શેર
 
Comments

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. સુંદરસિંહ ભંડારીની રાજસ્થાનના ઉદયપુરમાં પ્રતિમાના અનાવરણ પ્રસંગે દેશને પરિવારવાદ, સંપ્રદાયવાદ, જાતિવાદ, તૃષ્ટીકરણ અને વોટબેન્કની રાજનીતિમાંથી મુકત કરીને હિન્દુસ્તાનને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવા દેશની યુવાશક્તિને આહ્વાન કર્યું હતું.

આ દેશની ખાતર જેમણે જીવન ખપાવ્યા, બલિદાનો આપ્યા એવા મહાપુરૂષોની ભવ્ય વિરાસતે આપણને જે રાહ બતાવ્યો છે તે વિકાસની રાજનીતિનો છે અને ર૧મી સદીમાં હિન્દુસ્તાનને વિશ્વગુરૂ બનાવવાનું જે મહાપુરૂષોએ સપનું સેવ્યું છે તે સંકલ્પ લઇને વિકાસની રાજનીતિ માટે દેશને લઇ જવો એ જ આવતા સમયની માંગ છે, દેશની હરેક સમસ્યાનું સાચું સમાધાન છે એમ તેમણે જુસ્સાપૂર્વક સંબોધનમાં જણાવ્યું હતું.

ઉદયપુર નગર પરિષદ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક કર્મઠ રાષ્ટ્રભક્ત એવા સ્વ. સુંદરસિંહજી ભંડારીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન ગડકરીએ કર્યું હતું. મુખ્ય અતિથિ તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા ઉદયપુરમાં મેવાડ પ્રદેશના દૂર-સુદૂરના ગામોમાંથી વિરાટ જનમેદની પ્રખર ગરમીમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતનો વિકાસની રાજનીતિનો માર્ગ કેવો પથદર્શક રહયો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, કઠિનાઇઓ જરૂર આવશે. જેઓ ઇતિહાસની જડોથી ફેંકાઇ ગયા છે તેવાઓની નારાજગી પણ વહોરવી પડશે. પરંતુ આઝાદી પછી દેશમાં પરિવારવાદે, જાતિવાદે, સંપ્રદાયવાદે તુષ્ટીકરણ અને વોટબેન્કની રાજનીતિએ જે બરબાદી નોતરી છે એમાંથી ભારતને વિશ્વમાં વિકાસની સ્પર્ધામાં અગ્રેસર બનાવવા દેશની ૪૦ ટકા યુવાશક્તિએ સ્વ. સુંદરસિંહ ભંડારી જેવા રાષ્ટ્રવાદના પ્રણેતાના આદર્શ જીવનમાંથી પ્રેરણા લેવાની છે એવી પ્રેરણાત્મક અપીલ તેમણે કરી હતી.

જયાં સુધી આપણે કુઠિત રાજનીતિ અને રાજકીય અસ્પૃશ્યતાની આઝાદી પછી સર્જાયેલી કમનસીબ સ્થિતિને તિલાંજલી નહીં આપીએ ત્યાં સુધી આ હિન્દુસ્તાનની જનતાને સમસ્યાઓથી છોડાવી શકીશું નહીં. તેમણે જણાવ્યું કે, દેશ માટે જીવી જનારા અને ખપી જનારા આદર્શ રાષ્ટ્રભક્તોએ હિન્દુસ્તાનની વિરાસતનો ઇતિહાસ રહયો છે પરંતુ આઝાદી પછી રાજકીય અસ્પૃશ્યતાએ જે દેશને માટે મહાપુરૂષો, ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા, કઠોર પરિશ્રમ કરી સમાજ માટે યોગદાન આપ્યું તેને વિભિન્ન વિચારધારાના કારણે અસ્પૃશ્ય ગણીને ઉપેક્ષા થઇ. આ કુંઠિત માનસિકતામાંથી દેશને બહાર લાવીને વિકાસની રાજનીતિના માર્ગે દોરવાની જરૂર છે.

સ્વ. સુંદરસિંહ ભંડારીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરિવારિક વિરાસત પરંપરાના આદર્શ યાત્રી ગણાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશમાં ભાજપા જ એકમાત્ર એવો પક્ષ છે જેના પૂર્વજ પ્રેરક મહાપુરૂષોએ ૪૦૦થી અધિક જિલ્લાઓમાં ફરીને રાષ્ટ્રવાદનો સંદેશો પ્રજા સમક્ષ પહોંચાડયો છે.

તેમણે ગુજરાત અને રાજસ્થાનના પૌરાણિક સંબંધ અને વિકાસની રાજનીતિ દ્વારા નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચતું થયું તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, પાણી માટે રાજ્યો-રાજ્યો વચ્ચે લડાઇ થાય છે એ કુઠિત પ્રાદેશિકવાદ છે. ગુજરાત અને રાજસ્થાને વિકાસની રાજનીતિથી નર્મદાનું પાણી તરસી જનતાને આપ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા ચાફેકર બંધુઓ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર અને મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રભક્તોને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, પરિવારવાદ, પ્રાદેશિકવાદ, સંપ્રદાયવાદ, વોટબેંકની રાજનીતિ દેશને બરબાદ કરનારી છે. આપણે આદર્શ મહાપુરૂષોના જીવનમાંથી પ્રેરણા લઇ વિકાસની રાજનીતિનો રાહ અપનાવીએ એવું આહવાન તેમણે કર્યું હતું.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Highlighting light house projects, PM Modi says work underway to turn them into incubation centres

Media Coverage

Highlighting light house projects, PM Modi says work underway to turn them into incubation centres
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM applauds volunteers and contributors of MyGov on completion of 7 Years of MyGov
July 26, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has applauded all those volunteers and contributors of MyGov who have enriched this platform with their contributions. 

Reacting to a tweet by MyGovIndia, the Prime Minister said;

"MyGov stands tall as an effective example of participative governance and giving a voice to our Yuva Shakti.

Today when we mark #7YearsOfMyGov, I applaud all those volunteers and contributors who have enriched this platform with their contributions."