ભારતના વડાપ્રધાન શ્રી ડૉ.મનમોહનસિંઘે અમદાવાદમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના સુવર્ણજયંતિ વર્ષમાં રાજ્યપાલ શ્રીમતી ડૉ.કમલાજી અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા 46મા પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું કે વિશ્વના ફલક ઉપર ભારત વૈશ્વિક મુડીરોકાણ માટેનું પસંદગીનું સ્થળ બન્યું છે. ભારતે આર્થિક ક્ષેત્રે અનુપમ પ્રગતિ સાધી છે જે દેશની દુરંદેશી આર્થિક નીતિઓને આભારી છે આપણે ઉદ્યોગો અને સેવાના ક્ષેત્રોમાં આધુનિકરણ અને વૈવિધ્ય સિધ્ધ કરવામાં સફળ રહ્યા છીએ. ભારતે માહિતી પ્રૌદ્યોગિકી, સંશોધન વિકાસ અને મોર્ડનાઇઝેશનમાં વિશ્વના નકશામાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આર્થિક સુધારાઓને પરિણામે ભારત વૈશ્વિક આર્થિક પ્રવાહોમાં સામેલ થઇ ચુકયું છે વૈશ્વિક મંદીના સંકટમાં પણ આપણે બહારની મંદી સામે મક્કમપૂર્વક પ્રતિકાર કરીને મંદીની અસરથી અલિપ્ત રહી શક્યા છીએ.