શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બર 2020ના રોજ વારાણસીની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ 19ના હંડિયા (પ્રયાગરાજ) – રજતાલાબ (વારાણસી) વિભાગની છ માર્ગીય વિસ્તરણ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દેવ દિવાળીના સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે, કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પરિયોજનાની સાઇટની મુલાકાત લેશે અને સારનાથ પુરાતત્ત્વીય સ્થળની પણ મુલાકાત લેશે.

નવો વિસ્તરણ કરાયેલો છ લેનવાળો NH 19 જે 73 કિલોમીટરના વિસ્તારને આવરી લેતો માર્ગ કુલ રૂ. 2447 કરોડના ખર્ચે બનાવેલો છે, જેનાથી પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે મુસાફરીનો સમય એક કલાક જેટલો ઘટી જવાની સંભાવના છે.

વારાણસીમાં પ્રકાશ અને ઉત્સાહનો વિશ્વ વિખ્યાત તહેવાર બનેલી દેવ દીવાળી કાર્તિક મહિનાની દરેક પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી વારાણસીના રાજ ઘાટ પર દીવો પ્રગટાવીને મહોત્સવની શરૂઆત કરશે ત્યારબાદ ગંગા નદીના બંને કાંઠે 11 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પરિયોજનાની સાઇટની મુલાકાત લઇ તેની પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ સરનાથના પુરાતત્ત્વીય સ્થળ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ જોશે, જેનું ઉદઘાટન આ મહિનાની શરૂઆતમાં તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
US approves temporary waiver of patent protection rules on Covid vaccines proposed by India

Media Coverage

US approves temporary waiver of patent protection rules on Covid vaccines proposed by India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 મે 2021
May 05, 2021
શેર
 
Comments

Netizens along with PM Narendra Modi recognised the efforts of healthcare workers and nurses by setting an example in reducing vaccine wastage for strengthening the fight against COVID-19

Modi Govt stresses on taking decisive steps to stem nationwide spread of COVID-19, along with other initiatives focussing on the development of country