શેર
 
Comments

સૌરાષ્ટ્રન-કચ્છંના સમુદ્રકાંઠે નવું સમૃધ્ધન ગુજરાતનું નિર્માણ

 ગીરના સિંહોની ભૂમિ-જૂનાગઢમાં ૬૬માં રાષ્ટ્રી ય આઝાદી દિવસની ગરિમાપૂર્ણ શાનદાર ઉજવણી

 ત્રિરંગો રાષ્ટ્ર ધ્વપજ લહેરાવી મુખ્ય્મંત્રીશ્રીએ સલામી આપી

 ગુજરાતે સુરાજયની સ્થા‍પના માટે અનેકવિધ પહેલ કરી

પ્રોએકટીવ પ્રો-પિપલ ગુડ ગવર્નન્સટ માટેનું મોડેલ ગુજરાતે આપ્યું

પ્રધાનમંત્રીશ્રીએ દેશની જનતાને નિરાશ કરી છે

 વચનોથી નહીં રાજનૈતિક ઇચ્છા શકિતનો અભાવ-વિશ્વાસ કઇ રીતે બેસશે ?

 

મુખ્યઢમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ભારતના પ્રધાનમંત્રીશ્રીની દેશને સુરાજયની દિશામાં લઇ જઇને સુરાજય માટેનો પડકાર કરવામાં રાજનૈતિક નિષ્ફશળતા માટે આકરી આલોચના કરતા જણાવ્યુંપ કે સમગ્ર દેશમાં ગુજરાતે સુરાજયના નિર્માણ માટેનો પડકાર ઝીલી લીધો છે. ગુજરાત પ્રોપિપલ પ્રોએકટીવ ગુડગવર્નન્સતનું મોડેલ બન્યું છે.

ગિરના સિંહોની ભૂમિ ઉપર જૂનાગઢમાં ૬૬માં સ્વાતંત્ર્ય દિવસના પ્રભાતે તિરંગો ધ્વ જ લહેરાવતા મુખ્યભમંત્રીશ્રીએ જેમણે આઝાદીના જંગમાં ઝૂકાવી જીવન ખપાવ્યું તેમને અંજલિ અર્પી સુરાજયના સપના પૂર્ણ કરવા આહવાન કર્યું હતું.

કમનસીબે દેશને સ્વઆરાજય મળ્યું પણ, સુરાજય નથી મળ્યું અને આજે સૌથી પડકાર આ સુરાજયની સ્થાયપનાનો છે. હર હિન્દુપસ્તાજનીની તમન્ના હતી ત્યાિરે સુરાજયનો પથ લીધો હોત તો ભારત દુનિયામાં સમૃધ્ધા દેશ બની ગયો હોત, એમ તેમણે જણાવ્યુમ હતું.

ગુજરાતે ગયા આખા દશકામાં રાજનૈતિક સ્થિારતાના કારણે એક પછી એક સુરાજયના કદમો ઉઠાવ્યા અને ગુડગવર્નન્સદ સ્ટે ટ તરીકે ગુજરાતની ઓળખ બની છે, એમ પણ તેમણે જણાવ્યુપ હતું.

મુખ્યામંત્રીશ્રીએ જણાવ્યું કે ‘પ્રોપિપલ, પ્રોએકટીવ ગુડ ગવર્નન્સે P2G2 ની સુરાજયની દિશા ગુજરાતે બતાવી છે. આજે ગુજરાતની આગવી શાખ ઉભી થઇ છે. પંચ શકિતના આધાર ઉપર સમગ્ર રાજયના વિકાસની ભવ્ય્ ઇમારતનું નિર્માણ કર્યુ છે અને એના પરિણામે ગુજરાત અને વિશેષ કરીને સૌરાષ્ટ્રક – કચ્છુના વિકાસની તાસીર બદલી નાંખી છે. સુરાજય દ્વારા શિક્ષણ, ટેકનીકલ-ITI પ્રશિક્ષણથી નવી યુવા પેઢીનું ભાગ્યં બદલાઇ રહ્યું છે. દશ વર્ષ પહેલા કચ્છુ-સૌરાષ્ટ્ર નો માઇનસ ગ્રોથ હતો. ખારાપાટને કારણે ખેતી નિર્જીવ હતી. ગામડા ખાલી થઇ ગયા હતા. નોકરી-રોજીરોટી માટે સૌરાષ્ટ્રી કચ્છખની વસતિ ગામ છોડી જતી હતી.

મુખ્યસમંત્રીશ્રીએ જણાવ્યુંન કે આવનારા દિવસોમાં કચ્છથ-કાઠીયાવાડની નવી જાહોજલાલી આવવાની છે. દરિયાકાંઠો વિકાસથી ગાજતો કરવો છે. ઘોલેરા એક નવું જ કોસ્ટવલ સિટી બનશે. સમુદ્ર કિનારાને સુરક્ષિત રાખવા મરીન કોસ્ટજલ સિકયોરીટી અને કોસ્ટ લ ડેલપમેન્ટુ ઓથોરિટી બનાવી છે. એક જમાનો હતો ગુજરાતનો દરિયાકિનારો દાણચોરો, શસ્ત્રોથના માફિયા, રાષ્ટ્ર દ્રોહીઓનું સ્વવર્ગ હતો, મજબુર હતો, આજે વિશ્વવેપાર માટે મજબુત બન્યોડ છે, સમૃધ્ધિ‍નો દ્વાર બન્યો છે.

Hon'ble CM's speech on Independence Day, 15-08-2012 at Junagadh in Gujarati

ગુજરાતમાં વિદેશી રોકાણ અને ઉદ્યોગો આવે તેનો વિરોધ કરનારાએ વડાપ્રધાનના આજના સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વિદેશી રોકાણ માટે સર્વસમંતિનો સુર બોલે તેને સમજવાની જરૂર છે, એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીશ્રીએ ભારતની સંવિધાનની મર્યાદામાં રહીને સવાલ કરતા શ્રી નરેન્દ્રંભાઇ મોદીએ જણાવ્યુ્ કે ગરીબ-મધ્યંમવર્ગ માટે આવાસના ઓછા વ્યાાજે બેન્ક લોન ધિરાણ અને યુવાનોને શિક્ષણ માટે વ્યા જ વગર આવી બેન્કન લોન આપવામાં આઠ વર્ષની નિષ્ફજળતા પછી વડાપ્રધાનના વચનો ઉપર કોણ ભરોસો કરશે ?

દરેક ઘરને પાંચ વર્ષમાં વીજળી આપવાનું વચન તો વડા પ્રધાનશ્રીની રાજનૈતિક મજબુરી છે. પરંતુ વીજળીના અંધકારમાં ધકેલી દેવાની ભારત સરકારની નિષ્ફનળ વીજળી નીતિ પછી તેમના વચનમાં કઇ રીતે વિશ્વાસ બેસશે ? કુપોષણ મુકિત અને કુપોષણ સામે જંગ માટેની રણનીતિ શુ છે ?

રાષ્ટ્રી ય વિકાસ પરિષદમાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનને ચિન સામેની સ્પણર્ધા જીતવા યુવાનોના સ્કીલ ઙેવલપમેન્ટા મિશનની રજૂઆત કરી હતી. ભારત સરકારે કશુ નથી કર્યુ અને ગુજરાત સરકારે સ્કી્લ ડેવલપમેન્ટગ અભિયાન ઉપાડી હુન્નવર કૌશલ્યણ તાલીમ આપીને ૬૬૦૦૦ યુવાનોને એક જ મહિનામાં રોજગારી આપી છે. પ્રધાનમંત્રીજી આટલા વૈશ્વિક સ્પ્ર્ધાના વાતાવરણમાં ધીમી ગતિથી કઇ રીતે દેશ વિકાસ કરી શકશે ?

આસામની હિંસા સામે ચિન્તા કરો છો પણ બાંગ્લા દેશી ઘુસણખોરી રોકવા, આસામી હિન્દુણસ્તાસનીઓના દિલમાં આગ છે તેને ઠારવા આ ગંભીર સમસ્યાલ માટે કેમ ચૂપ છે ? કિસાનો અને કૃષિ માટે ભારત સરકારની પાસે કોઇ જ યોજના નથી. આટલો દુષ્કામળ છતાં કેન્દ્રષ સરકાર કશુ કરતી નથી ત્યા રે, ગુજરાત સરકારે અછતના સંકટ સામે ઝઝુમનારા ખેડૂતો અને અબોલ પશુજીવોની વ્હાેરે ઉભા રહેવાની સમયસૂચક સંવેદના બતાવી છે. દુષ્કાઅળ પિડીત ભાઇ-બહેનોને વિશ્વાસ આપું છુ કે તેમની પડખે ઉભા રહીને ઉની આંચ નહીં આવે. તેમણે અંગ્રેજોના સમયથી ચીલાચાલુ અછત મેન્યુમઅલના ઢાંચામાંથી ગુજરાતને બહાર કાઢીને અછત કે કુદરતી આપતિને અસ્કાયામતોના નિર્માણના અવસરમાં બદલવાની નવી વ્યુઢહરચનાની રૂપરેખા આપી હતી.

 

The entire video of the celebrations held on Independence Day, 15-08-2012 at Junagadh.

ગુજરાતના યુવાનોના કૌશલ્યય, બુધ્ધિ મતા, હુન્નર, સામર્થ્યરને વિશાળ અવસરો આપવાની ભૂમિકા સાથે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંલ કે એક નવું સમૃધ્ધા ગુજરાતનું સપનું સાકાર થઇ રહ્યું છે અને યુવાનોની શકિતનું દર્શન દુનિયાને કરાવવું છે.

મુખ્યોમંત્રીશ્રીએ સ્વાનતંત્ર્ય સેનાનીઓ સર્વેશ્રી કનકભાઇ ઉપાધ્યા‍ય, લાભશંકર દવે, છેલભાઇ પાઠક, નથુજીભાઇ રાઠોડ, મનુભાઇ જોષી, પ્રતાપભાઇ પાઠક અને ચંદુભાઇ દવેનું શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતું. મુખ્ય મંત્રીશ્રીએ ધ્વ,જવંદન કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, ધારાસભ્યોર સર્વશ્રી મહેન્દ્રદભાઇ મશરૂ, ભગવાનભાઇ કરગઠીયા, શ્રીમતિ વંદનાબેન મકવાણા, રાજશીભાઇ જોટવા, અગ્રણી શ્રી માધાભાઇ બોરીચા, જિલ્લાા પંચાયત પ્રમુખશ્રી દીવીબેન બારીયા, પૂર્વ મંત્રીશ્રી રતિભાઇ સુરેજા, ભાવનાબેન ચિખલીયા, નિરૂબેન કાંબલીયા, શ્રી ભારતીબાપુ, મુખ્યભ સચિવશ્રી એ.કે.જોતી, પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંઘ, સચિવશ્રી એસ.કે.નંદા, શ્રી ભાગ્યેરશ જહા તેમજ પ્રભારી સચિવશ્રી વિપુલ મિત્રા, માહિતી કમિશ્ન રશ્રી વી.થિરૂપુગલ સહિત વરિષ્ઠા સનદી અધિકારીઓ, જિલ્લાા કલેકટરશ્રી મનીષ ભારદ્વાજ, કમિશ્નહરશ્રી વિપ્રા ભાલ, કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એન.સી.પટેલ, ડી.આઇ.જી. શ્રી ઇ.રાધાકૃષ્ણાન, એસ.પી.શ્રીદિપાંકર ત્રિવેદી, સંસ્થાઓઓના અગ્રણીઓ, શાળા કોલેજના સંચાલકો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યાીમાં નગરજનો ઉપસ્થિકત રહ્યા હતા.

 

'Real salute to our Independence – Turning Swarajya to Surajya' read Shri Modi's blog on 66th Independence Day

Gujarat wishes you a Happy Independence Day

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Oxygen Express trains so far delivered 2,067 tonnes of medical oxygen across India

Media Coverage

Oxygen Express trains so far delivered 2,067 tonnes of medical oxygen across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 મે 2021
May 06, 2021
શેર
 
Comments

PM Narendra Modi reviews various aspects of the COVID-19 response in the states and districts

India is on the move under the leadership of Modi Govt