રક્ષાબંધન પર્વ : નરેન્દ્રભાઇ મોદીને રક્ષાશકિત કવચ બાંધતી બહેન

મુખ્યમંત્રીશ્રીના NSG સહિત સલામતી રક્ષકોને પણ રાખડી બાંધી

બહેનોએ ભગિનીભાવ દર્શાવ્યો મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ સહિત સમાજના વિભિન્ન વર્ગોની બહેનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી

નરેન્દ્રભાઇ મોદી : રાજ્ય સરકારે ગુજરાતની નારીશકિતનું ગૌરવ કર્યું છે

ચૂંટણી ટાણે "એક કા તીન' કરનારાની જમાત મેદાનમાં ઉતરી છે પણ ગુજરાતની બહેનો ભ્રમિત થવાની નથી

ગુમ થયેલા બાળકોના ૯૦(નેવું) ટકા બાળકો રાજ્ય સરકારે પરિવારમાં શોધીને પરત કર્યા છે

 માતાઓ-બહેનોની લાગણી ઉશ્કેરનારા જૂઠાણા ફેલાવી રહ્યા છે

 

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે સમાજના વિવધિ વર્ગોની બહેનો-માતાઓએ રક્ષાશકિત કવચરૂપે રાખડીઓ બાંધી હતી. રક્ષાબંધનની શુભકામના પાઠવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ગુજરાતની નારીશકિતનું ગૌરવ કરવાના અનેકવિધ કાર્યક્રમો કર્યા છે.

ગાંધીનગરમાં મંત્રી-નિવાસ સંકુલમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને રાખડી બાંધવા શ્રમજીવી બહેનો સહિત સમાજના જુદા જુદા વર્ગોની બહેનો ઉમટી હતી. રક્ષાબંધન પર્વનો મહિમા આપણા સમાજ જીવનના સંસ્કારમૂલ્યોનું સવંર્ધન કરે છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ સમાજના સામાન્ય માનવી અને બહેનોની રક્ષા કાજે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

ચૂંટણી ટાણે "એક કા તીન' કરનારા મેદાનમાં ઉતરી આવ્યા છે અને બહેનોને માટે મકાનની ભ્રામક જાહેરાતો કરી છે તેનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આવી જાહેરાતનો અમલ તેમના શાસનના રાજ્યોમાં કરી બતાવે. ગુજરાતની બહેનો તો કયારેય ભ્રમિત થવાની નથી. આ સરકાર સામાન્ય માનવીને આવા તત્વોથી રક્ષિત કરવા સજાગ છે.

ગુજરાતમાં નારી સશકિતકરણના પગલા અંગેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ચિંરજીવ યોજનાથી લાખો ગરીબ સગર્ભા માતાઓ અને શિશુઓની જિંદગી બચી છે. ૧૦૮-ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કારણે ૩૦ હજાર સગર્ભાની સુરક્ષિત સુવાવડ એમ્બ્યુલન્સમાં થઇ શકી છે અને માતૃત્વની રક્ષા કરી છે. કન્યા કેળવણી અભિયાનથી કન્યા શિક્ષણમાં સો ટકા પ્રવેશ શક્ય બન્યો છે. કન્યાનો ડ્રોપ આઉટ દર ૪૧ ટકા હતો તે તદ્દન ધટીને માંડ બે ટકા જ રહ્યો છે. કન્યાઓને અભ્યાસ માટે મફત બસ મૂસાફરીની અને અન્ય અનેક પ્રોત્સાહક સુવિધાઓ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ગૂમ થયેલા ૧૪ વર્ષની ઉપરના બાળકોના પ્રશ્ને માતાઓ અને બહેનોની લાગણી ઉશ્કેરવા જૂઠાણા ફેલાવી રહેલા સામે આક્રોશ વ્યકત કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં બાળકો અને મહિલાઓની સુરક્ષામાં સૌથી ઉત્તમ કક્ષા ગુજરાતની છે. રાજ્ય સરકાર ગુમ થતા બાળકોના પરિવારો પ્રત્યે પૂરી સંવેદનશીલ અને ગંભીર રહી છે અને ખોવાયેલા બાળકોમાંથી ૯૦ ટકા બાળકોને શોધીને પરિવારને પરત સોંપ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૪૦૦-૫૦૦ બાળકો ગૂમ થાય છે અને તેને શોધવા રાજ્યની પોલીસ અન્ય રાજ્યોમાં જઇને પણ બધા જ પ્રયાસો કરે છે. બાળકોની સુરક્ષા માટે સરકાર, સમાજ, પરિવાર-સૌની સહિયારી સજાગતા અને જવાબદારી છે છતાં, માતૃશકિતની લાગણી ઉશ્કેરવા સરકાર સામે જુઠ્ઠાણા ફેલાવાઇ રહ્યા છે તેનાથી સજાગ રહેવા તેમણે માતાઓ-બહેનોને અપીલ કરી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ, બ્રહ્માકુમારીઝ બહેનો સહિત સમાજની વિવિધ વર્ગની બહેનોએ પણ રક્ષાબંધન કર્યું હતું અને મુખ્ય મંત્રીશ્રીના સુરક્ષા કર્મીઓ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ કમાન્ડોને પણ બહેનોએ રાખડી બાંધી હતી.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Make in India: Google to manufacture drones in Tamil Nadu, may export it to US, Australia, others

Media Coverage

Make in India: Google to manufacture drones in Tamil Nadu, may export it to US, Australia, others
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 મે 2024
May 25, 2024

Citizens Express Appreciation for India’s Muti-sectoral Growth with PM Modi’s Visionary Leadership