શેર
 
Comments
PM Modi to visit Japan for the India-Japan Annual Summit
PM Modi to meet PM Shinzo Abe of Japan
PM Modi to meet business leaders and industry captains from India and Japan

પ્રધાનમંત્રીની જાપાન મુલાકાત પહેલા તેમનાં નિવેદનનો મૂળપાઠ નીચે મુજબ છે.

હું વાર્ષિક શિખર સંમેલન માટે 28-29 ઓક્ટોબર, 2018નાં રોજ જાપાનનાં પ્રવાસે જઈશ. સપ્ટેમ્બર, 2014માં જાપાનની મારી પ્રથમ મુલાકાત પછીથી પ્રધાનમંત્રી તરીકે હું પ્રધાનમંત્રી શિન્ઝો આબેને 12મી વાર મળીશ. વર્ષ 2014પછી વાર્ષિક શિખર સંમેલન માટે મેં વર્ષ 2016માં જાપાનની મુલાકાત લીધી હતી.

ગયા વર્ષે મને મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને શ્રીમતી અકી આબેનાં યજમાન બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. જાપાન હંમેશા ભારતનું અમૂલ્ય ભાગીદાર રહ્યું છે. બંને દેશો વચ્ચે વિશષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીનાં સંબંધો છે.  જાપાનની સાથે આપણાં આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો છે, જેમાં તાજેતરનાં વર્ષોમાં પાયાનું પરિવર્તન આવ્યું છે. અત્યારે આ ભાગીદારી અતિ નક્કર અને ઉદ્દેશપૂર્ણ બની ગઈ છે. આ ભારતની ‘એક્ટ-ઈસ્ટ’ નીતિનાં મજબૂત આધાર, મુક્ત, ખુલ્લા અને સમાવેશક ભારત-પ્રશાંતનાં આપણાં સહિયારા દ્રષ્ટિકોણ અને કટિબદ્ધતા પર આધારિત છે.

લોકશાહી દેશ હોવાને નાતે બંને દેશોનાં મૂલ્યો લગભગ એકસમાન છે. આપણે બધા માટે શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છીએ છીએ.

ભારત અને જાપાન એકબીજાનાં પૂરક છે અને એમાં બંને દેશોને લાભ થયો છે. જાપાન અત્યારે ભારતનાં આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસ અને આધુનિકીકરણમાં સૌથી વિશ્વસનીય સાથીદાર છે તથા ભારત માટે સૌથી મોટો રોકાણકાર દેશ છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવી યોજનાઓથી આપણાં આર્થિક સંબંધોનું ઊંડાણ પ્રકટ થાય છે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્કિલ ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’, ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ જેવી ઘણી રાષ્ટ્રીય પહેલોમાં જાપાન અગ્રણી ભૂમિકા અદા કરે છે.

જાપાની રોકાણકારોએ ભારતનાં આર્થિક ભવિષ્ય પર બહુ ભરોસો છે, જેમાં અસંખ્યા તકો ઉપલબ્ધ છે.

આપણે નવીનતા, ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ વ્યવહારોમાં જાપાનનાં વૈશ્વિક નેતૃત્વને બહુ માન આપીએ છીએ. આ પ્રવાસ દરમિયાન મને રોબોટિક્સમાં જાપાનની ઉચ્ચ ટેકનોલોજી ક્ષમતાઓને જોવાની તક મળશે.

હું પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરીશ તથા બંને દેશોનાં વેપાર અને ઉદ્યોગનાં દિગ્ગજો સાથે વાતચીત કરીશ. હું ભારતીય સમુદાયને સંબોધન પણ કરીશ.

આ વાતચીતથી આપણાં વેપારી અને રોકાણ સંબંધિત સંબંધોને વધુ ગાઢ બનાવવામાં પ્રદાન કરવામાં મદદ મળશે તેમજ સ્વાસ્થ્ય સુવિધા, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ખાદ્ય પ્રસંસ્કરણ, આપત્તિ જોખમમાં ઘટાડો અને આપત્તિઓનો સામનો કરવા યોગ્ય માળખાગત સુવિધાઓ જેવા નવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પ્રોત્સાહન મળશે.

હું મારા સાંસદો, પોતાનાં રાજ્યો અને જાપાનનાં પ્રાંતો વચ્ચે ગાઢ થઈ રહેલાં સંબંધોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મને એ વાતનું ખુશી છે કે,  શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંસ્કૃતિ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સક્રિય આદાન-પ્રદાન મારફતે બંને દેશોનાં લોકો વચ્ચે સંબંધો ગાઢ થઈ રહ્યાં છે.

મારી મુલાકાતથી આપણાં પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન મળશે, જેનાં મૂળિયાં ઇતિહાસમાં બહુ ઊંડા છે તથા શ્રેષ્ઠ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે આપણી ભાગીદારી મજબૂત બનશે."

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
India exports Rs 27,575 cr worth of marine products in Apr-Sept: Centre

Media Coverage

India exports Rs 27,575 cr worth of marine products in Apr-Sept: Centre
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 ડિસેમ્બર 2021
December 08, 2021
શેર
 
Comments

The country exported 6.05 lakh tonnes of marine products worth Rs 27,575 crore in the first six months of the current financial year 2021-22

Citizens rejoice as India is moving forward towards the development path through Modi Govt’s thrust on Good Governance.