ સમગ્ર પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટેનો એક અવસર આપે છે. અને એટલું જ નહીં, માત્ર 18 વર્ષથી ઉપરના મતદાર માટે જ છે એવું નહીં, નાનાં-નાનાં ભૂલકાંઓ માટે પણ, સમાજ માટે, દેશ માટે બદલાતા જતા પ્રવાહોને જાણવા માટેનો એક અવસર હોય છે. બાળકો સાતમા-આઠમા ધોરણમાં આવે ત્યારે નાગરિકશાસ્ત્ર ભણતાં હોય છે, સમાજશાસ્ત્ર ભણતાં હોય છે, એનાં પ્રત્યક્ષ દર્શન આ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન થતાં હોય છે, એમને એ સમજવા મળતું હોય છે. અને તેથી ભાઈઓ-બહેનો, આ ચૂંટણીનો એક સીમિત અર્થ જે થઈ ગયો છે કે જય અને પરાજય, તે લોકશાહીના સાચા સ્વરૂપને અભિવ્યક્ત નથી કરતો. જય અને પરાજય એની સ્વાભાવિક પરિણતિ છે, પણ સમગ્ર પ્રક્રિયા લોકશાહીને ચેતનવંતી બનાવતી હોય છે અને તેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ચૂંટણી એ માત્ર જય-પરાજયનો હિસાબ નથી, અમારે મન ચૂંટણી એ લોકશિક્ષણનું પણ પર્વ છે. અને જ્યારે લોકશિક્ષણનું પર્વ છે ત્યારે એ લોકોનું પણ શિક્ષણ કરે છે અને સ્વયંનું પણ શિક્ષણ કરે છે.

આપણી સામાજિક રચનાઓ કેવી છે, આપણે જે ભૂ-ભાગમાં કામ કરીએ છીએ એની ભૌગોલિક રચનાઓ કેવી છે, આપણે જે સમાજ માટે કામ કરીએ છીએ એ સમાજની આશા-આકાંક્ષાઓ કઈ છે, આપણે જે સમાજ માટે કામ કરીએ છીએ એની મુસીબતો કઈ છે, એને જાણવાનો-પરખવાનો ચૂંટણી એક અવસર હોય છે. કારણ, આપણે અનેક કુટુંબોમાં જતા હોઈએ છીએ, અનેક લોકોને મળતા હોઈએ છીએ, એમની સાથે નિરાંતે વાત કરતા હોઈએ છીએ અને ઘણીવાર અનેક બાબતો એવી હોય છે જે સહજ રીતે આપણે ધ્યાને નથી આવી હોતી, પણ ચૂંટણીમાં વ્યાપક જન સંપર્ક દરમિયાન અનેક બાબતો આપણા ધ્યાનમાં આવતી હોય છે અને એ જો ટપકાવી લઈએ, નોંધી લઈએ અને ચૂંટણી દરમિયાન શક્ય હોય તો ચૂંટણી દરમિયાન, કારણકે ઘણીવાર આચારસંહિતા નડતી હોય તો કેટલાંક કામો ન પણ થઈ શકે, પણ ચૂંટણી પત્યા પછી યાદ રાખીને એ બાબતો જે ધ્યાને આવી હોય એમાં સામે ચાલીને નિરાકરણ કરીએ, તો આપ કલ્પના કરી શકો છો, એ સામાન્ય માનવીની સમસ્યાની તમે નોંધ લીધી હોય એ સામાન્ય માનવીની લોકશાહી માટેની નિષ્ઠા કેટલી વધી જશે..!

ગુજરાતની વર્તમાન સરકારે એક મહત્વનું કામ કર્યું છે મિત્રો, આ દેશના પોલિટિકલ પંડિતોને એ બધું સમજતાં કદાચ હજુ બે દાયકા જશે, સમજતા હશે તો લખવાનું સાહસ આવતાં કદાચ બે દાયકા જશે અને મોટાભાગના લોકો તો કદાચ નિવૃત્તિની વયે પહોંચ્યા પછી લખશે, જ્યારે નક્કી જ થઈ જાય કે ભાઈ હવે સાચું લખવામાં વાંધો નથી, ત્યારે લખશે..! અને એ બાબત કઈ છે..? મિત્રો, હિંદુસ્તાનમાં જે રીતે રાજનીતિ ચાલી, હિંદુસ્તાનમાં જે રીતે કૉંગ્રેસે પોલિટિકલ કલ્ચર ઊભું કર્યું એના કારણે સામાન્ય માનવીનો રાજનૈતિક વ્યવસ્થા પરથી વિશ્વાસ ઊઠી ગયો, સામાન્ય માનવીની આસ્થાને આંચ આવી અને એના કારણે લોકશાહીના મહત્વના પર્વથી એ વિમુખ થતો ચાલ્યો. એને એમ જ લાગ્યું કે આ હું તો સરકાર બનાવવા જાઉં છું, વોટ આપવા જાઉં છું, પણ આ બધા તો એમના ઘર ભરે છે, આમને ક્યાં પડી છે, પછી ક્યાં મોં બતાવે છે..? અને એમાંથી સમગ્ર દેશમાં એક નિરાશાનું મોજું ફેલાઈ વળ્યું છે. અને આવા નિરાશાના ગર્તમાં ડૂબેલા સમાજજીવનમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એક નવો વિશ્વાસ પેદા કર્યો. એ વિશ્વાસ માત્ર સરકારમાં નહીં, એ વિશ્વાસ માત્ર મોદીમાં નહીં, મુખ્યમંત્રીમાં નહીં પણ એ વિશ્વાસ લોકશાહી નામની આ વ્યવસ્થામાં પેદા થયો. એને ભરોસો પડ્યો કે ના-ના, લોકશાહીનું મહાત્મય છે, જનતાનો અવાજ એમાં પહોંચે છે, જનતાના અવાજનું સામર્થ્ય સ્વીકારવામાં આવે છે, એ એના ધ્યાનમાં આવ્યું. કારણ આ સરકારને એણે જે રીતે જોઈ, આ સરકારની કામગીરી જોઈ, તેને એક વિશ્વાસ બેઠો છે કે ભલે કદાચ આ વિકાસનાં ફળ હમણાં મારા સુધી નથી પહોંચ્યાં, પરંતુ જે રીતે વિકાસ પહોંચી રહ્યો છે, એક દિવસ જરૂર મારા ઘર સુધી પણ પહોંચશે, આ વિશ્વાસ પેદા થયો છે..! પહેલાં તો કોઈપણ યોજના આવે તો પહેલો વિષય એ આવે કે આ ક્યાં ખવાઈ જશે..? કોણ લૂંટી જશે..? બધું ક્યાં જશે...? ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આ સરકારનું મોટામાં મોટું યોગદાન છે કે એણે નિરાશાની ગર્તમાં ડૂબેલા હિંદુસ્તાનની અંદર એક વિશ્વાસ પેદા કર્યો છે કે આ જ ભારતનું બંધારણ, આ જ ભારતની લોકશાહી પદ્ધતિઓ, આ જ ફાઈલો, આ જ સરકાર, આ જ સરકારી કર્મચારીઓ, એ નીતિ-નિયમો બધું એ હોવા છતાંય દુનિયા બદલી શકાય છે, સામાન્ય માનવીની ઇચ્છાઓની પૂર્તિ કરી શકાય છે, એ પુરવાર કરવાનું કામ આ અગિયાર વર્ષની અખંડ તપશ્ચર્યામાંથી પેદા થયું છે. અને પરિણામે પ્રજાને વિશ્વાસ પેદા થયો છે. નહીં તો જે રીતે દિલ્હીમાં બધું ચાલે છે તો કોઈને ઇચ્છા થાય કે ભાઈ ચાલો હવે આમનું કંઈક કરીએ, થાય ઇચ્છા..? આમના માટે, આ બધું કરવા માટે..? આ સામાન્ય માનવીના મનમાં પ્રશ્ન ઊઠે અને ગુજરાતની બાબતમાં..? ના-ના ભાઈ, અમારું ગુજરાત તો...! એવો અનુભવ આવે છે કે નહીં બધે, જ્યાં જાવ ત્યાં અનુભવ આવે છે ને? ગુજરાત બહાર જાવ તો પણ એ જ અનુભવ આવે છે ને? ભાઈઓ-બહેનો, આ આશા, વિશ્વાસ, શ્રદ્ધા એ અગિયાર વર્ષની તપશ્ચર્યામાંથી પેદા થયું છે અને આ નાનુંસૂનું યોગદાન નથી મિત્રો, લોકશાહીમાં આસ્થા પુન:સ્થાપિત થાય એ ઘટના જ બહુ મોટી છે.

ભાઈઓ-બહેનો, આ ચૂંટણી પ્રજા સાથે નિકટ જવાનો એક અવસર હોય છે, એ જ રીતે આપણા સંગઠનનો વિસ્તાર કરવા માટેનો પણ અવસર હોય છે, સંગઠનનો વિકાસ કરવાનો પણ અવસર હોય છે. આયોજન કેવી રીતે કરવું, ટીમ-સ્પિરિટ કેવી રીતે પેદા કરવી, કામની વહેંચણી કેવી રીતે કરવી, કામનું મૉનિટરીંગ કેવી રીતે કરવું, સમયબદ્ધ કામ કેવી રીતે પૂરાં કરવાં... કેટલા બધા, લાખો લોકો કામે લાગતા હોય છે અને એના કારણે રાજનૈતિક ક્ષેત્રના કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે, એનો વિકાસ થતો હોય છે. કોઈ વિશાળ કુટુંબ હોય અને દર વર્ષે ઘરમાં કોઈને કોઈ લગ્ન આવતું હોય, દર વર્ષે કોઈનું ઘરમાં મરણ આવતું હોય, દર વર્ષે કોઈ સારો-નરસો પ્રસંગ આવતો હોય તો તમે વિશાળ કુટુંબનું જોયું હશે, એ કુટુંબના બધા જ લોકોને મૅનેજમેન્ટમાં માસ્ટરી આવી ગઈ હોય. એટલી બધી ચીજો એમને આવડતી હોય, કારણકે કુટુંબમાં દર વર્ષે કંઈને કંઈ આવ્યા જ કરતું હોય, કુટુંબ પોતે તૈયાર થઈ ગયું હોય. પણ જેના કુટુંબમાં વીસ વર્ષે એક લગ્ન આવ્યું હોય, તો કોઈ પૂછવા જાય કે ભાઈ શું કરવાનું, તો ભૂલી ગયા હોય..! ભાઈઓ-બહેનો, એમ ચૂંટણીમાં કામ કરવાથી સાથે મળીને કેમ કામ કરાય, તદ્દન નવા સાથીઓ સાથે પણ કેવી રીતે મિલી-ઝૂલીને કામ કરાય એનું એક શિક્ષણ થતું હોય છે. લોકસંગ્રહ માટેનો કોઈ ઉત્તમ અવસર હોય તો રાજનૈતિક જીવનમાં બે હોય છે : એક જન-આંદોલન અને બીજું ચૂંટણી. પણ જ્યારે આપણે સત્તા પક્ષમાં હોઈએ ત્યારે જન-આંદોલનનો અવકાશ જ નથી હોતો. પછી આપણે માટે ઘડતર માટેનો મોટામાં મોટો અવસર હોય છે ચૂંટણી. તો ભાઈઓ-બહેનો, હું મણિનગરના કાર્યકર્તાઓ પાસે ચૂંટણી કેમ જીતવી એની ચર્ચા કરવા નથી આવ્યો. એ કદાચ મારા કરતાં પણ તમે સારી રીતે જાણો છો. હમણાં રાકેશભાઈ કહેતા હતા કે સૌથી વધારે લીડથી જીતાડીએ. એવું કરીએ આપણે સ્પર્ધા કરીએ, એક બાજું હું અને એક બાજુ મણિનગરના કાર્યકર્તાઓ. હું 181 સીટ પર વધુમાં વધુ લીડ લાવવા માટે મહેનત કરું, તમે એક સીટ ઉપર કરો..! હું કોશિશ કરું 181 તમારા મણિનગર કરતાં આગળ નીકળી જાય અને તમે કોશિશ કરો કે 181 કરતાં મણિનગર આગળ નીકળી જાય..! મારી જવાબદારી 181 ની, તમારી જવાબદારી એકની. મિત્રો, મને વિશ્વાસ છે કે તમે ધારોને તો આ સ્પર્ધામાં વિજેતા બની શકો એવા છો. મને તમારામાં ભરોસો છે, મિત્રો. તમે લોકો રાજનૈતિક દલમાં કેવી રીતે આવ્યા એનો જરા વિચાર કરજો. મોટાભાગના લોકો રાજકીય પક્ષમાં કેવી રીતે આવ્યા હશે? કાં તો કોઈ આંદોલન ચાલ્યું હશે, યા કોઈ જાહેરસભા હશે, અને તમે નાના હશો ને કોઈએ કહ્યું હશે કે ચાલ, આપણે જઈને આવીએ અને આંદોલનમાં જોડાયા હશો..! કોઈ સભામાં ગયા હશો, કોઈક તમને લઈ ગયું હશે..! અને પછી આ પહેલો જે દરવાજો તમે ખોલ્યો હશે, ધીરે ધીરે ધીરે ધીરે એ મહેલમાં તમે અંદર પ્રવેશતા ગયા હશો, એમ કરતાં કરતાં પાર્ટીની વ્યવસ્થામાં જોડાઈ ગયા હશો અને એમાંથી તમે કાર્યકર્તા બન્યા હશો. મોટાભાગના લોકોનું આવું થયું હોય છે. કોઈ મોટાં પાર્ટીનાં પુસ્તકો વાંચ્યા હોય, ને બધાં ભાષણો સાંભળ્યાં હોય, અને પછી તમે નક્કી કર્યું હોય કે ભાઈ અહીંયાં જવાય કે ના જવાય, એવું કર્યું હતું...? કોઈક તમને લઈ ગયું હોય. મિત્રો, એવા અવસર હોય છે. આંદોલન હોય, આપણે ગયા હોઈએ તો જોડાઈ ગયા હોઈએ, પછી એ બધાની જોડે મજા આવે આપણને અને પછી વર્કર બની જઈએ. એમ આ ચૂંટણી પણ ખૂબ લોકોને જોડવા માટેનો અવસર હોય છે. તમે જુઓ મહાત્મા ગાંધીજીની લોકસંગ્રાહક તરીકે હું એમ કહીશ કે ગઈ સદીના અગર કોઈ મહાન લોકસંગ્રાહક હતા તો પૂજ્ય મહાત્મા ગાંધી હતા. એમની પાસે એવી અદભૂત શક્તિ હતી લોકોને જોડવાની અને તૌર-તરીકા કેવા હતા? એક આંદોલન ચલાવે, આંદોલન ચલાવે, જનજુવાળ ભેગો થાય, ઊભું થાય, અંગ્રેજ સલ્તનત હલી જાય અને પછી આંદોલન કંઈ લાંબો સમય તો એકધારું ચાલ્યા ન કરે, પછી પાછો એમાં વિરામ આવે, અને જેવો વિરામ આવે તો એ આંદોલનમાં જેટલા જોડાએલા હોય ને એ બધાને ભેગા કરી લે. છ મહિનાનો માનો કે વચ્ચે વિરામ આવ્યો હોય તો કોઈને સફાઈના કામમાં લગાવી દે, કોઈને ખાદીના કામમાં લગાવી દે, એમ કરીને પાછું આખું પોતાનું વર્તુળ મોટું કરે. ફરી પાછું છ મહિના પછી એક બીજું આંદોલન ઊભું કરે, ફરી નવા લોકો જોડાય, ફરી એ બધાને ગોઠવી દે. આમ સતત પ્રક્રિયા ચલાવતા હતા ગાંધીજી અને પોતાના આચાર-વિચારને અનુરૂપ જીવન જીવનારાઓની સંખ્યા વધારતા જતા હતા. ભાઈઓ-બહેનો, આ ચૂંટણી એવી છે કે જેમાં આપણે નક્કી કર્યું છે કે આજે આ એક પોલિંગ બૂથમાં અત્યારે વીસ લોકો કામ કરે છે, આ ચૂંટણીમાં પચાસને કામ કરતા કેવી રીતે કરવા? અને ખાલી ચૂંટણી પૂરતા નહીં, એ કાયમી રીતે આપણી કંઠી બાંધીને કામે કેવી રીતે લાગી જાય એની ચિંતા કરવી જોઇએ. પક્ષના વિસ્તાર માટે આ એક મોટામાં મોટો અવસર હોય છે, મોટામાં મોટો મોકો હોય છે, એને જતો ન કરવો જોઇએ. અને તેથી મારે મન લોકશાહી અને ચૂંટણીનું પર્વ એ કાર્યકર્તાના વિકાસ માટે અને સંગઠનના વિસ્તારને માટે એક અમૂલ્ય તક હોય છે. અને તેથી આપણે ચૂંટણી લડતી વખતે માત્ર જીત-હારના સંદર્ભમાં નહીં, પણ વિસ્તાર અને વિકાસના સંદર્ભમાં પણ આપણે કામ કરીએ. તમે જો જો એના કારણે તમને એક નવી શક્તિ મળશે, અનેક શક્તિશાળી લોકો તમને મળશે અને જે જે લોકો મળેને, ડાયરીમાં નામ નોંધતા જવા જોઇએ, ચૂંટણી પૂરી થયા પછી બધાને એકત્ર કરવા જોઇએ, અભિવાદન તો કરીએ પણ સાથે સાથે એમના અનુભવોની આપ-લે કરીએ, આપણું સંગઠન વિકસતું હોય છે. અને તેથી ભાઈઓ-બહેનો, મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એ માત્ર જય કે પરાજય માટે, એક સીમિત ક્ષેત્ર માટે નથી, અમારે મન આ લોક-શિક્ષણનું પર્વ છે, અમારે મન આ જન-સંપર્કનું પર્વ છે, અમારે મન રાજનૈતિક સિસ્ટમમાં નવજવાન લોકો વધુમાં વધુ આવે એના માટેનું પર્વ છે, અને એનો વિચાર કરવો જોઇએ.

ભાઈઓ-બહેનો, આપ વિચાર કરો આ ચૂંટણીમાં કેવા બે ભેદ છે. ભારતીય જનતા પાર્ટી પર આરોપ થાય તો કયો થાય છે? આપણા ઉગ્રમાં ઉગ્ર વિરોધી લોકો પણ આરોપ શું કરે છે? કે તમે કહ્યું હતું દસ કિલોમીટરનો રોડ બનાવવાનું, પણ આઠ જ કિલોમીટર બન્યો છે, મોદી બે કિલોમીટરનો જવાબ આપે... આવા જ પ્રશ્નો આવે છે ને..? આપણી ઉપર આરોપો કેવા થાય છે? તમે કહ્યું હતું કે 500 સ્કૂલ ખોલીશું, પરંતુ તમે 350 ખોલી, મોદી 150 નો જવાબ આપે, એ જ આવે છે ને..? અને દિલ્હી સરકારને પ્રશ્નો પૂછે તો લોકો શું પૂછે છે? દિલ્હી સરકારને શું પૂછે છે કે 1,76,000 કરોડનું કરી નાખ્યું છે, જવાબ આપો..! રમત-ગમતના કાર્યક્રમો, કૉમનવેલ્થ ગેમ, એમાંથી લૂંટી લીધું, જવાબ આપો..! ભાઈઓ-બહેનો, આ બે બાબતો સમજવા જેવી છે. આપણા વિરોધીઓ પણ આપણી ઉપર આરોપ કરે છે તો શેના સંદર્ભમાં કરે છે? વિકાસના સંદર્ભમાં કરે છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટી પાસે આ દેશ વિકાસની તો આશા જ નથી રાખતો. કોઈ કૉંગ્રેસવાળાને તમે પૂછ્યું ભાઈ કે ચલો બોલો, આ પાંચ વર્ષમાં તમે કેટલા કિલોમીટર રેલવે વધારી? પૂછ્યું કોઈ દિવસ..? ખબર જ છે કે ત્યાં કશું થવાનું જ નથી, પૂછે જ નહીં લોકો..! લોકો આટલું જ કહે કે કેટલું ઘરભેગું કર્યું ભાઈ, તમે કેટલા ભર્યા, બતાવો. આ જ પૂછે ને..? જુઓ સાહેબ, આ કૉંગ્રેસની આબરૂ છે અને વિકાસની વાત એ આપણી આબરૂ છે. સામાન્ય માનવી પણ આપણી જોડે વિકાસની વાત કરે છે, એને વિકાસની વાતમાં રસ પડ્યો છે. હમણાં દિવાળી પછી કાંકરિયા જે રીતે ઊભરાય છે, મને અનેક લોકો ફોન કરીને કહેતા હોય છે કે સાહેબ, આ તમે બહુ સારું કર્યું, નહિંતર મધ્યમવર્ગના માનવીએ ક્યાં જવું, કોઈ જગ્યા જ નહોતી. ક્લબોમાં જવાના તો પૈસા ના હોય અમારી પાસે, આ અમારું કાંકરિયું રળિયામણું થઈ ગયું, બહુ સારું થઈ ગયું..! ભાઈઓ, વિકાસ સામાન્ય માનવીને કેવી રીતે કામમાં આવે, સામાન્ય માનવીને પોતીકાપણું કેમ લાગે એ રીતે આપણે વિકાસ કર્યો છે અને એનો લાભ જન-જન સુધી પહોંચાડવા માટેની મથામણ કરી છે. રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને એ વખતે એમનો વિજય-વાવટો એવો ફરકતો હતો, એવો ફરકતો હતો કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કૉંગ્રેસ પાર્ટી સિવાય કોઈ હતું જ નહીં, એક જ પાર્ટીનું એકચક્રી શાસન હતું બધે, નીચે-ઉપર કૉંગ્રેસ સિવાય કોઈ હતું જ નહીં, આટલો મોટો વિજય-વાવટો ફરકી ગયો હતો..! અને એવે વખતે એમણે એક વાત કહી હતી. આ કોઈ ભાજપવાળાએ નહોતી કહી, કૉંગ્રેસ પાર્ટીના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહી હતી. એમણે કહ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે, ગામડાંમાં જતાં-જતાં પંદર પૈસા થઈ જાય છે..! આપણે તો હતા નહીં એ વખતે, આપણી તો પાર્ટીએ ક્યાંય નહોતી. બધા એમના જ હતા, નીચે-ઉપર બધા એમના જ હતા. એમનો જ પંજો આ રૂપિયા ઘસતો હતો, રૂપિયાના પંદર પૈસા કરી નાખતા હતા. પણ એમને ઉપાય જડ્યો નહીં, એમને ઉપાય જડ્યો નહીં કે ભાઈ, આ રૂપિયાના પંદર પૈસા થઈ જાય છે..! તમે રોગ શું છે એ તો કહ્યું, પણ આનો ઉપાય તો કહો..! ભાઈઓ-બહેનો, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એનો ઉપાય શોધી કાઢ્યો. ગાંધીનગરથી રૂપિયો નીકળે તો ગરીબના ઘરે પહોંચે ત્યારે સોએ સો પૈસા પૂરા પહોંચે એનો પ્રબંધ કર્યો. અને એના કારણે શું થયું? ગરીબનું તો ભલું થયું, પણ પેલા વચેટિયાઓનું શું? પાંત્રીસ-પાંત્રીસ વર્ષથી આ કામમાં જોડાએલા લોકો બેરોજગાર થઈ ગયા, એટલે ભૂરાટા થયા છે. આ અકળામણ પેલી કટકી બંધ થઈ ગઈને એની છે..! એના કારણે એમને એમ થાય છે. બીજી બાજુ, આ ગુજરાત ગરીબ રાજ્ય હોત ને તો કૉંગ્રેસ આવી મથામણ જ ના કરત કે ભાઈ, અહીંયાં શું લેવાનું...? શું કરવાનું...? આ તો અહીંયાં તિજોરી બરાબર આમ તરબતર છે ને એટલે આ બાજુ ડોળો છે, કોઈનું ભલું-બલું નથી કરવું, ભાઈ. આ તિજોરી તરબતર છે ને એટલા માટે આ બધું ચાલે છે..! પણ કૉંગ્રેસના મિત્રો લખી રાખે, આ ગુજરાતની જનતા તમને બરાબર ઓળખી ગઈ છે, અંગૂઠાથી માથા સુધી બરાબર તમને ઓળખે છે, અંદરથી બહારથી બધું ઓળખે છે અને એટલે જ વીસ-વીસ વર્ષ થઈ ગયાં, તમારો પત્તો પડતો નથી. તાલુકા પંચાયતમાં નહીં, જિલ્લા પંચાયતમાં નહીં, નગરપાલિકામાં નહીં, ગ્રામ પંચાયતમાં નહીં, ગાંધીનગરનો તો સવાલ જ નથી..! તમે મને કહો ભાઈ, કે તમે કોઈના ત્યાં એક વાર, બે વાર જાવ ને જાકારો આપે તો બીજી વાર જાવ, ભાઈ? જાવ..? આમની જાડી ચામડી જુઓ, જાડી ચામડી. આ પ્રજાએ પાંચ-પાંચ વખત જાકારો આપ્યો તોય આવીને ઊભા થઈ જાય છે, બોલો..! અરે, સ્વમાન જેવી કોઈ ચીજ છે કે નહીં..? કોઈ માન-મરતબો, મોભો કશું જ નથી, કંઈ જ નથી. ભાઈઓ-બહેનો, પ્રજા આટઆટલો જાકારો આપે, પ્રજા આટઆટલો ધૂત્કાર કરે, પણ એ પ્રજાની લાગણી સમજવા તૈયાર નથી. એમનો એજન્ડા પ્રજાના મન પર ફીટ કરવા માટે એ કારસા રચવા ટેવાઈ ગયા છે. એમણે વોટબેંકની રાજનીતિ ચલાવી, ગુજરાતે વિકાસની રાજનીતિ ચલાવી. કૉંગ્રેસને હતું કે એ જે રસ્તે જાય છે, ભાજપવાળા પણ એ જ રસ્તે આવશે. અને અમે તો એમાં પાવરધા છીએ, ભાજપવાળા પહોંચી નહીં વળે. અને અહીં જે ભૂલા પડ્યા, અહીં જ ભૂલા પડ્યા. એમને ખબર જ નહોતી કે ભારતીય જનતા પાર્ટીની પોતાની જુદી દિશા છે, જુદા તૌર-તરીકા છે, એની નીતિ જુદી છે, એની રીતિ જુદી છે, એનો એમને અંદાજ નહોતો અને એના કારણે એ આપણને અનુસરી શકતા જ નથી મિત્રો, અનુસરી શકતા જ નથી. હવે કેટલાક નાના-મોટા આમ ડાયલૉગ ઊઠાવે, પણ એમાં અંદરથી ન નીકળે. હવે કૉંગ્રેસવાળાએ છ કરોડ ગુજરાતી બોલતા થઈ ગયા છે. પણ એમને ના ફાવે આ, કારણકે અત્યાર સુધી બધાના ભાગલા જ પાડ્યા હોય, જાતિ-જાતિઓને જુદી કરી હોય, કોમ-કોમને જુદી કરી હોય, મહોલ્લા-મહોલ્લાને જુદા કર્યા હોય, એ જ કર્યું હોય એમણે. હવે બધું ભેગું કરીને બોલવામાં તકલીફ પડે એમને. હમણાં ગીતો લખાવડાયાં છે એમણે, એમાં છ કરોડ ગુજરાતી બોલાય છે. હશે, આટલું તો શીખ્યા..! એમને ચારો જ નથી ભાઈ, ગુજરાતની જનતાનો વિશ્વાસ એમણે પ્રાપ્ત કરવો હશે તો વોટબેંકની રાજનીતિ એમણે છોડવી પડશે, વિકાસની રાજનીતિ માથે ચઢાવવી પડશે, ત્યાં સુધી ગુજરાતની જનતા એમની સામે જોવા પણ તૈયાર નથી. બરબાદ કરી મૂક્યો દેશને, મિત્રો. ભાઈઓ-ભાઈઓને લડાવવાનું.

ભૂતકાળમાં શું દશા હતી? દસ વર્ષમાં ત્રણ વર્ષ રથયાત્રાની જોડે કર્ફ્યૂ આવતો હતો કે નહીં, ભાઈ? દસ વર્ષમાંથી ત્રણ વખત કર્ફ્યૂ આવે કે ના આવે? હુલ્લડો, તોફાનો એ તો જુદા પાછાં..! એ તો ક્રિકેટની મેચનોય કર્ફ્યૂ..! આ જ ચાલતું હતું ને? કારણકે એમનું રાજકારણ જ એના ઉપર હતું બધું, એમની દુકાન જ આનાથી ચાલતી હતી. હવે આ બધું બંધ કરી દીધું. કર્ફ્યૂ નહીં, ચક્કાબાજી નહીં, હુલ્લડો નહીં, તોફાનો નહીં, બધું સુખ-શાંતિથી ચાલે. એમને અકળામણ થાય એ આ બધું શાંતિથી કેમ ચાલે છે? બસો કેમ બળતી નથી? એમને આ તકલીફ છે બોલો, બસો કેમ બળતી નથી..! તમે વિચાર કરો, આપણાં બી.આર.ટી.એસ.નાં બસ સ્ટેશન કેટલાં સરસ બન્યાં છે. કોઈ નાગરિક એનો એકેય કાચ તોડે છે? કોઈ નાગરિક એનો એકેય પેલો થાંભલો તોડે છે? પ્રજામાનસમાં કેવો બદલાવ આવ્યો છે આ એનું ઉત્તમ ઉદાહરણ છે. નહીં તો પહેલાં, પેલાં ખપાટિયાં જેવાં બસ-સ્ટેશન હતાં તોય તમે જો જો બે મહિનામાં તોડી નાખ્યાં હોય છોકરાંઓએ, તોડીને નીચે સુવાડી દીધાં હોય અને પોલીસ દંડા મારતી હોય. સુખ-ચેનની જિંદગી જ નહોતી, મિત્રો..! હવે શું ગુજરાતની જનતા એ દિવસો પાછા લાવે? ના-ના, એ કંઈ આવવા દે? આવી મુસીબતોની દોજખ જેવી જિંદગી જીવવાનું કોઈ પસંદ કરે..? કૉંગ્રેસના મિત્રો, તમે એવાં પાપ કર્યાં છે, એવાં પાપ કર્યાં છે, આ ગુજરાતની જનતા તમને ક્યારેય માફ નથી કરવાની, ક્યારેય નહીં..!

ભાઈઓ-બહેનો, આ ચૂંટણીમાં માણસ જ્યારે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, ત્યારે શું કરે? ગંદવાડ કરે, કીચડ ઊછાળે અને કૉંગ્રેસે તો એક ‘ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટ’ બનાવ્યું છે અને આ ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટનું એક જ કામ છે કે આ ચૂંટણીમાં ગંદવાડ કરવાનો, ચરિત્રહનન કરવાનું, ગંદું સાહિત્ય છાપવાનું, ગંદી વાતો કરવાની... એમણે નક્કી કર્યું છે અને એના માટે કરોડો રૂપિયાનાં બજેટ ફાળવ્યાં છે. લોકશાહીને કલંક લાગે એવા તૌર-તરીકાના એમના કારસા રચ્યા છે. શું કૉંગ્રેસના લોકો એમ માને છે કે ચરિત્રહનનની આ પદ્ધતિથી એ ગુજરાતની જનતાનાં દિલ જીતી લેશે..? શું એ લોકશાહીની અંદર શોભાવૃદ્ધિ કરશે..? કૉંગ્રેસના મિત્રો, કદાચ એકાદ બે મહિના તમને આનો અનંદ આવશે, વિકૃત આનંદ આવશે, પરંતુ ગુજરાતની લોકશાહીની પરંપરાને અકલ્પ્ય નુકશાન થશે, કોઈનું ભલું નથી થવાનું. અરે આવો, ખુલ્લેઆમ ચર્ચા કરો, તમારી વાત તમે મૂકો, અમારી વાત અમે મૂકીએ, નિર્ણય જનતા જનાર્દન કરે..! પણ કૉંગ્રેસ એટલી હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે કે એનામાં સાચી ચર્ચા કરવાનું સામર્થ્ય નથી રહ્યું, પોતાની વાત મૂકવાની શક્તિ નથી રહી. એમને અપપ્રચાર, જૂઠાણાં, ચરિત્રહનન આ જ પ્રવૃત્તિઓ કરવા સિવાય કોઈ રસ નથી. સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો..! તમે કલ્પના કરો ભાઈ, તમે જો ગુજરાતને પ્રેમ કરતા હો અને ગુજરાતમાં કોઈ સારી બાબત બનતી હોય તો તમે એના વિરુદ્ધ કોઈ કાવાદાવા કરો? જરા કહો તો ભાઈ, કરો? કોઈ કરો તમે? કલ્પનાય કરી શકો? આ કૉંગ્રેસે કેવું કર્યું કે આપણે હમણાં 2009 માં અને 2011 માં ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વૅસ્ટર્સ સમિટ’ કર્યું. દુનિયાભરના લોકો મૂડીરોકાણ માટે ગુજરાત આવે, આપણી મથામણ છે કે ભાઈ અમારા ગુજરાતમાં ઉદ્યોગ-ધંધા આવે અને અમારા જવાનિયાઓને રોજગાર મળે, આ અમારી મથામણ છે. એમણે શું કર્યું? અધિકૃત રીતે કૉંગ્રેસે કરેલું પાપ કહું છું તમને. વિરોધ પક્ષના નેતાએ ભારત સરકારને પત્ર લખ્યો કે ઇન્કમટૅકસ ડિપાર્ટમેન્ટને કહો કે આ ગુજરાતમાં જે મૂડીરોકાણ કરવા આવે છે એને નોટિસો ફટકારીને એમના પર પગલાં લે. આવું પાપ કરે કોઈ, ભાઈ? ના-ના, ગુજરાતનું ભલું થતું હોય તો એના આડે આવે કોઈ? અને આડે આવે એને ગુજરાત પ્રેમ કહેવાય? આવા લોકોને ગુજરાતના વિરોધીઓ જ કહેવાયને? આ ગુજરાત વિરોધીઓને ગુજરાત સોંપાય? જરા ખોંખારીને બોલો, સોંપાય..? તમને આશ્ચર્ય થશે, મિત્રો. ગુજરાત કૉંગ્રેસના નેતાઓના કહેવાથી દિલ્હીમાં બેઠેલી સરકારે ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આવનાર વેપારીઓને, ઉદ્યોગકારોને ઇન્કમટૅકસની નોટિસો મોકલી અને જો ગુજરાતમાં આવીને કંઈ કરો તો ઇન્કમટેક્સની રેડ પડ્યા ભેગી છે. શું આ ગુજરાતની જનતા પર વેરઝેર કરવાનું તમારે? અને હું આ દિલ્હીવાળાને કહી કહીને થાક્યો કે ભાઈ, તમને મારી સામે વાંધો છે ને, મને ફાંસીએ લટકાવી દો. પણ આ ગુજરાતની જનતાને શું કરવા દુ:ખી કરો છો? છ કરોડ ગુજરાતીઓ પર શું કરવા જુલ્મ કરો છો? રેડ પાડે ઇન્કમટૅકસની તો ગુજરાતીઓ પર. તમે જોયું હમણાં દિવાળીમાં તો આમ જાણે કારોબાર ઊભો કરી દીધો હતો..! કોના ઇશારે કરતા હતા એ તો બધી ખબર પડે જ છે. આ પ્રવૃત્તિઓ કરવાની છે તમારે? કોઈ સંવૈધાનિક સંસ્થા એવી નથી, સરકારનું કોઈ એવું ડિપાર્ટમેન્ટ નથી દિલ્હીનું કે જેને ગુજરાતની પાછળ ન લગાડ્યું હોય, ગુજરાતનું ભૂંડું કેવી રીતે થાય એના માટે એને કામ ન સોંપ્યું હોય એવું એક ડિપાર્ટમેન્ટ નથી..! ભાઈઓ-બહેનો, આ દિલ્હી સરકારની આટલી બધી તાકાત, ભલભલાને પીંખી નાખે એવી તાકાત એમની સરકાર પાસે હોય છે. આ તો ગુજરાત સત્ય અને નેકીના આધારે ઊભું છે એટલે એનો વાળ વાંકો નથી થતો દોસ્તો, વાળ વાંકો નથી થતો. નહીં તો ગુજરાતને ક્યારનું પીંખી નાખ્યું હોત આ લોકોએ. તમને યાદ હશે, 2004 માં પહેલીવાર એમની સરકાર બનીને અને કૉંગ્રેસની દિલ્હી સરકારનું પહેલું નિવેદન શું આવ્યું હતું, યાદ છે? બીજા જ દિવસે, બીજા જ દિવસે કેન્દ્ર સરકારના મંત્રીએ નિવેદન કર્યું હતું કે અમે 356 ની કલમ લગાવીશું અને મોદીને અમે ઘરભેગો કરીને જેલભેગો કરીશું, આવું કહ્યું હતું કે નહીં? શું થયું, ભાઈ? આ ઊભો..! હવે તો બોલતા નથી, સમજી ગયા છે કે આમાં કંઈ મેળ પડે એમ નથી. પણ આપ વિચાર કરો કે પહેલો વિચાર આવો આવે..? નહિંતર વિચાર એવો આવવો જોઈતો હતો કે હવે અમારી દિલ્હીમાં સરકાર બની છે, અમે જુદાં જુદાં રાજ્યો માટે આ કામ કરીશું, એમાં ગુજરાત માટે પણ આ કામ કરીશું..! પણ ના, પહેલો વિચાર આ આવ્યો, ગુજરાતને પાડી દઈશું..! કેટલું મોટું ગુજરાત વિરોધી વલણ હશે એનો તમે અંદાજ કરી શકો છો. મિત્રો, ગુજરાતની જનતા કૉંગ્રેસના મિત્રોની આંખમાં કણાની જેમ ખૂંચે છે. એમનું ચાલેને તો તમે ગુજરાતી નામથી રેલવે રિઝર્વેશન કરાવો તો એ પણ કૅન્સલ કરી નાખે. ગુજરાતી છો ને, નો ટિકિટ, જાઓ..! આવું કરે. અનેક ચીજો એવી કરે છે. આપણા મણિનગરમાં પાઈપલાઈનથી ગેસ નાખવાનું કામ ચાલતું હતું ને, ઘણા બધાં ઘરોમાં ગેસ પહોંચ્યો છે. ભારત સરકારને થયું કે આ બધું જો ચાલ્યું, તો અમારું શું..? બોલો, એમણે ફતવો બહાર પાડ્યો કે મોદીને પાઈપલાઈન નાખવાનો અધિકાર જ નથી, આવી જાવ..! ભાઈ ગુજરાત અમારું, પ્રજા અમારી, આ પ્રજાએ ચૂંટેલી સરકાર એમની અને એ પાઈપલાઈન ના નાખી શકે..? આનાથી વધારે ગુજરાત વિરોધ કયો હોઈ શકે, મને કહો તો..! ધરાર આ પાપ કર્યું એમણે, કોઈ શરમ નહીં..! મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે, લડાઈ લડું છું. આજ નહીં તો કાલ વિજય મેળવીને રહીશ, દોસ્તો. પણ આવાં તો હું સેંકડો ઉદાહરણ આપું તમને..!

આપ વિચાર કરો, વિધાનસભા શેના માટે છે, ભાઈ? કાયદા ઘડવા માટે. આ ગુજરાતની જનતાએ બે તૃતીયાંશ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને બેસાડ્યા છે, તો કાયદા ઘડવાનો અધિકાર એમનો ખરો કે નહીં? અમને સમજણ પડે, જે ઠીક લાગે તે અમે કાયદો ઘડીએ, જો ખોટા ઘડીશું તો જનતા અમને કાઢી મૂકશે..! આપણે એક કાયદો ઘડ્યો, આતંકવાદ સામે, ગુંડાગર્દી સામે ગુજકોકનો કાયદો બનાવ્યો, જેથી કરીને આ પાંચમી કતારિયા પ્રવૃત્તિ, હિંસાની પ્રવૃત્તિ, એ બધું રોકી શકાય. કાયદો કડક બનાવવા માટે. ગુજરાતની વિધાનસભામાં પાંચ વખત કાયદો પસાર કર્યો પણ દિલ્હી જાય એટલે રોકી દે એને, થપ્પો મારે જ નહીં. એવો જ કાયદો મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્રની કૉંગ્રેસ સરકાર એવા કાયદાનો અમલ કરે છે પણ અહીં ભાજપ છે, ગુજરાત છે, પાકિસ્તાન અમારા પડોશમાં છે, પણ અમને કાયદો નહીં કરવા દેવાનો..! કેમ ભાઈ, ગુજરાતના નાગરિકોની સુરક્ષાની જવાબદારી નથી અમારી? શું ગુજરાતના નાગરિકોને બૉમ્બ બ્લાસ્ટ અને બૉમ્બ ધડાકામાં મરવા દેવાના છે? શું આતંકવાદીઓને પગ પેસારો કરવા દેવાનો છે? નકસલવાદને ઘૂસવા દેવાનો છે? પણ એમને, એમને તો બસ આ ગુજરાતની જનતા એમને જીતાડતી કેમ નથી, એને બસ પરેશાન કરો, થાય એટલી પરેશાન કરો..! આ જ એમની પ્રવૃત્તિ છે.

ભાઈઓ-બહેનો, દિલ્હીની સરકાર, કૉંગ્રેસ પાર્ટી, ગુજરાતને બરબાદ કરવાનો, તબાહ કરવાનો એક મોકો જતો નથી કરતી, એક મોકો નહીં. અને આવા વિપરીત વાતાવરણમાં આપણે કામ કર્યું છે, વિપરીત વાતાવરણમાં. અને એ વિપરીત વાતાવરણમાં કામ કરીને આજે આખી દુનિયામાં મિત્રો વિકાસની વાત આવે એટલે ગુજરાતની ચર્ચા થાય. ગુજરાતની ચર્ચા થાય તો વિકાસની વાત આવ્યા વિના રહે નહીં એ સ્થિતિ આપણે પ્રાપ્ત કરી છે. અને હું જ્યારે એમને કહું છું કે આવોને ભાઈ, અમારી સાથે સ્પર્ધા કરોને..! હમણાં કૉંગ્રેસના લોકો રોજ નવાં નવાં વચનો આપે છે કે અમે આ કરીશું, અમે પેલું કરીશું... કહે છે કે નથી કહેતા? તમે જોયું હશે, ઘણીવાર કોઈ સાધુ મહાત્મા મળી જાય તો તમને આશીર્વાદ આપે, ‘જા બેટા, તુજે મોક્ષ દે દિયા’, પણ પૂછો તો ખરા કે સરનામું તો લાવ ભાઈ, કેવી રીતે જવાનું, કબજો લેવો હોય તો મારે કેવી રીતે જવાનું..? એમ કૉંગ્રેસવાળા પણ કહે, ‘જા બેટે, યે દે દિયા, વો દે દિયા’... બધું હમણાં આપવા જ મંડ્યા છે. એમને ખબર છે કે નહાવા-નિચોવાનું કંઈ છે નહીં. આપો, જૂઠાણાં, વચનો આપો..! મેં આ કૉંગ્રેસના મિત્રોને કહ્યું છે કે તમે આ વખતે જેટલા અહીંયાં વાયદા કરો છો ને એમાંથી એક, એક તમે મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે ને, અમલ કરી બતાવો. રાજસ્થાનમાં તમારી સરકાર છે ને, અમલ કરી બતાવો લો. તો અમે માનીએ કે હા, તમે સાચું કરો છો. કરવું જ નહીં કંઈ, જૂઠાણા ફેલાવવાના અને વોટ પડાવી લેવાના, એમાં માસ્ટર છે એ લોકો. સો દિવસમાં મોંઘવારી હટાવીશું એમ કહેવાનું, પછી આઠ વર્ષ થયાં, મોંઘવારી સામે જોતા જ નથી મારા બેટા..! વધતી જ જાય, ભલે વધે, વધવા જ દો. આવી છેતરપિંડી..! મહારાષ્ટ્રમાં તો એમણે ખેડૂતો પાસે જે છેતરપિંડી કરી છે..! આ ચૂંટણી આવશેને તો ખેડૂતો એમને વીણી વીણીને સાફ કરી નાખવાના છે. એમણે ચૂંટણી આવી ત્યારે ખેડૂતોને કહ્યું હતું કે અમે જો સત્તામાં આવીશું તો મહારાષ્ટ્રના ખેડૂતોને વીજળી મફત આપીશું. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સરકારને ચાર વર્ષ થઈ ગયાં, હજુ સુધી એક ખેડૂતને એક યુનિટ પણ વીજળી મફત નથી આપી. હવે બિચારા ખેડૂતો ભોળવાઈ ગયા અને ભલાભોળા રાજા ખેડૂત આપણા એમણે થપ્પા મારી દીધા અને પેલા બેસી ગયા હવે તું તારા ઠેકાણે અને હું મારા ઠેકાણે, જા. આવું કરે, બોલો..! આ કૉંગ્રેસને ગુજરાત બરાબર ઓળખી ગઈ છે. એ મહારાષ્ટ્રવાળા છેતરાય, ગુજરાતવાળા ના છેતરાય. છેતરાઓ ભાઈ..? એમના જૂઠાણાથી છેતરાઓ? એમના પોકળ વચનોથી છેતરાઓ? એમની મૂર્ખામીભરી વાતોથી છેતરાઓ? ના છેતરાય, ગુજરાતી ના છેતરાય, ભાઈઓ..! એને બરાબર ખબર છે કે કૉંગ્રેસે દેશ આઝાદ થયો ત્યારથી રાજ કર્યું છે પણ હજુ સુધી એકપણ વચનનું પાલન નથી કર્યું. આપણે બધા નાના હતા ત્યારથી સાંભળીએ છીએ, ‘ગરીબી હટાવો, ગરીબી હટાવો’, સાંભળતા હતા કે નહીં, હટાવી..? વાર્તાઓ, વાર્તાઓ જ કરવાની, પ્રજાને મૂરખ બનાવવાની, આ જ એમનું કામ છે. અને તેથી ભાઈઓ-બહેનો, કૉંગ્રેસના ચરિત્રને આ ચૂંટણીમાં ઘેર ઘેર જઈને ઉજાગર કરવું જોઇએ. એકેએક નાગરિકને કૉંગ્રેસની સાચી ઓળખ પહોંચાડવી જોઇએ. આ કૉંગ્રેસનું અસલી રૂપ છે એમને બતાવવું જ જોઇએ. દેશને કેવી રીતે બરબાદ કર્યો છે એ લોકોને સમજાવવું જોઇએ.

ભાઈઓ-બહેનો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે. અમારા કૉંગ્રેસના મિત્રો કહે છે કે વિકાસ બતાવો, વિકાસ બતાવો, મેં એમને એકવાર પૂછ્યું, મેં કહ્યું, ‘ભાઈ, આ તમારું રાજીવ ગાંધી ફાઉન્ડેશન કોનું છે?’ તો કહે, ‘અમારું છે’. મેં કહ્યું, ‘એના અધ્યક્ષ કોણ છે?’ તો કહે, ‘સોનિયાબેન છે’. તો મેં કહ્યું આ તમારા સોનિયાબેનની અધ્યક્ષતાવાળા રાજીવ ગાંધી ફાઉન્ડેશને અહેવાલ આપ્યો હતો કે સમગ્ર દેશમાં વિકાસ કરનારું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. હવે રિપોર્ટ છપાઈ ગયો અને સોનિયાબેનને ખબર પડી કે સાલું આ તો કંઈ કાચું કપાઈ ગયું, એટલે એમણે શું કર્યું કે આ કામ સોંપેલા બે જે અર્થશાસ્ત્રીઓ હતા એમને નોકરીમાંથી જ કાઢી મૂક્યા. પેલા લોકો કહે પણ અમારે સાચું તો કેહવું પડે ને, તો કહે સાચું-બાચું કંઈ નહીં, મોદી આવે ને તો તમારે ચોકડી જ મારવાની હોય, જોવાનું જ ના હોય, કાઢી મૂક્યા..! ભાઈઓ-બહેનો, સત્ય છાપરે ચડીને પોકારતું હોય છે, તમે ગમે એટલા ચોકડા મારો તેથી ગુજરાતને ચોકડો લાગવાનો નથી. ગુજરાતનું એક સામર્થ્ય છે અને ગુજરાત નવી નવી વિકાસની ઊંચાઈઓને પાર કરનારું રાજ્ય છે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા. આખા દેશમાં ઓછામાં ઓછા બેરોજગાર કોઈ રાજ્યમાં હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત, આખા દેશમાં. આ આંકડા ભારત સરકારના છે. હવે કૉંગ્રેસવાળાને તમે કહો તો, નહીં નહીં નહીં... એ તો બધાં મોદી ગપ્પાં મારે છે... અરે ભાઈ, મોદીનું નથી, આ તો ડો.મનમોહનસિંહજીના આંકડા છે..! પણ એમને સાચું સ્વીકારવું જ નથી, જૂઠાણા ફેલાવવાં છે. આપ કલ્પના કરજો મિત્રો, એવા જૂઠાણા આવશે, એવા જૂઠાણા આવશે..! બીજું મિત્રો, કૉંગ્રેસના મિત્રો એક મોટી ભૂલ કરે છે. જે જૂઠાણા ચલાવેને એની યાદશક્તિ જોરદાર હોવી જોઇએ. તમે જુઓ છ મહિના પહેલાનાં કૉંગ્રેસના નિવેદન વાંચો. શરૂઆત એમણે કરી હતી, મોદી ભ્રષ્ટાચારી છે. કેમ..? તો મોદી પાસે 250 જોડ ઝભ્ભા છે. આ કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો. મેં એક જાહેરસભામાં કહ્યું કે ભાઈ, પહેલાં તો આવતું હતું કે ફલાણા મુખ્યમંત્રીના જમાઈએ 250 કરોડ બનાવ્યા, ફલાણા મુખ્યમંત્રીના જમાઈના 250 કરોડ રૂપિયા ફલાણી જગ્યાએ... એવું બધું આવતું હતું ને? હમણાં જમાઈરાજોની ચર્ચા તો દિલ્હીમાંય બહુ ચાલે છે. મેં કહ્યું, કમસેકમ આ એક મુખ્યમંત્રી એવો છે કે જેના પર મોટામાં મોટો આરોપ એ છે કે એની જોડે 250 ઝભ્ભા છે..! ત્યાંથી શરૂ કર્યું હતું એમણે, 250 ઝભ્ભાથી. પછી એમને થયું આ તો ઓછું લાગે છે. તો શું કરો, તો બીજાએ કહ્યું, દસ હજાર કરોડ. તો ત્રીજાને થયું યાર, પેલો દસ હજાર કહે છે તો હું કેમ પાછો પડું, બીજાએ કહ્યું પંદર હજાર કરોડ. તો ત્રીજાએ વિચાર કર્યો કે આ પંદર હજાર કહે છે તો હું ચાલીસ હજાર કરોડ. હવે તો મેં સાંભળ્યું છે કે લાખ કરોડે પહોંચાડ્યું છે, એક લાખ કરોડ..! એટલે જૂઠાણા પણ એવા ચલાવે છે કે જેનું તળિયું જ ના હોય, સાહેબ. એ ભૂલી જાય છે કે ગઈકાલે કયું જૂઠાણું બોલ્યા હતા અને આજે કયું બોલવાના છે એ ભૂલી જાય છે. અને કોઈ છાપાંવાળો જરા મજાકીયો હોય તો આમ જરા ચાવી ટાઈટ કરે પછી વળી એનું ય ઠોકી દે છે. આવા લોકોથી આ ગુજરાતનું ભલું થવાનું છે, ભાઈ? ભલું થવાનું છે..? હમણાં ભારતીય જનતા પાર્ટીની એક જાહેરાત આવે છે, જોઈ? કૅપ્ટનવાળી. હેં, બોલો, કબડ્ડી. મેં એ જાહેરાત જોઈ ત્યારે મને એમ થયેલું કે ભાઈ, આ લોકો સમજશે..? એવો મને પ્રશ્ન ઊઠેલો. જે ભાઈ બનાવીને લાવ્યા હતા અને મારા માટે આશ્ચર્ય છે કે એકપણ શબ્દ વગરની એ જાહેરાત આખું ગુજરાત સમજી ગયું કે એ જાહેરાત શું કહેવા માગે છે. પ્રજામાનસમાં કેવી દ્રષ્ટિ હોય છે એનું ઉત્તમ ઉદાહરણ આ છે. અને એટલું જ નહીં, મેં નહીં નહીં તોય વીસ જુદાં જુદાં છાપાંઓ અને વેબ-સાઇટ ઉપર આ ભાજપની જાહેરાતો ઉપર લેખો જોયા..! નહીં તો કોઈ જાહેરાતો ઉપર લેખો છપાણા હોય એવું મેં ક્યારેય નથી જોયું, મિત્રો. 30 સેકન્ડની જાહેરાત, એણે સંદેશ કન્વે કરી દીધો. એક શબ્દ આવે છે ‘કૅપ્ટન’, ‘વાઈસ કૅપ્ટન’, બસ આટલું જ અને કૉંગ્રેસની આબરૂના લીરેલીરા ઊડાડી દીધા છે..! એનો અર્થ કે પ્રજામાનસમાં વાત કેટલી પકડાએલી પડી છે એનું એ ઉત્તમ ઉદાહરણ છે, મિત્રો.

ભાઈઓ-બહેનો, આપ ચૂંટણીના મેદાનમાં જઈ રહ્યા છો. હવે તો એક મહિનો પણ બાકી નથી, કારણકે આવતી અઢારમી તારીખે તો બધા આરામ કરતા હશો. એવું જ હશે ને? તો 29 દિવસ રહ્યા છે. તો આજથી જ નક્કી કરીએ કે પલાંઠી વાળીને બેસવું નથી અને બેસવા દેવાય નથી. વધુમાં વધુ જન સંપર્ક, વધુમાં વધુ લોક-શિક્ષણ, વધુમાં વધુ નવા કાર્યકર્તાઓ બનાવવાના, વધુમાં વધુ સંગઠનનો વિસ્તાર કરવાનો, વધુમાં વધુ કાર્યકર્તાનો વિકાસ કરવાનો એવા મંત્ર સાથે આ લોકશાહીના પર્વને આપણે ઊજવીએ અને આચારસંહિતાના બધા નિયમોનું પાલન કરીને કરીએ મિત્રો, ગૌરવપૂર્ણ રીતે પાલન કરીને કરીએ અને બતાવીએ દેશને કે ચૂંટણી નિયમોથી આવી રીતે પણ લડી શકાય છે અને મને વિશ્વાસ છે, મારા મણિનગરના સાથીઓ આ કરીને રહેશે. ભાઈઓ-બહેનો, આ ચૂંટણી આપે લડવાની છે, કાર્યકર્તાઓએ લડવાની છે. એક એક સિપાઈ એ જ અમારો સેનાપતિ છે. અને વિજય નિશ્ચિત છે મિત્રો, કારણકે આપણે વિકાસને વરેલા છીએ. અને હું તો જ્યારે ‘વી’ કહું છું ને ત્યારે ‘વી’ ફોર ‘વિક્ટરી’ તો છે જ, પણ ‘વી’ ફોર ‘વિકાસ’ પણ છે. આ ‘વી’ ફોર ‘વિકાસ’ અને ‘વી’ ફોર ‘વિક્ટરી’..! અને મિત્રો ભારતીય જનતા પાર્ટીનું આ વખતનું સૂત્ર ‘એકમત ગુજરાત’, ગુજરાતનો એક જ મત બધાનો, કયો..? ‘બને ભાજપ સરકાર’ યૂનેનિમસ, સર્વ સંમત, એક જ મત, સમગ્ર ગુજરાતનો એક મત, ‘એક મત ગુજરાત, બને ભાજપ સરકાર’..! કોઈના વિરુદ્ધમાં કંઈ જ નહીં, સકારાત્મક વાત, સત્યનો સહારો, વિકાસને વાચા આપવાનો પ્રયાસ અને એના દ્વારા લોકશાહીના પાયા મજબૂત કરતાં કરતાં વિજયશ્રીને પ્રાપ્ત કરવું છે અને 20 ડિસેમ્બરે ફરી આપણે દિવાળી ઊજવવાની છે, વાજતે-ગાજતે દિવાળી ઊજવવાની છે, મિત્રો. અને આ ચૂંટણીમાં આખી દિલ્હી સરકાર તૂટી પડવાની છે અને તેમ છતાંય ગુજરાત એનું જોમ અને હીર બતાવીને રહેવાનું છે, મને પૂરો વિશ્વાસ છે. ખૂબ ખૂબ

શુભકામનાઓ, મિત્રો..!

ભારતમાતા કી જય...!

Explore More
No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort

Popular Speeches

No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort
FIIs make a stellar comeback! Turn net buyers in last 6 sessions with net inflow of ₹13,474 crore

Media Coverage

FIIs make a stellar comeback! Turn net buyers in last 6 sessions with net inflow of ₹13,474 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Ensuring well-being of all is essential for global welfare: PM Modi
December 01, 2023

Your हाईनेस,

Excellencies,

अपनी जी-20 अध्यक्षता में, भारत ने sustainable development और climate change इन दोनो विषयों को बहुत ही प्राथमिकता दी है।

हमने One Earth, One Family, One Future को अपनी अध्यक्षता का आधार बनाया।

और साझा प्रयासों से, कई विषयों पर सहमति बनाने में भी सफलता पाई।

Friends,

हम सभी जानते हैं कि भारत सहित ग्लोबल साउथ के तमाम देशों की climate चेंज में भूमिका बहुत कम रही है।

पर climate change के दुष्प्रभाव उनपर कहीं अधिक हैं।

संसाधनों की कमी के बावजूद ये देश climate action के लिए प्रतिबद्ध हैं।

ग्लोबल साउथ की आकांक्षाओं को पूरा करने के लिए climate finance और टेक्नॉलॉजी बहुत ही ज़रूरी है।

ग्लोबल साउथ के देशों की अपेक्षा है कि क्लाइमेट चेंज का मुकाबला करने के लिए विकसित देश उनकी अधिक से अधिक मदद करें।

ये स्वाभाविक भी है और न्यायोचित भी है।

Friends,

जी-20 में इसे लेकर सहमति बनी है कि climate action के लिए 2030 तक कई ट्रिलियन डॉलर Climate Finance की आवश्यकता है।

ऐसा Climate Finance जो Available हो, Accessible हो और Affordable हो ।

मुझे आशा है की UAE के Climate Finance Framework initiative से इस दिशा में बल मिलेगा।

कल हुए, Loss and Damage Fund को operationalise करने के ऐतिहासिक निर्णय का भारत स्वागत करता है।

इससे COP 28 समिट में नई आशा का संचार हुआ है।

हम उम्मीद करते हैं COP समिट से climate finance से जुड़े अन्य विषयों पर भी ठोस परिणाम निकलेंगे।

पहला, COP-28 में New Collective Quantified Goal on Climate Finance पर वास्तविक प्रगति होगी।

दूसरा, Green Climate Fund और Adaptation Fund में कमी नहीं होने दी जाएगी, इस फंड की त्वरित भरपाई की जाएगी।

तीसरा, Multilateral Development Banks, विकास के साथ साथ क्लाइमेट एक्शन के लिए भी अफोर्डेबल finance उपलब्ध कराएंगे।

और चौथा, विकसित देश 2050 से पहले अपना कार्बन footprint जरूर खत्म करेंगे।

मैं UAE द्वारा Climate Investment Fund स्थापित करने की घोषणा का हृदय से स्वागत करता हूँ, उनका अभिनंदन करता हूँ।

बहुत बहुत धन्यवाद।

Thank You.