ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતીના સમાપન અવસરે વિશ્વભરમાં પથરાયેલાં ગુજરાતીઓ માટે ગુજરાત કેન્દ્રી કિવઝ કોમ્પીટીશન યોજવામાં આવનાર છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કવીઝ કોમ્પીટીશન નવી પેઢી માટે મહત્વનું કદમ બની રહેશે.

સેમીનાર હોલ-૪ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૩ જી મે ના રોજ યોજાનાર રાજય કક્ષાની સ્પર્ધાનો સવારે ૯-૦૦ કલાકથી પ્રારંભ થશે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત કિવઝના નિર્ણાયક ચરણમાં વિજેતાઓનું અભિવાદન કરશે.વિશ્વભરમાં પથરાયેલાં ગુજરાતીઓ માટે ગુજરાત કવીઝ ઓન લાઇન ગ્લોબલ કોમ્પીટીશન ૩ જી મે ૨૦૧૧ થી શરૂ કરાશે.

રાજયના સ્વર્ણિમ ભવિષ્ય માટે સંકલ્પબધ્ધ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અંતર્ગત સ્વર્ણિમ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળે ગુજરાત કિવઝ યોજવામાં આવી હતી. શાળા અને કોલેજોમાં યોજાયેલી ગુજરાત કેન્દ્રી કવીઝ કોમ્પીટીશનના અંતિમ ચરણમાં અને નવી પેઢી માટેના આ મહત્વના અવસરમાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલવોરા, શિક્ષણરાજયમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, શિક્ષણરાજયમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી હસમુખ અઢિયા સહિત સમગ્ર રાજયમાંથી સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.

Explore More
अमृतकाल में त्याग और तपस्या से आने वाले 1000 साल का हमारा स्वर्णिम इतिहास अंकुरित होने वाला है : लाल किले से पीएम मोदी

लोकप्रिय भाषण

अमृतकाल में त्याग और तपस्या से आने वाले 1000 साल का हमारा स्वर्णिम इतिहास अंकुरित होने वाला है : लाल किले से पीएम मोदी
'After June 4, action against corrupt will intensify...': PM Modi in Bengal's Purulia

Media Coverage

'After June 4, action against corrupt will intensify...': PM Modi in Bengal's Purulia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's interview to Bharat 24
May 20, 2024

PM Modi spoke to Bharat 24 on wide range of subjects including the Lok sabha elections and the BJP-led NDA's development agenda.