શેર
 
Comments
The Union Government is focused on improving ease of doing business in India and enhancing quality of life for citizens: PM Modi
India is today the fastest growing major economy: PM Modi
India's rising economy, fast growing middle class and young demography offer many new opportunities to Japanese investors, says PM

જાપાન અને ભારતમાંથી મોટી સંખ્યામાંથી અહિં ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓ, સીઈઓ, કેડાઈનડરન, જેટ્રો, નિક્કી, સીઆઈઆઈ અને નાસકોમના વરિષ્ઠ પદાધિકારીઓ.

જાપાન આવીને અહિંના વેપારી સમુદાય સાથે વાત કરતાં મને હંમેશા ખૂબ જ ખુશી થાય છે. મને આજે પણ યાદ છે કે લગભગ 10 વર્ષથી અહિં મારી ઉદ્યોગપતિઓ સાથે વિસ્તારથી વાતચીત થતી રહી છે. હું તમારા વિઝનને સમજ્યો છું, અનેક નવી-નવી વાતો તમારી પાસેથી હું શિખ્યો હતો. વિતેલા દસકામાં ભારત તરફની તમારી આત્મીયતા પણ સમયની સાથે-સાથે નિરંતર વધતી જાય છે.

ભારત સરકારનો દરેક સ્તરે એવો પ્રયાસ રહ્યો છે કે દેશમાં વ્યાપારના વાતાવરણને એવી રીતે બદલવામાં આવે કે ત્યાં તમને વ્યાપાર-વાણિજ્યની સરળતા અને જીવન જીવવાની સરળતાનો દરેક પગલે અનુભવ થતો રહે.

સાથીઓ,

થોડાં વર્ષો પહેલાં મેં ભારતમાં મિની જાપાન બનાવવાની વાત કરી હતી. મારા માટે એ ખૂબ જ આનંદની બાબત હતી કે આજે તમે તેનાથી પણ મોટા વ્યાપક સ્તર પર ભારતમાં કામ કરી રહ્યા છો.

ઘણાં દસકાઓથી લગભગ 1150 કંપનીઓ ભારતમાં હતી, અને પછી વર્ષ 2014માં માંડીને વર્ષ 2017ની વચ્ચે જાપાનની 200થી વધુ નવી કંપનીઓએ ભારતમાં કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ સંખ્યા રોજ-રોજ વધી રહી છે અને તેના માટે તમે અભિનંદનને પાત્ર છો.

આજે જાપાનની કંપનીઓ ભારતમાં કારના ઉત્પાદનથી માંડીને સંદેશા-વ્યવહાર, માળખાગત સુવિધાના નિર્માણથી માંડીને સેવા સુધીના કાર્યોમાં હાથ મિલાવીને આગળ વધી રહી છે. ભારત અને જાપાનની આ સુખદ સફર હજુ પણ વધુ આનંદદાયક અને પરિણામલક્ષી બની રહે તેના માટે હું મારા તરફથી આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

ભારત અને જાપાનના સહ-અસ્તિત્વની ભાવના, વિશ્વાસ અને આપણા સહિયારા વારસા પર આધારિત છે. આપણી આત્મીયતા પર આધારિત છે. બંને દેશોની વચ્ચે ઘનિષ્ઠ સંબંધોના પાયામાં આ ભાવનાના સંસ્કાર પડેલા છે.

એ કારણ છે કે વર્ષ 2014માં પ્રધાનમંત્રી તરીકે મારા અહિંના પ્રથમ પ્રવાસ દરમિયાન આપણે બંને દેશોએ નક્કી કર્યું હતું કે આપણે આપણાં સંબંધોને એક નવી ઉંચાઈ પર લઈ જઈશું, તેને અપગ્રેડ કરીને ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તર ઉપર લઈ જઈશું. ત્યાર પછી જાપાનના માનનીય પ્રધાનમંત્રી આબે અને એન્ડ વૈશ્વિક ભાગદારીના સ્તર પર લઈ જઈશું. તે પછી જાપાનના માનનીય પ્રધાનમંત્રી આબે અને મારી વચ્ચે નિરંતર હળવા-મળવાનું ચાલુ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રીમાન આબે અને અમે સાથે મળીને બંને દેશો વચ્ચે વેપારી કામગીરીમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર કરી દીધી છે.

સાથીઓ,

જાપાન સરકારે વિતેલા કેટલાક વર્ષો દરમિયાન અમારા ઘણાં મહત્વાકાંક્ષી માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટમાં મદદ કરી છે. અમારો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર હવે પૂરો થવા આવ્યો છે. એક વર્ષ પછી તે સંપૂર્ણપણે કાર્યરત થવાની સ્થિતિમાં પહોંચી જશે. તેની સાથે અમારો દિલ્હી- મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર પ્રોજેક્ટ જોડાયેલો છે. તે પણ જાપાન સરકાર અને જાપાનની કંપનીઓના સહયોગાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે.

માનનીય આબેજીની છેલ્લી ભારત યાત્રા દરમિયાન અમે હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ પર સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતનો પ્રથમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થયો છે અને તે અંગે પણ ખૂબ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે

સાથીઓ,

ભારતમાં મારી સરકાર બન્યાને લગભગ સાડા ચાર વર્ષ પૂરા થયા. આ સમય દરમિયાન વેપાર સાથે જોડાયેલા જે કામોને મેં મારી અગ્રતા યાદીમાં મૂક્યા હતા અને તેમા પણ સૌથી મોખરે જે વિષય છે એ છે વેપાર-વાણિજ્યની સરળતા. તેનું જે પરિણામ આવ્યું એ હવે દુનિયાની સામે છે. વર્ષ 2014માં મેં જ્યારે સરકારનું નેતૃત્વ સંભાળ્યું હતું તે સમયે વિશ્વ બેંકના વેપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં ભારતનું સ્થાન 142મું રહ્યું હતું. હવે અમે 100માં ક્રમાંક પર આવી ગયા છીએ અને હજુ પણ આ ક્રમમાં સુધારો કરવા માટે ખૂબ જ વ્યાપક સ્તર પર કામ કરી રહ્યા છીએ. સંઘીય સરકારના સ્તર પર, સ્થાનિક સરકારના સ્તર પર પણ અમે એક પછી એક કદમ ઉઠાવી આગળ વધી રહ્યા છીએ. આગામી વર્ષોમાં અમને આનાથી પણ વધુ સારા પરિણામો મળશે.

આટલા બધા સુધારા, ઝડપી અને નિર્ણાયક સ્વરૂપે લેવામાં આવેલા નિર્ણયોથી અને બિન જરૂરી નિયમોમાં પરિવર્તન લાવવાથી શક્ય બની શક્યું છે.

હું અહિં આપને એક ખૂબ જ મહત્વની વાત અંગે જાણ કરવા માગું છું. ભારત સરકારે વેપાર-વાણિરજ્યની સરળતાને વધુ આગળ વધારવા માટે પોતાના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું રેન્કિંગ કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે.

જેની એક મોટી અસર એ થઈ છે કે હવે રાજ્યોમાં પણ મૂડી રોકાણ બાબતે તંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ ગઈ છે અને તેના ખૂબ જ સુખદ પરિણામો જોવા મળી રહ્યા છે.

સાથીઓ, મૂડી રોકાણ અમારા દેશની જરૂરિયાત છે. વેપાર-વાણિજ્યમાં સરળતાના ક્ષેત્રે અમે એટલા માટે જ નિષ્ઠાપૂર્વક કદમ ઉઠાવી રહ્યા છીએ. મૂડી રોકાણ થશે તો જ બેરોજગારો માટે રોજગારીની નવી તકો પેદા થશે. દેશની માળખાગત સુવિધાઓમાં સુધારો થશે, ખેતી, ખનિજ, સમુદ્રી સંપત્તિ અને અન્ય તમામ કુદરતી સ્રોતોમાં મૂલ્યવૃદ્ધિ થશે.

અમારા નાગરિકોને જીવન જીવવામાં સરળતા માટે અમારો પ્રયાસ એ વેપાર-વાણિજ્યની સરળતાનું જ વિસ્તરણ છે.

એટલા માટે જ એક મોટું અભિયાન ચલાવીને અમે લોકો વેપાર-વાણિજ્યની સરળતાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ. આ મહાપ્રયાસને કારણે અમને અન્ય સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ છેઃ

 • વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)ના ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (વૈશ્વિક નવીનીકરણ સુચકાંક)ના રેન્કિંગમાં અમે 21 સ્થાન આગળ આવી ચૂક્યા છીએ.
 • વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ગ્લોબલ કોમ્પિટીટીવનેસ ઈન્ડેક્સ (વૈશ્વિક સ્પર્ધાત્મકતા સુચકાંક)માં અમે બે વર્ષમાં 31 ક્રમ ઉપર આવી ચૂક્યા છીએ.
 • અંકટાડ (UNCTAD) દ્વારા તૈયાર કરવામાં આવેલા સીધા વિદેશી મૂડી રોકાણના 10 સ્થાનોમાં મજબૂતીથી ભારતનું નામ મૂકવામાં આવ્યું છે.
 • વિતેલા થોડા વર્ષોમાં સીધા વિદેશી મૂડી રોકાણના ક્ષેત્રમાં આજે અમે સીધા વિદેશી મૂડી રોકાણની દ્રષ્ટિએ સૌથી ખૂલ્લી અર્થવ્યવસ્થા બની શક્યા છીએ.
 • 90 ટકાથી વધુ મંજૂરીઓ હવે ઓટોમેટિક રૂટ મારફતે આપવામાં આવી રહી છે.
 • આનું પરિણામ એ આવ્યું છે કે અમારૂ સીધુ વિદેશી મૂડી રોકાણ વિતેલા 3 વર્ષમાં 36 અબજ યુએસ ડોલરથી વધીને 60 અબજ યુએસ ડોલર સુધી પહોંચી ગયું છે.
 • આજે અમે વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકાસ કરનારી મોટી અર્થવ્યવસ્થા બન્યા છીએ.
 • હવે અમે 2.59 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનવાની સાથે-સાથે છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા છીએ અને ખૂબ જ ટૂંકા સમયમાં પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.

ઘરેલું સ્તરે અમે જે કટિબદ્ધતા સાથે સુધારા કર્યા છે તેના પરિણામે ભારતની અર્થવ્યવસ્થાઃ

 • બિનઔપચારિકમાંથી ઔપચારિક અર્થતંત્ર બની રહી છે.
 • વ્યવહારો હવે માત્ર કાગળ પર જ નહીં, ઓનલાઈન પણ થવા લાગ્યા છે અને તેના કારણે સ્થાયિત્વ અને પારદર્શકતામાં વધારો થયો છે.
 • સમગ્ર દેશમાં જીએસટી લાગુ થવાના કારણે પરિવહનની કામગીરી ખૂબ જ સરળતા થઈ છે અને માલ-પરિવહન ક્ષેત્ર વધુ મજબૂત બન્યું છે.
 • સમય વિતવાની સાથે-સાથે અમે કોર્પોરેટ વેરો પણ ઓછો કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. આમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે માઈક્રો, મધ્યમ અને નાના ઉદ્યોગો (MSME) ને એટલે કે નાના ઉદ્યોગોને ભરપૂર ફાયદો મળે.

નીતિઓમાં સ્થિરતા અને પારદર્શકતા માટે વેપારી વર્ગની જે માંગ હતી તે હવે ભારત સરકારની ઓળખ બની ચૂકી છે.

સાથીઓ,

પ્રધાનમંત્રી તરીકેની મારી પ્રથમ મુલાકાત દરમિયાન જ મેં જાપાન પ્લસ નામની એક સંસ્થા ઊભી કરવાની વાત કરી હતી. મને એ જણાવતાં ખૂબ જ ખુશી થઈ રહી છે કે જેટ્રોએ તથા આપ સૌએ આ વ્યવસ્થાનો ઉપયોગ કર્યો છે.

આ અવસરે હું આપ સૌને વધુ એક માહિતી આપવાની ઇચ્છુ છુ. જાપાન પ્લસ અમારી ઈનવેસ્ટ ઇન્ડિયાની સાથે મળીને કામ કરતી રહે છે. આ ઈન્વેસ્ટ ઇન્ડિયાને થોડા દિવસ પહેલાં જ પોતાની સુંદર કામગીરી માટે સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક સન્માનથી નવાજવામાં આવી છે.

સાથીઓ, ભારતમાં ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા, ઝડપથી આગળ વધતો મધ્યમ વર્ગ, ઝડપથી વધતું શહેરી જનજીવન અને અમારુ યુવાધન, જાપાનની કંપનીઓને કામ કરવા માટે ખૂબ જ વ્યાપક તક પૂરી પાડે છે.

હું તમને થોડાં ઉદાહરણો આપીશ કે-

ભારતમાં અમે લોકો છેલ્લા 4 વર્ષથી મેક ઈન ઇન્ડિયા જેવા વિશિષ્ટ કાર્યક્રમ હેઠળ ભારતને ઉત્પાદન અને સંશોધનના ક્ષેત્રમાં વૈશ્વિક મથક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

ભારતમાં અને ખાસ કરીને જાપાનની MSME કંપનીઓ માટે કામ કરવાની ખૂબ જ વ્યાપક સંભાવનાઓ છે. હું અહિંથી આપને એ કહેવા માગું છું કે ભારતમાં આવનાર દરેક મોટી કંપનીનું તો સ્વાગત છે જ, પરંતુ MSME ના માધ્યમથી જાપાનના ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. MSME આવવાથી ઓછા સમયમાં તેના પરિણામો જોવા મળતાં હોય છે.

ભારતમાં વ્યાપાર કરવાનો એક ફાયદો એ પણ છે કે અહિં ઉત્પાદનનો ખર્ચ પણ નીચો છે. તેની પાછળ ભારતમાં સ્પર્ધાત્મક શ્રમ ખર્ચ ખૂબ મોટી તાકાત છે.

એવી જ રીતે અમારી આઇટી ઇન્ડસ્ટ્રી એક ખૂબ મોટી શક્તિ છે. અગાઉ પણ મેં અહિં આવીને કહ્યું હતું કે અમારા સોફ્ટવેરમાં તમારૂં હાર્ડવેર મળી જાય તો હું માનું છું કે આપણે દુનિયામાં ચમત્કાર સર્જી શકીએ તેમ છીએ અને એટલું જ નહીં, ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં થનારા દરેક સંશોધનો જેવા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઑફ થીંગ્ઝ, થ્રીડી પ્રિન્ટીંગ, રોબોટિક્સ વગેરેના માધ્યમથી ઇન્ડસ્ટ્રી 4.0 તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે.

તેવી જ રીતે ઈલેક્ટ્રિક મોબિલીટી એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ભારત અને જાપાનની વચ્ચેનો સહયોગ બંને દેશો માટે ખૂબ જ લાભદાયક પૂરવાર થવા તરફ આગળ વધી રહ્યા છે.

સાથીઓ, આ સિવાય પણ ભારતમાં અમે માળખાગત સુવિધાઓના નિર્માણ બાબતે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છીએ. હવે અમારો ઝોક નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર (આવનારી પેઢીના માળખા)પર છે. અમારો ઈરાદો એવો છે કે અમે એક એવું સ્પર્ધાત્મક અર્થતંત્રનું નિર્માણ કરીએ કે જેના આધારે કૌશલ્ય, ઝડપ અને વ્યાપ હાંસલ થઈ શકે.

આ વિચારને સાકાર કરવા માટે અમે મૂડી રોકાણના વાતાવરણને સુધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ.

આજે આ મંચ પરથી હું આપ સૌને ભારતમાં ઊભી થઈ રહેલી વિશાળ વ્યાપારી તકોનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવું છું. આ વ્યાપક અવસર સંબંધે હું તમને કેટલાક ઉદાહરણો આપવા માંગુ છુઃ

 • અમારો સાગરમાલા કાર્યક્રમ કે જેના માધ્યમથી અમે સાગરકાંઠાઓને દેશના પ્રાદેશિક વિસ્તારો સાથે જોડવા માંગીએ છીએ, તમારા માટે આ એક ખૂબ મોટી તક છે.
 • સ્માર્ટ સિટી કાર્યક્રમ આગળ વધતાં ઘણી બધી નવી તકોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. અમે અમારા 50 શહેરોમાં મેટ્રો રેલવેની શરૂઆત પણ કરવા માગીએ છીએ.
 • સમાન પ્રકારે રેલવે અને રોડ ક્ષેત્રે વિસ્તરણ અને આધુનિકીકરણનો કાર્યક્રમ પણ ખૂબ જ મોટો છે. હાલમાં અમે ઘણાં હાઈસ્પીડ કોરિડોર બનાવી રહ્યા છીએ.
 • વર્તમાન પોર્ટ અને એરપોર્ટના આધુનિકીકરણની સાથે-સાથે નવા પોર્ટ અને એરપોર્ટની સ્થાપના પણ અમારી કાર્યસૂચિમાં છે.
 • જળ પરિવહન એ હરિત ઊર્જા તરફ અમારી નવી કટિબદ્ધતા છે અને તે પણ તમારા માટે એક ખૂબ મોટી તક છે.
 • અમારો સ્ટીલનો વપરાશ વર્તમાન સમયમાં ખૂબ જ ઓછો છે, સાથે-સાથે લોખંડ પણ ખૂબ જ વ્યાપક માત્રામાં છે. હું ઈચ્છું છું કે ઉચ્ચ ગુણવત્તાનું સ્ટીલનું ઉત્પાદન ભારતમાં થાય.

સાથીઓ,

ભારત અને જાપાન બંને દેશો લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતાના મજબૂત સમર્થક છે. સાથે-સાથે વિકાસ માટે સહયોગ બાબતે અમારી વિચારધારા અને નીતિઓમાં પણ ખૂબ જ સમાનતા જોવા મળે છે.

માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ ઉપરાંત આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં જાપાન અને ભારત સાથે મળીને ત્રીજા દેશમાં સહયોગની પણ મજબૂત સંભાવના ધરાવે છે.

આટલા માટે ભલે ઈન્ડો પેસિફિક હોય અથવા દક્ષિણ એશિયા અથવા આફ્રિકા, ભારત અને જાપાન, આપણા ભાગીદાર દેશોની અગ્રતાને આધારે અન્ય દેશમાં વિકાસ કરવા માટે પોતાની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં જાપાનના પ્રવેશથી સૌર ઊર્જા અને જળવાયુ પરિવર્તન જેવા વિષયો અંગે આપણા બંને દેશો સાથે મળીને ત્રીજા દેશમાં ભાગીદારી કરે તેના નવા દરવાજા ખુલ્યા છે.

મને એ બાબતનો આનંદ છે કે આજે ભારત અને જાપાનના બિઝનેસ લીડર ફોરમની બેઠકમાં ફોરમના અનેક સભ્યોએ આફ્રિકામાં ભારત અને જાપાનના વ્યવસાયીઓ વચ્ચે આ ક્ષેત્રમાં સહયોગ આગળ વધારી શકાય તેના માટે ઘણાં સારા સૂચનો રજૂ કર્યા છે.

સાથીઓ,

હું હંમેશા મજબૂત ભારત- મજબૂત જાપાનની વાત કરતો રહ્યો છું.

હું આજે આ તકે જાપાનના ઉદ્યમી વર્ગનો ભારત પર વિશેષ વિશ્વાસ મૂકવા બદલ આભાર માનું છું. હું આપ સૌને ભારતમાં મૂડી રોકાણની ગતિ વધારવા માટે આમંત્રિત કરવા માટેની ઈચ્છા ધરાવું છું. હું આપને આશ્વાસન આપુ છુ કે જાપાન અને ભારતની વચ્ચે વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવા માટે હું તમને શક્ય તેટલી તમામ મદદ કરીશ.

ફરી એક વખત આ આયોજન સાથે જોડાવા માટે આપ સૌને હું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું છું.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
India achieves 40% non-fossil capacity in November

Media Coverage

India achieves 40% non-fossil capacity in November
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 ડિસેમ્બર 2021
December 04, 2021
શેર
 
Comments

Nation cheers as we achieve the target of installing 40% non fossil capacity.

India expresses support towards the various initiatives of Modi Govt.