શેર
 
Comments

“વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી જ્યારે સરકારમાં તેમના નેતૃત્વના 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ક્ષણ પોતે જ વારંવાર લોકોનો વિશ્વાસ જીતવાની તેમની ક્ષમતાનો પડઘો પાડી રહી છે. ચૂંટાયેલ નેતા તરીકે મોદીના દીર્ઘાયુષ્યનું કારણ બહારના કોઈપણ લોકો પ્રયાસ કરે તેની કરતાં વધારે પોતાની જાતે જ સતત પોતાને પડકાર ફેંકવાની તેમની ક્ષમતામાં રહેલું છે”, જે પી નડ્ડા લખે છે. 

દેખીતી રીતે બિનહાનિકારક 7 ઓકટોબર, 2001ની તારીખ એ ભારતીય રાજકીય ઇતિહાસમાં એક સીમાસ્તંભ છે. આ એ જ દિવસ હતો જ્યારે નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી સરકારના વડા તરીકે તેઓ ક્યારેય કોઈ ચૂંટણી નથી હાર્યા અને ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્રીય ભૂમિકા હાથમાં લીધી છે. પરિણામ સ્વરૂપે 7 ઓકટોબર 2020ના રોજ નરેન્દ્ર મોદી સરકારના વડા તરીકે તેમના 20મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ ક્ષણ પોતે જ દર વખતે વધુમાં વધુ મોટી સંખ્યામાં વારંવાર લોકોનો વિશ્વાસ જીતવાની તેમની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

આમ છતાં, ચૂંટણીમાં મળેલા વિજય અને બહોળા પ્રમાણમાં લોકપ્રિયતા એ એવી અસરો છે કે જે અવારનવાર ધ્યાનમાં આવે છે. થાક્યા વિના કામ કરવાની આદત અને અદ્વિતીય દૂરંદેશીતા આ વિજ્યનાદની પાછળ ગુંજી રહ્યા છે અને તે જ મોદીને મોદી બનાવે છે. 

ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેના તેમના દિવસોના સમય કાળથી જ મોદી તેમના સાથીઓ કરતાં આગળ રહ્યા છે. એક એવા સમયે કે જ્યારે ઉર્જાને લગતા સુધારા કરવા એ રાજકીય આત્મહત્યા ગણાતી હતી ત્યારે તેમણે ખેડૂતોને વિશ્વાસમાં લીધા, ગુજરાતનાં ઉર્જા ક્ષેત્રમાં સુધારા કર્યા, પ્રત્યેક ગુજરાતનાં ગામડામાં વીજળી પહોંચાડી અને રાજ્યને ઉર્જા સક્ષમ રાજ્ય બનાવ્યું. પ્રધાનમંત્રી તરીકે, તેઓ પ્રત્યેક ગામડા અને પ્રત્યેક ઘરમાં વીજળી લઈને ગયા.

એક એવા સમયે કે જ્યારે રાષ્ટ્રીય સ્તરની રોકાણકાર સમિટ પણ બહુ દુર્લભ જોવા મળતી હતી ત્યારે મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટની શરૂઆત કરી. ત્યારથી, સમિટ અને રાજ્ય આ બંને વૈશ્વિક સ્તરે રોકાણકારોની અંદર ઘણા જાણીતા બની ગયા. એ જ રીતે, પ્રધાનમંત્રી તરીકે, તેમણે રેકોર્ડ એફડીઆઇ ઇનફલોની ખાતરી પણ કરી છે. 

સૌથી પ્રખ્યાત ગુજરાત મોડલને કોઈ પણ પ્રકારની ઓળખની જરૂર નથી. રાજ્યમાં અર્ધ શુષ્ક પ્રદેશો હોવા છતાં રાજ્યએ કૃષિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ગતિશીલ વિકાસ નોંધાવ્યો છે. મોદીએ પ્રધાનમંત્રી તરીકે અનેક દાયકાઓ બાદ ખેડૂતો માટે સ્વતંત્રતાની ખાતરી કરાવી છે અને ભારતનું ઇન્ફ્રાસ્ટ્રકચર કે જે મોદીના નેતૃત્વ હેઠળ પહેલેથી જ બહોળા પ્રમાણમાં વિકસિત થયું છે તે હજુ પણ વધારે વિકસિત થવાના માર્ગ પર આગળ ચાલી રહ્યું છે.

બેટી બચાવો બેટી પઢાવોના માધ્યમથી દીકરીઓના રક્ષણ માટેની અને તેમને શિક્ષિત કરવાની મોદીની પહેલની ચારે બાજુ પ્રશંસા કરવામાં આવી છે. આમ છતાં, આ ગુજરાતમાં છોકરીઓના શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણી કાર્યક્રમનો જ એક બૌદ્ધિક વિસ્તાર હતો કે જ્યાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં સંપૂર્ણ સરકાર ગામડાઓમાં જઈને રહેતી હતી અને બાળકીઓને શાળામાં દાખલ કરવા માટે પ્રોત્સાહિત કરતી હતી. 

ચૂંટાયેલ નેતા તરીકે મોદીના દીર્ઘાયુષ્યનું કારણ બહારના લોકો તેમને પડકાર ફેંકે તેની કરતાં વધુ તીવ્રતા વડે વારંવાર પોતાની જાતને પડકાર ફેંકવાની તેમની ક્ષમતા છે. તેઓ મુક્ત રીતે બહાદૂરીપૂર્વક લક્ષ્યાંકો નિર્ધારિત કરવાના જોખમો લે છે. નીતિગત પંગુતા ધરાવતુ વહીવટી તંત્ર તેમને વારસામાં મળ્યું હોવા છતાં મોદીએ પોતાના પ્રત્યેક ફ્લેગશીપ કાર્યક્રમ માટે એક ચોક્કસ લક્ષ્યાંક નક્કી કર્યા છે, પછી તે સ્વચ્છતા હોય, ગ્રામીણ વિદ્યુતિકરણ હોય, સૌની માટે આવાસ હોય, સૌની માટે સ્વચ્છ પીવાનું પાણી હોય કે પછી ખેડૂતની આવક બમણી કરવાની વાત હોય.

તેમનું શાસન, રાજ્ય સ્તરે અને રાષ્ટ્ર સ્તરે એમ બંને રીતે અસરકારક, ચોક્સાઈપૂર્ણ અને સુધારાવાદી રહ્યું છે. આમ છતાં, જોકે તે આમ ને આમ જ ચાલતું રહે તેવી અભિલાષા છે તેમ છતાં, મોદીના 2001માં મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળ્યા પછીની આ યાત્રાને એક જુદા જ કારણસર ઉજવવી જોઈએ. 

મોદી એવા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે કે જે શાસન અને રાજનીતિથી ઉપરના છે. તે ભારત અને ભારતીયોમાં શ્રેષ્ઠતમ લાવવાની વિનંતી કરે છે અને તેમનામાંથી જે શ્રેષ્ઠ છે તે લાવવાના કર્યો કરે છે. તેમણે લોકોની શ્રેષ્ઠ આદત બહાર લાવી અને તે સૌએ સ્વચ્છતાને એક જન આંદોલન બનાવ્યું. એક એવા રાષ્ટ્રમાં કે જ્યાં વર્તમાન રાજકીય સંસ્કૃતિ વધુ ને વધુ સબસિડી આપવા અંગે હતી, ત્યાં તેમણે લોકોને પોતાની સબસિડી છોડવા માટે પ્રેરિત કર્યા જેથી કરીને ગરીબ લોકો મફત ગેસના જોડાણો મેળવી શકે. 

ભારત એ વૈવિધ્યપૂર્ણ છે અને એક એવી સંસ્કૃતિને સ્વીકાર કરી રહ્યું છે કે જે સારામાં સારી રીતે જાણે છે કે ઓળખને પાર કઈ રીતે જવું. મોદી કે જે ગુજરાતી છે તે ઉત્તર પ્રદેશની વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે, અને તે કોઈપણ એક જાતિ, સમુદાય, વર્ગ કે પ્રાદેશિક માન્યતાને વરેલા નથી. તેમની અપીલ આ વિભાજનોને પાર કરી જાય છે અને સમગ્ર દેશમાં લોકોને એક જ ઉદ્દેશ્ય તરફ સંગઠિત કરે છે – ભારતની મહાનતા.

ભારતની શ્રેષ્ઠતમ સંસ્કૃતિ નફરત અને નિંદાના સ્થાન પર ગૌરવપૂર્ણ આત્મસન્માનની શિક્ષા આપે છે. તે એમ પણ શીખવે છે કે આ પ્રકારની શાંત, ધીરજપૂર્ણ અને ગૌરવયુક્ત ઈચ્છા શક્તિ કે જે સત્યની શક્તિ વડે સિંચિત હોય તે સમયાંતરે તમામ પ્રકારની નકારાત્મકતાની સામે ટકી રહે છે. મોદીના વિકાસની વાર્તા આ પણ છે. સંપૂર્ણ ઇકો સિસ્ટમે તેને એક ચિન્હિત વ્યક્તિ બનાવ્યા છે અને બે દાયકાથી પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે પણ સંવેદનશીલ છે. એક નાની અમથી ભૂલ પણ તેમની સંપૂર્ણ રાજકીય યાત્રાનો અંત કરી શકે તેમ હતી. આ પ્રકારના તીવ્ર – મોટાભાગે અન્યાયી ચકાસણી છતાં તેઓ તેમના રાજ્ય માટે અને પછી દેશ માટે હંમેશા તેમના લક્ષ્યાંકો હાંસલ કરવા તરફ કાર્ય કરી રહ્યા છે. તેમના ધૈર્ય અને એકાગ્રતાએ તેમને વણથંભી બનાવ્યા છે. 

અવારનવાર, “મોટા માણસો” કહેવાતા લોકો ઘણી બહોળી દૂરંદેશીતા ધરાવતા હોય છે પરંતુ તેને હાંસલ કરવા માટે તેઓ તે દૂરંદેશીતાને પોતાના અવિરત કાર્યોમાં પરિણીત નથી કરી શકતા. બીજી બાજુ એવા પણ લોકો છે કે જેઓ તેમના પહેલેથી નક્કી કરી રાખેલ લક્ષ્યાંકો પૂરા કરવામાં નિપુણ છે પરંતુ વધુ બહોળું ચિત્ર તેઓ નથી જોઈ શકતા. આમ છતાં, મોદી આ બંને કૌશલ્ય ધરાવે છે. તેઓ દૂરંદેશી પણ છે અને મહેનતુ પણ છે. તેઓ જરૂરી દૂરંદેશીતાં વાળી વિચારધારાની સાથે સાથે રોજબરોજના ચાલી રહેલ કાર્યો કે જે વિઝનને હાંસલ કરવા માટેના પગથિયાં છે તેમની શુષ્કતા દૂર કરવા માટે ચોકસાઈ અને ખંત પણ ધરાવે છે. 

અત્યારે જ્યારે તેઓ સરકારના વડા તરીકેના 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમની ભૂતકાળની સિદ્ધિઓ કે જે પહેલેથી જ આશ્ચર્યજનક રહી છે તે ઉપરાંત હજી તેમની શ્રેષ્ઠ બાબત બહાર આવવાની બાકી છે અને તે આત્મનિર્ભર ભારતનું નિર્માણ છે.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s

Media Coverage

EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM નરેન્દ્ર મોદીની રાજકીય સફળતા પાછળ તેમનો માનવીય અભિગમ સૌથી મોટું કારણ ; જપન પાઠક
October 20, 2021
શેર
 
Comments

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ સરકારમાં પ્રમુખના રૂપમાં 20 વર્ષ પૂર્ણ કર્યા હતા. ગુજરાતમાં આપણે વડાપ્રધાન મોદીના ઉદયને ખૂબ નજીકથી નિહાળ્યો છે અને તેમણે રાજ્યના પથને કેવી રીતે બદલી નાંખ્યો તે પણ જોયું છે. વડાપ્રધાન મોદીને અન્ય કરતા અલગ પાડતી વસ્તુ કઈ છે? તેવા પ્રશ્નો લોકો ઘણી વખત પૂછે છે. મારું માનવું છે કે, વ્યક્તિગત હોય કે કામ સાથે સંબંધિત વાતચીત, તેમના માનવીય અભિગમે તેમને આ ઊંચાઈ સુધી પહોંચાડ્યા છે.

1980નો દાયકો ગુજરાતના રાજકારણમાં રસપ્રદ સમય હતો. કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ આરામથી સત્તા પર આવી હતી. નબળા શાસન, ભયંકર જૂથવાદ અને અયોગ્ય પ્રાથમિકતાઓ હોવા છતાં અન્ય કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવવાની કલ્પના પણ કરી શકતો નહોતો. ભાજપના કટ્ટર સમર્થકો અને કાર્યકરો પણ આ અંગે અનિશ્ચિત હતા.

 

આ તે સમય હતો, જ્યારે નરેન્દ્ર મોદીએ RSSમાંથી ભાજપમાં રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો હતો. તેમણે AMCની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની જવાબદારી લીધી હતી. તેમણે પહેલા પ્રોફેશનલ લોકોને પાર્ટી સાથે જોડ્યા હતા. ચૂંટણી અને રાજકીય પ્રક્રિયામાં સામેલ થવા માટે પક્ષનું તંત્ર જાણીતા ડોકટરો, વકીલો, ઇજનેરો અને શિક્ષકો સુધી પહોંચ્યું હતું. એ જ રીતે, પીએમ નરેન્દ્ર મોદીએ માત્ર રાજકારણ સિવાય શાસનના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ મહત્વ આપ્યું હતું. તેઓ લોકો તરફ આગળ વધવા અને તેમના જીવનને બદલવા માટે સતત નવી પધ્ધતિ વિશે વિચારતા હતા.

લોકો સાથે સંવાદ સ્થાપવામાં પીએમ મોદી અવ્વલ

પીએમ નરેન્દ્ર મોદી લોકો સાથે વાતચીત કરવામાં હંમેશા ટોચ પર હતા અને તેઓ લોકોને પ્રોત્સાહિત કરતા હતા. અમદાવાદના ધરણીધરમાં નિર્મલ પાર્ટી પ્લોટ ખાતેની સભામાં કરેલું તે ખાસ ભાષણ યાદ છે. તેમણે પહેલા થોડી ક્ષણો પોતાની વિનોદી કૉમેન્ટ્સ દ્વારા લોકોને હસાવ્યા હતા. ત્યારબાદ તેમણે ટોળાને પૂછ્યું - શું આપણે મજાક ચાલુ રાખવી જોઈએ કે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ વિશે વાત કરવી જોઈએ? તે સમયે મારામાં ક્યાંથી સાહસ આવી ગયું તે ખબર નથી, મેં બૂમ પાડી - બંને! મારી વાત સાંભળીને તે મારી તરફ વળ્યાં અને કહ્યું - ના, આપણે બંને ન કરી શકીયે. પછી તેમણે ભાજપના શાસનના દ્રષ્ટિકોણ, કલમ 370, શાહ બાનો કેસ અને અન્ય ઘણી બાબતો વિશે વિગતવાર વાત કરી હતી. તેમની વૈચારિક સ્પષ્ટતાએ મને મંત્રમુગ્ધ કરી દીધો હતો.

ગુજરાતની બહારના લોકોને કદાચ ખબર નહીં હોય, પરંતુ 1990 ના દાયકાની શરૂઆતમાં શહેરી વિસ્તારોમા મોદીના ભાષણોની કેસેટ ખૂબ જ લોકપ્રિય હતી. આ કેસેટ્સમાં અમુક જગ્યાઓએ નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણના કેટલાક ભાગો હતા.

તેમનું વધુ એક ભાવુક ભાષણ 1994માં લાતુર ભૂકંપ આવ્યાના થોડા સમય બાદ સામે આવ્યું હતું. અમદાવાદમાં RSS કાર્યાલયમાંથી રાહત સામગ્રી અને કેટલાક સ્વયંસેવકો લાતુર જવાના હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ અચાનક ભાષણ આપ્યું હતું. આ ભાષણ પછી ઓછામાં ઓછા પચાસ લોકોએ કહ્યું કે, તેઓ તાત્કાલિક લાતુર જવા ઈચ્છે છે અને મોદીના શબ્દોની તેમના મન પર ઘણી અસર થઈ છે. નરેન્દ્ર મોદીએ તેમને ના પાડી અને કહ્યું કે, લોકોને ત્યાં જવા કરતાં રાહત કાર્ય વધુ મહત્વનું છે અને તેમણે જ્યાં છીએ, ત્યાંથી દેશ માટે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

પીએમ મોદીના માનવતાવાદી અભિગમ સાથે જોડાયેલા બે કિસ્સા

વિવિધ સમુદાય સાથે પીએમ નરેન્દ્ર મોદીનું જોડાણ પણ સમાજના અલગ અલગ સમુદાય સુધી પહોંચવાની તેમની ક્ષમતા સાથે જોડાયેલ હતું. વર્ષ 2013-2014માં વિશ્વએ તેમની ચાય પે ચર્ચા જોઈ, પરંતુ નરેન્દ્ર મોદીએ મોર્નિંગ વોકર્સ સાથે કેવી રીતે વાતચીત કરી અને ચાના કપ થકી લોકો સાથે સંબંધો કેવી રીતે બનાવ્યા તે હું ભૂલી શકતો નથી. 1990ના દાયકા દરમિયાન હું તેમને અમદાવાદના પ્રખ્યાત પરિમલ ગાર્ડનમાં મળ્યો હતો. અહીં તેઓ મોર્નિંગ વોકર્સના ગ્રૂપને સંબોધી રહ્યા હતા. લોકો તેમની સાથે કેવી રીતે જોડાઈ રહ્યા છે તે હું જોઈ શકતો હતો. મને જાણતા એક ડોક્ટરે મને કહ્યું કે, નરેન્દ્રભાઈ સાથેની આવી જ વાતચીત કરંટ અફેર્સને સમજવામાં ખૂબ મદદરૂપ હતી.

મને નરેન્દ્ર મોદીની માનવિય અભિગમનો પરિચય કરાવનાર બે કિસ્સા છે. તેમાંથી એક કિસ્સો 2000ના દાયકાની શરૂઆતનો છે. ઇતિહાસકાર રિઝવાન કાદરી અને હું ગુજરાતી સાહિત્યના મહાનુભાવ અને સંઘના અગ્રણી કેકા શાસ્ત્રીની કેટલીક રચનાઓનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હતા. આ દરમિયાન અમે તેમને મળવા ગયા અને તેમની તબિયત ખરાબ છે તે જાણીને હું ચોંકી ગયો હતો. મેં તેમની તસવીર ખેંચી અને ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મોકલી હતી. થોડા સમયમાં જ નર્સ કેકા શાસ્ત્રીની દેખરેખ માટે આવી હતી.

બીજો કિસ્સો લેખક પ્રિયકાંત પરીખ સાથે જોડાયેલો છે. નરેન્દ્ર મોદી જ તેમના 100મા પુસ્તકનું વિમોચન કરે તેવી તેમની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આમાં એક સમસ્યા હતી. તેઓ અકસ્માતના લીધે ઘરમાં જ હતા. મને યાદ છે કે, સીએમ મોદી આશ્રમ રોડ પર પ્રિયકાંત પરીખના ઘરે ગયા અને તેમના પુસ્તકનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી બીમાર લેખકના ડ્રોઇંગ રૂમમાં જઈ તેનું પુસ્તક બહાર પાડી શકે છે તે જોઈ ગુજરાતી સાહિત્ય જગત મંત્રમુગ્ધ હતું.

તેમના બે ગુણો તેમને આગળ વધવામાં મદદ કરે છે. આ ગુણવત્તા દરેક રાજકીય વ્યક્તિમાં હોવી જોઈએ. તે સાંભળવામાં ખૂબ જ માહેર છે અને તેમને ટેકનોલોજી પ્રત્યે ઘણો પ્રેમ છે. ટેક્નોલોજી અંગે તેમને એક જ ફરિયાદ છે કે, તેના કારણે લોકોના ફોન નંબર યાદ રાખવાની કળા ગુમ થઈ રહી છે.

પીએમ મોદીની આ વાત મારા દિલને સ્પર્શી ગઈ

તેમની રાજકીય કારકિર્દીમાં પાર્ટી શિસ્ત પીએમ નરેન્દ્ર મોદી માટે સર્વોચ્ચ રહ્યું છે. તેમની કોઈ મહત્વાકાંક્ષા નથી. લોકસભા, વિધાનસભા હોય કે સ્થાનિક સંસ્થાઓ, જ્યારે પણ નરેન્દ્ર મોદીને પાર્ટીની વ્યૂહરચનાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. વર્ષ 2000માં જ ભાજપને ચૂંટણીમાં ઝટકો લાગ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યની બહાર હતા.

પત્રકાર તરીકે અમારે ઘણા લોકોને મળવાનું હોય છે. પરંતુ મારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં નરેન્દ્ર મોદીએ મને કહ્યું હતું કે, લેવડ દેવડનો સંબંધ નહીં, પરંતુ આજીવન ચાલે તેવો સંબંધ હોવો જોઈએ. વર્ષ 1998માં હોળી દરમિયાન હું દિલ્હીમાં હતો. ત્યારે નરેન્દ્ર મોદીએ કંઈક એવું કહ્યું જે હું ક્યારેય નહીં ભૂલું. તેમણે કહ્યું કે, તમારી ટેલિફોન ડાયરીમાં તમારી પાસે 5000 નંબરો હોવા જોઈએ અને તમે તેમને એક વખત મળ્યા હોવા જોઈએ તથા આ મીટિંગ સામાન્ય ન હોવી જોઈએ. તમારે તેમને માત્ર સોર્સ તરીકે જ નહીં, પરંતુ પરિચિત અથવા મિત્ર તરીકે ઓળખવા જોઈએ.

નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ હું ક્યારેય 5000 લોકોને મળ્યો નથી. પણ તેનાથી મને માનવતાનું મહત્વ સમજાયું. આ જ કારણે તેઓ આજે આ ઊંચાઈ પર છે.

 

Author Name: Japan K Pathak

Disclaimer:

This article was first published in News 18

It is part of an endeavour to collect stories which narrate or recount people’s anecdotes/opinion/analysis on Prime Minister Shri Narendra Modi & his impact on lives of people.