પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈટાલિયન યુનિવર્સિટીઓના અનેક ભારતવિદો અને સંસ્કૃત નિષ્ણાતો સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને યોગ તથા આયુર્વેદની પ્રેક્ટિસમાં તેમની રુચિની નોંધ લીધી અને ભારત અને ઇટલી વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં તેમના દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી.