શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ના અંતિમ ઉતરણના સાક્ષી બનવા બેંગાલુરુ ખાતે ઇસરોના મુખ્યમથકની મુલાકાતલેશે.

તેઓ આ ઐતિહાસિકઅવસર દરમિયાન સમગ્ર ભારતમાં ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓમાટેયોજાયેલી અંતરિક્ષ વિજ્ઞાન પરની પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓ સાથે વાર્તાલાપ પણકરશે.

પ્રધાનમંત્રી તરીકે વિજ્ઞાન અને તેની સિદ્ધિઓ પ્રત્યે ઊંડો રસ ધરાવતા શ્રી નરેન્દ્ર મોદીની ઇસરો મુલાકાત ભારતીય અવકાશ વિજ્ઞાનીકોના જૂસ્સામાં અનેકગણો વધારો કરશે અને નવીન વિચારો તથા સંશોધન ભાવના વિકસાવવા યુવાનોને પ્રેરણા પુરી પાડશે.

ચંદ્રયાન-2 અભિયાન પ્રત્યે પોતાનો અંગત રસ દર્શાવતા શ્રી મોદીએ તેના વિશે જણાવ્યું હતું કે, “આ અભિયાન હૃદયથી ભારતીય છે અને આત્માથી પણ ભારતીય છે. આ સંપૂર્ણ સ્વદેશી અભિયાન છે,આ હકીકત જ દરેક ભારતીયોને ગૌરવ અપાવશે.”

ઇસરોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે,“લેન્ડર વિક્રમનો ચંદ્ર પર ઉતરણ કરવાનો સમય 7મી સપ્ટેમ્બર, 2019ના રોજ મધરાત્રેભારતીય સમય અનુસાર 01:00 થી 02:00 દરમિયાન નિર્ધારિત કરવામાં આવ્યો છે, ત્યાર બાદ લેન્ડર 01:30 થી 02:30 કલાકની વચ્ચે ચંદ્રની સપાટીને સ્પર્શકરશે.”

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Dreams take shape in a house: PM Modi on PMAY completing 3 years

Media Coverage

Dreams take shape in a house: PM Modi on PMAY completing 3 years
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટ સાથે મુલાકાત
November 20, 2019
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટને મળ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ દરિયાકિનારાને સમાંતર વિસ્તારોમાં જંગલોમાં લાગેલી આગમાં થયેલી જાનમાલની હાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુરુનાનક દેવજીની 550મી જન્મજયંતી પર પ્રકાશ પર્વ પર સુવર્ણ મંદિરની મુલાકાત લેવા સહિત ભારતની શ્રી ટોની એબોટ્ટની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી.

દરમિયાન પ્રધાનમંત્રીએ નવેમ્બર, 2014માં બ્રિસ્બેનમાં યોજાયેલી જી-20 શિખર સંમેલન માટે એમણે લીધેલી મુલાકાતને આનંદ સાથે યાદ કરી હતી. આ મુલાકાત દરમિયાન કેનબેરા, સિડની અને મેલબોર્નમાં ફળદાયક દ્વિપક્ષીય જોડાણ તથા ઓસ્ટ્રેલિયાની સંસદનાં સંયુક્ત સત્રને કરેલા સંબોધનને પણ યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવામાં શ્રી ટોની એબોટ્ટની ભૂમિકાને પણ બિરદાવી હતી.