શેર
 
Comments

અમદાવાદ જિલ્લામાં જાપાનની કંપનીઓ અને રોકાણકારો માટે ખાસ જાપાનીઝ ઇન્ડસ્ટ્રીઝ ઝોન સ્થપાશે જાપાન અને ગુજરાત વચ્ચે સહભાગીતાના પારિવારિક સેતુની દિશામાં સિમાચિન્હરૂપ પગલું મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં અમદાવાદ જિલ્લામાં જાપાનની કંપનીઓ, ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો માટે ખાસ જાપાનિઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થાપવા અંગેના મહત્વના સમજૂતિના કરાર ઉપર જાપાન એક્ષ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) અને ગુજરાત સરકારના જાહેર સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB), અને ગુજરાત ઇન્ડેક્ષ્ટબી વચ્ચે હસ્તાક્ષર સંપણ થયા હતા.

જાપાન સરકાર સાથે સંલગન્ JETRO નું ઉચ્ચસ્તરીય જાપાની ડેલીગેશન આજે મુખ્યમંત્રીશ્રીને તેમના નિવાસસ્થાને મળ્યું હતું જેમાં JETRO ના અધ્યક્ષ શ્રીયુત (Mr. HIDEIHIRO YOKOO) હીડેહીરોયોકોએ આ સમજૂતિના કરારની વિશેષતા રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જાપાનના મૂડીરોકાણકારો અને કંપનીઓની ભાગીદારીનું ફલક ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે JETROની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે. આ સમજૂતિ અન્વયે GIDC અમદાવાદ નજીક ખાસ જાપાની ઇન્ડસ્ટ્રીઅલ ઝોન વિકસાવશે અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) અને JETRO આ જાપાનિઝ ઇન્ડસ્ટ્રીઅલ ઝોન ડિઝાઇનીંગ અને માળખાકીય સુવિધા વિકાસનું તબક્કાવાર વિઝન તૈયાર કરશે. જ્યારે ઇન્ડેક્ષ્ટબી અને JETRO ગુજરાતમાં જાપાનના રોકાણકારો અને કંપનીઓના ડેલીગેશનો માટેનું વ્યવસ્થાપન કરશે. આ ઉપરાંત જાપાનમાં ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સેમિનારોનું આયોજન પણ કરશે.

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓ માટે પ્રોજેકટ સ્થાપવાના ક્ષેત્રો, અવસરો અને રોકાણની સંભાવના વિશે પણ JETRO મધ્યસ્થ ભૂમિકા નિભાવશે. આ સમજૂતિના કરારને સિમાચિન્હ રૂપ પ્રગતિશીલ પગલાં તરીકે આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે જાપાન અને ગુજરાત વચ્ચે સહભાગીતા વાતાવરણ પરિવાર સ્વરૂપે વિકસી રહ્યું છે. દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર અને ઘોલેરા SIR ના કારણે જાપાન અને ગુજરાતની સહભાગીતા વિશાળ પાયે વિકસી રહી છે તથા સાણંદ અને ચાંગોદરમાં જાપાન ‘ઇકોફ્રેન્ડલી સિટી’ના પ્રોજેકટ માટે પણ આગળ વધી રહ્યું છે, ત્યારે JETRO નો ગુજરાત સરકાર સાથેનો આ સહયોગી અભિગમ ખૂબ જ ઉપકારક બનશે.

આ પ્રસંગે ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન અને સચિવશ્રી એ. કે. શર્મા, ઇન્ડેક્ષ્ટબી ના મેનેજિંગ ડિરેકટરશ્રી મૂકેશ કુમાર અને ઉદ્યોગ કમિશ્નરશ્રી બી. બી. સ્વૈન ઉપસ્થિત રહ્યા હતા.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Oxygen Express trains so far delivered 2,067 tonnes of medical oxygen across India

Media Coverage

Oxygen Express trains so far delivered 2,067 tonnes of medical oxygen across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 મે 2021
May 06, 2021
શેર
 
Comments

PM Narendra Modi reviews various aspects of the COVID-19 response in the states and districts

India is on the move under the leadership of Modi Govt