શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં ગોરખપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ગોરખપુરમાં પીએમ-કિસાન યોજનાનો શુભારંભ કરશે.

પ્રધાનમંત્રી ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ભારતીય ખાતર નિગમ)નાં મેદાનમાં એક સ્વીચ દબાવીને પીએમ—કિસાન યોજનાનો પ્રારંભ થવાનાં પ્રતીકરૂપે પસંદગીનાં ખેડૂતોને રૂ. 2,000નો પ્રથમ હપ્તો ઇલેક્ટ્રોનિક રીતે હસ્તાંતરિત કરશે.

પ્રધાનમંત્રી પીએમ-કિસાન યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે.

પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સ મારફતે પીએમ-કિસાન યોજનાનાં પસંદગીનાં લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (પીએમ-કિસાન)

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (પીએમ-કિસાન)ની જાહેરાત 1 ફેબ્રુઆરી, 2019નાં રોજ વચગાળાનાં બજેટ 2019-20માં થઈ હતી.

આ યોજનાં અંતર્ગત 2 હેક્ર સુધીની જમીન ધરાવતાં/જમીનની માલિકી ધરાવતાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે રૂ. 6,000ની સહાય કરવામાં આવશે.

આ રકમ રૂ. 2,000નાં એક એવા ત્રણ હપ્તામાં આપવામાં આવશે.

આ રકમ પ્રત્યક્ષ સહાય હસ્તાંતરણ (ડીટીબી) મારફતે લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવામાં આવશે. ડીબીટી સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શકતા સુનિશ્ચિત કરશે અને ખેડૂતો માટે સમય બચાવશે.

આ યોજના લઘુ અને સીમાંત ખેડૂતો (એસએમએફ)ની આવક વધારવા માટે પ્રસ્તુત કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ, 12 કરડોથી વધારે લઘુ અને સીમાંત ખેડૂતોને લાભ થશે.

પીએમ-કિસાન યોજનાનો ઉદ્દેશ પાક સંરક્ષણ અને ઉચિત વળતર સુનિશ્ચિત કરવા વિવિધ કાચા માલની ખરીદી કરવાની નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા, દરેક પાક ચક્રને અંતે કૃષિની અંદાજિત આવક સાથે અનુકૂળ  બનાવવાનો . આ તેમને આ પ્રકારનાં ખર્ચને પહોંચી વળવા શાહૂકારોની જાળમાં પડતા પણ છોડાવશે અને કૃષિ પ્રવૃત્તિઓ જાળવી રાખવાની સુનિશ્ચિતતા કરશે.

પીએમ-કિસાન કેન્દ્ર સરકારની યોજના છે, જે ભારત સરકાર પાસેથી 100 ટકા ફંડ મેળવે છે. આ યોજના લાયકાત ધરાવતા લાભાર્થીઓનાં લાભનું હસ્તાંતરણ કરવા 1.12.2018થી અમલી બનશે.

રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટીતંત્ર ખેડૂત પરિવારોની ઓળખ કરશે, જે યોજનાની માર્ગદર્શિકા મુજબ ટેકો આપવા લાયક હશે.

પીએમ-કિસાન ક્રાંતિકારી યોજના છે, જેનો ઉદ્દેશ દર વર્ષે ત્રણ હપ્તામાં નાણાકીય સહાય સુનિશ્ચિત કરીને ભારતમાં લઘુ અને સીમાંત ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવાનો છે. આ યોજનાનો અમલ ડીબીટી મારફતે થશે, જે લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધી રકમ હસ્તાંતરિત કરશે, જેથી વચેટિયા દૂર થશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે. એક વારની લોન માફી યોજનાથી વિપરીત પીએમ-કિસાન ખરાં અર્થમાં નાના ખેડૂતો માટે સન્માનિત જીવન સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવા માટે બનાવેલી યોજના છે, જે ખેડૂતોને સક્ષમ બનાવશે. લાંબા ગાળે આ યોજના ખેડૂતોની સ્થળાંતરની સમસ્યાનું સમાધાન કરશે અને પાકની ઉત્પાદકતા વધારશે એવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી ગોરખપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ દેશને અર્પણ કરશે/શુભારંભ કરશે. તેઓ જનસભાને સંબોધન કરશે.

આ વિકાસલક્ષી પ્રોજેક્ટ ગેસ માળખાથી સ્વાસ્થ્ય સુધીનાં છે, જે ગોરખપુરમાં પ્રધાનમંત્રીનાં હાથે શરૂ થશે. આ વિવિધ પરિયોજનાથી ઉત્તરપ્રદેશનાં લોકોને ઘણો લાભ થશે એવી અપેક્ષા છે.

 

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
52.5 lakh houses delivered, over 83 lakh grounded for construction under PMAY-U: Govt

Media Coverage

52.5 lakh houses delivered, over 83 lakh grounded for construction under PMAY-U: Govt
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પીએમ 3જી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કરશે
November 30, 2021
શેર
 
Comments
ફોરમ 'બિયોન્ડ' ની થીમ પર, 'ફિનટેક બિયોન્ડ બાઉન્ડ્રીઝ', 'ફિનટેક બિયોન્ડ ફાઇનાન્સ' અને 'ફિનટેક બિયોન્ડ નેક્સ્ટ' સહિતની વિવિધ પેટા થીમ્સ સાથે ધ્યાન કેન્દ્રીત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ડિસેમ્બર, 2021ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ફિનિટી ફોરમ, ફિનટેક પર વિચારશીલ નેતૃત્વ મંચનું ઉદ્ઘાટન કરશે.

3 અને 4 ડિસેમ્બર, 2021 ના ​​રોજ GIFT સિટી અને બ્લૂમબર્ગના સહયોગથી ભારત સરકારના નેજા હેઠળ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફોરમની પ્રથમ આવૃત્તિના ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુકે ભાગીદાર દેશો છે.

ઈન્ફિનીટી ફોરમ વિશ્વના અગ્રણી બોધિકોને એકસાથે લાવશે અને નીતિ, વ્યાપાર અને ટેક્નોલોજીમાં અને વ્યાપકપણે માનવતાની સેવા કરવા માટે ફિનટેક ઉદ્યોગ દ્વારા કેવી રીતે ટેક્નોલોજી અને નવીનતાનો લાભ લઈ શકાય તે અંગે ચર્ચા કરવા અને કાર્યવાહી કરવા યોગ્ય સમજ સાથે આગળ આવશે.

ફોરમની કાર્યસૂચિ 'બિયોન્ડ' ની થીમ પર ધ્યાન કેન્દ્રીત કરશે; નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહિત કરવા વૈશ્વિક હિસ્સાના વિકાસમાં ભૌગોલિક સીમાઓની બહાર સરકારો અને વ્યવસાયો ધ્યાન કેન્દ્રીત કરવા સાથે ફિનટેક બાયન્ડરીઝ સહિતની વિવિધ પેટા થીમ્સ સાથે; ફાઇનાન્સથી આગળ ફિનટેક, ટકાઉ વિકાસને આગળ વધારવા માટે સ્પેસટેક, ગ્રીનટેક અને એગ્રીટેક જેવા ઉભરતા ક્ષેત્રો સાથે સંકલન કરીને; અને ફિનટેક બિયોન્ડ નેક્સ્ટ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કેવી રીતે ભવિષ્યમાં ફિનટેક ઉદ્યોગની પ્રકૃતિને અસર કરી શકે છે અને નવી તકોને પ્રોત્સાહન આપી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરશે.

ફોરમમાં 70 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. ફોરમના મુખ્ય વક્તાઓમાં મલેશિયાના નાણા મંત્રી તેંગકુ શ્રી ઝફરુલ અઝીઝ, ઇન્ડોનેશિયાના નાણા મંત્રી શ્રીમતી શ્રી મુલ્યાની ઇન્દ્રાવતી, ક્રિએટિવ ઇકોનોમી ઇન્ડોનેશિયાના મંત્રી શ્રી સેન્ડિયાગા એસ યુનો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી શ્રી મુકેશ અંબાણી, ચેરમેન અને સીઇઓ સોફ્ટ બેન્ક ગ્રુપ કોર્પો. શ્રી મસાયોશી સન, ચેરમેન અને સીઈઓ,આઈબીએમ કોર્પોરેશન શ્રી અરવિંદ કૃષ્ણા, એમડી અને સીઈઓ કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ શ્રી ઉદય કોટક, અન્યો સહિતના મહાનુભાવો સામેલ છે. નીતિ આયોગ, ઈન્વેસ્ટ ઈન્ડિયા, FICCI અને NASSCOM આ વર્ષના ફોરમના કેટલાક મુખ્ય ભાગીદારો છે.

IFSCA વિશે

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA), જેનું મુખ્ય મથક ગિફ્ટ સિટી, ગાંધીનગર ગુજરાત ખાતે છે, તેની સ્થાપના ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી એક્ટ, 2019 હેઠળ કરવામાં આવી છે. તે નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને વિકાસ અને નિયમન માટે એકીકૃત સત્તા તરીકે કામ કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) માં નાણાકીય સંસ્થાઓ. હાલમાં, GIFT IFSC એ ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે.