અમેરિકન કોંગ્રેસના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝમાં સતત ચોથીવાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયેલા નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતું ઐતિહાસિક નિવેદન
અમેરિકન કોંગ્રેસમાં મુખ્ય મંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વની પ્રસંશા

ભારત અને અમેરિકાના સંબંધો અંગેની નીતિવિષયક બાબતો અંગેની કમિટીના રેન્કીંગ મેમ્બર એવા શ્રીયુત એની ફેલિઓમાવેગાએ આ કોંગ્રેસનલ રેકોર્ડનું મહત્વ દર્શાવતા મુખ્ય મંત્રીશ્રીને પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનલ રેકોર્ડ તરીકે, અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેન્ટેટીવ્ઝના ૧૧૩માં સત્રમાં તેમણે રજૂ કરેલું આ નિવેદન હવે અમેરિકાના રાજકીય ઇતિહાસનો ભાગ બની ગયું છે અને ભવિષ્યની પેઢીઓ માટે ચિરંજીવ રહેવાનું છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીની અસામાન્ય નેતૃત્વ ક્ષમતા અને માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં વિકાસ માટેના તેમના યોગદાનનો પ્રભાવ છે તેને આ અમેરિકન કોંગ્રેસના ઐતિહાસિક દસ્તાવેજથી સ્વીકૃતિ મળી છે. આ નિવેદનમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની સિદ્ધિઓ અને ક્ષમતાને સન્માનિત કરવામાં આવી છે. એલાયન્સ ફોર યુએસઇન્ડીયા બિઝનેસ (AUSIB)ના સ્થાપક પ્રમુખ શ્રી સંજય પુરીએ ખાસ અમેરિકાથી આવીને શ્રી ફેલિઓમાવેગા વતી આ ઐતિહાસિક યુએસ કોંગ્રેસનલ રેકોર્ડ મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.
શ્રી સંજય પુરીએ જણાવ્યું કે, અમેરિકા, યુરોપ સહિતના સમૃદ્ધ દેશોમાં ગુજરાત અને ગુજરાતની જનતા વિશે જે અભૂતપૂર્વ શાખપ્રતિષ્ઠા અને આદરભાવ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે છે તેનું ઉત્તમ વાતાવરણ સર્જવાનું શ્રેય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને ફાળે જાય છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો સહિત વિશ્વના અનેક દેશોના લોકો વિડીયો કોન્ફરન્સથી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન અને તેમાંથી પ્રેરણા લેવા ઉત્સુક હોય છે. કેટલાક મુઠ્ઠીભર પરિબળો તેમના વિધ્નસંતોષી ઇરાદા માટે પ્રવૃત્ત છે તે સિવાય આર્થિક સામાજિક વિકાસ અને માનવકલ્યાણની ભાવના ધરાવતા સૌ કોઇ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોને સમર્થન આપી રાા છે જેની સંખ્યા અત્યંત વિશાળ છે. ૧૧૩મી અમેરિકન કોંગ્રેસમાં ૧૩મી ફેબ્રુઆરી, ર૦૧૩ના રોજ શ્રીયુત ફેલિઓમાવેગાએ રજૂ કરેલું નિવેદન અક્ષરશઃ આ પ્રમાણે છે.

Shri Modi with Representative Eni Faleomavaega in 2010



