શેર
 
Comments
મૈસૂર ખાતે પ્રધાનમંત્રીના યોગ કાર્યક્રમની સાથે સાથે સમગ્ર દેશમાં 75 સુપ્રસિદ્ધ સ્થળોએ સામૂહિક યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
સમગ્ર દેશમાં વિવિધ બિન સરકારી સંગઠનો દ્વારા પણ સામૂહિક યોગ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કરોડો લોકો ભાગ લઇ રહ્યા છે
મૈસૂર ખાતે પ્રધાનમંત્રીનો યોગ કાર્યક્રમ ‘એક સૂર્ય, એક પૃથ્વી’ની પરિકલ્પનાને રેખાંકિત કરતા ‘ગાર્ડિયન યોગ રિંગ’ નામના નવતર કાર્યક્રમનો હિસ્સો છે
“યોગ માત્ર કોઇ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે”
“યોગ આપણા સમાજમાં, રાષ્ટ્રમાં, દુનિયામાં શાંતિ લાવે છે અને યોગ આપણા બ્રહ્માંડમાં પણ શાંતિ લાવે છે”
“યોગ દિવસની ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃતિ એ ભારતની અમૃત લાગણીને મળેલી સ્વીકૃતિ છે જેણે ભારતની સ્વતંત્રતાના સંગ્રામને ઊર્જા આપી હતી”
“ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ એ ભારતના ભૂતકાળ, ભારતના વૈવિધ્ય અને ભારતના વિસ્તરણને એક તાતણે બાંધવા જેવો છે”
“યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”
“આજે યોગ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને ચરિતાર્થ કરવાનો સમય છે”
“આપણે જ્યારે યોગમય જીવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે યોગ દિવસ આપણા સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણીનું માધ્યમ બની જાય છે”

પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના 8મા સંસ્કરણ નિમિત્તે મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમમાં હજારો લોકોની સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, રાજ્યના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં મૈસૂર જેવા આધ્યાત્મિક કેન્દ્રો દ્વારા સદીઓથી જતન કરવામાં આવી રહેલી યોગની શક્તિ આજે આખી દુનિયાને આરોગ્યની દિશા ચિંધી રહી છે. તેમણે કહ્યું હતું કે આજે યોગ વૈશ્વિક સહકાર માટે આધાર બની ગયા છે અને માનવજાતના આરોગ્યપ્રદ જીવનમાં આસ્થા પૂરી પાડવાનું કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, આજે આપણે જોઇએ છીએ કે, યોગ હવે લોકોના ઘરમાંથી બહાર આવ્યો છે અને સમગ્ર દુનિયામાં તેનો ફેલાવો થયો છે અને આ જ આધ્યાત્મિક અનુભૂતિનું ચિત્ર છે, અને આ જ કુદરતી તેમજ સહિયારી માનવીય સભાનતા છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં અભૂતપૂર્વ મહામારી દરમિયાન આપણે તેના સાક્ષી બન્યા છીએ. તેમણે કહ્યું હતું કે, “યોગ હવે વૈશ્વિક મહોત્સવ બની ગયો છે. યોગ હવે માત્ર કોઇપણ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે. આથી આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ – માનવજાત માટે યોગ – રાખવામાં આવી છે.” તેમણે આ વૈશ્વિક થીમ અપનાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર અને તમામ સહભાગી દેશોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતીય ઋષિમુનિઓને ટાંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી મળેલી શાંતિ માત્ર કોઇ અમુક વ્યક્તિઓ માટે જ નથી હોતી. યોગ આપણા સમગ્ર સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. અને, યોગ આપણા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે.” તેમણે પોતાની વાતને આગળ વધારતા જણાવ્યું હતું કે, “આ સમગ્ર બ્રહ્માંડ આપણા પોતાના શરીર અને આત્માથી શરૂ થાય છે. બ્રહ્માંડનો આરંભ આપણાથી થાય છે. અને, યોગ આપણને આપણી અંદર રહેલી દરેક બાબતો વિશે સભાન બનાવે છે અને જાગૃતિની ભાવના ઊભી કરે છે.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત અત્યારે તેની આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સાથે સાથે યોગ દિવસની પણ ઉજવણી કરી રહ્યું છે. યોગ દિવસની ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃતિ એ ભારતની અમૃત લાગણીને મળેલી સ્વીકૃતિ છે જેણે ભારતની સ્વતંત્રતાના સંગ્રામને ઊર્જા આપી હતી. આથી સમગ્ર દેશમાં ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસના સાક્ષી રહ્યા હોય અને સાંસ્કૃતિક ઊર્જાના કેન્દ્રો હોય તેવા 75 સુપ્રસિદ્ધ સ્થળોએ સામૂહિક યોગ પ્રદર્શનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે આગળ સમજાવ્યું હતું કે, “ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ એ ભારતના ભૂતકાળ, ભારતના વૈવિધ્ય અને ભારતના વિસ્તરણને એક તાતણે બાંધવા જેવો છે.” તેમણે નવતર કાર્યક્રમ ‘ગાર્ડિયન યોગ રિંગ’ વિશે પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમ દેશોની ભૌગોલિક સરહદોને ઓળંગીને યોગની એકીકરણ શક્તિને દર્શાવવા માટે વિદેશમાં ભારતીય મિશનોની સાથે સાથે 79 દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થાઓ વચ્ચે હાથ ધરવામાં આવેલી સહયોગી કવાયત છે. જેમ જેમ સૂર્ય દેખીતી રીતે સમગ્ર વિશ્વમાં પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, તેમ સહભાગી દેશોમાં સામૂહિક યોગ પ્રદર્શનોને જો પૃથ્વી પરના કોઇપણ એક બિંદુ પરથી જોવામાં આવે તો, લગભગ એક પછી એક સ્થળે યોજાઇ રહ્યા હોય તેવું લાગશે. આમ તે ‘એક સૂર્ય, એક પૃથ્વી’નો ખ્યાલ રેખાંકિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, “યોગનું આ આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”.

શ્રી મોદીએ ટાંક્યું હતું કે, યોગ માત્ર આપણા જીવનનો એક હિસ્સો નથી, આજે, તે જીવન જીવવાની રીત બની ગયા છે. તેમણે કહ્યું હતું કે, માત્ર ચોક્કસ સમય અથવા સ્થળ પૂરતા મર્યાદિત ના હોવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, “ભલે આપણે ગમે તેટલી સફળતા મેળવીએ, મેડિટેશન માટે ફાળવેલી થોડી મિનિટો આપણને શાંતિ અને રાહત આપે છે તેમજ આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે. આથી, આપણે યોગને વધારાના કામ તરીકે નથી માનવાના. આપણે પણ યોગ જાણવાના છે અને આપણે યોગમય જીવન જીવવાનું પણ છે. આપણે યોગ સિદ્ધ પણ કરવાના છે, આપણે યોગને અપનાવવાના પણ છે. જ્યારે આપણે યોગમય જીવવાનું શરૂ કરીશું, ત્યારે યોગ દિવસ આપણા માટે યોગ કરવાનું નહીં, પરંતુ આપણાં સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણી કરવાનું માધ્યમ બની જશે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે યોગ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને ચરિતાર્થ સમય છે. આજે આપણા યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં યોગના ક્ષેત્રમાં નવા વિચારો સાથે આગળ આવી રહ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આયુષ મંત્રાલય દ્વારા સ્ટાર્ટઅપ યોગ ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ‘યોગના પ્રચાર અને વિકાસ માટે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર’ના 2021ના વિજેતાઓ અભિનંદન પાઠવ્યા હતા.  

આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) સાથે આઝાદી કા અમૃત મહોત્સવને એકીકૃત કરીને મૈસૂરમાં પ્રધાનમંત્રીના યોગ પ્રદર્શનની સાથે સાથે સમગ્ર દેશમાં 75 સુપ્રસિદ્ધ સ્થળોએ 75 કેન્દ્રીય મંત્રીઓના નેતૃત્વ હેઠળ સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, કોર્પોરેટ અને અન્ય નાગરિક સમાજ સંગઠનો દ્વારા પણ યોગ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં દેશભરના કરોડો લોકો ભાગ લઇ રહ્યા છે.

મૈસૂર ખાતે યોજાયેલો પ્રધાનમંત્રીનો યોગ કાર્યક્રમ ‘એક સૂર્ય, એક પૃથ્વી’ની પરિકલ્પનાને રેખાંકિત કરતા ‘ગાર્ડિયન યોગ રિંગ’ નામના નવતર કાર્યક્રમનો હિસ્સો છે. આ એક સહયોગપૂર્ણ કવાયત છે જેમાં 79 દેશો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તેમજ વિદેશમાં આવેલા ભારતીય મિશનો સામેલ છે અને રાષ્ટ્રોની ભૌગોલિક સરહદોથી ઓળંગીને દુનિયાને એકીકૃત કરતી યોગની શક્તિનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2015થી, દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘માનવજાત માટે યોગ’ રાખવામાં આવી છે. આ થીમ કેવી રીતે યોગે કોવિડ મહામારી દરમિયાન માનવજાતનું દુઃખ દૂર કરવામાં સેવા આપી તેનું નિરૂપણ કરે છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
How MISHTI plans to conserve mangroves

Media Coverage

How MISHTI plans to conserve mangroves
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 માર્ચ 2023
March 21, 2023
શેર
 
Comments

PM Modi's Dynamic Foreign Policy – A New Chapter in India-Japan Friendship

New India Acknowledges the Nation’s Rise with PM Modi's Visionary Leadership