પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31મી જાન્યુઆરી, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 30મા રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમની થીમ ‘શી ધ ચેન્જ મેકર’ છે, જેનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે.
મહિલા આયોગ, રાજ્ય સરકારોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, યુનિવર્સિટી અને કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા ઉદ્યમીઓ તેમજ વેપારી સંગઠનો આ કાર્યક્રમનો ભાગ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ હાજર રહેશે.