શેર
 
Comments
There should be no politics on the issue as it relates to the rights of Muslim women, the Bill could not be passed: PM
Let us think about the well-being of rural India, our farmers, Dalits, tribal communities, Mazdoors: PM Modi
The budget 2018 will add new vigour to India’s development and will fulfil aspirations of people, says PM Modi

ગત સત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશ ઉપરાંત પણ ત્રણ તલાક, (ત્રિપલ તલાક) સંસદમાં અમે પસાર ન કરાવી શક્યા. હું આશા રાખું છું અને હું દેશના દરેક રાજનૈતિક પક્ષોને વિનમ્ર આગ્રહ કરૂ છું કે આ સત્રમાં, ત્રણ તલાક, મહિલાઓ માટે, ખાસ કરીને મુસ્લિમ મહિલાઓનાં હકની રક્ષા કરવા માટે આ નિર્ણય આપણે સૌ પસાર કરીએ અને 2018નાં નવા વર્ષની એક શ્રેષ્ઠ ભેટ, આપણી મુસ્લિમ મહિલાઓને આપણે આપીએ.

બજેટ સત્ર અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આખું વિશ્વ જ્યારે ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે ઘણું આશાવાન છે. ભારતનાં માર્ગ પર, ભારતની પ્રગતિ પર વિશ્વની દરેક ક્રેડિટ રેટીંગ એજન્સી હોય, વર્લ્ડ બેંક હોય, આઈએમએફ હોય, ઘણા સકારાત્મક પોતાના અભિપ્રાયો આપી રહી છે. આ બજેટ દેશની ઝડપી ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાને એક નવી ઉર્જા આપનારૂ, દેશના સામાન્યમાં સામાન્ય માનવની આશા-અપેક્ષાઓને પૂર્ણ કરનારૂ બજેટ આવશે અને બજેટ પછી એક મહિના સુધી વિવિધ સમિતિઓમાં બજેટની ખૂબ ચર્ચા થાય છે. અનુભવ એ રહ્યો છે કે આ સમિતિઓમાં પક્ષથી ઉપર દેશ હોય છે. દરેક પક્ષના લોકો સત્તાપક્ષના લોકો પણ ખામીઓ દર્શાવે છે અને વિપક્ષના સભ્યો તેની ખૂબીઓને દર્શાવે છે. એક પ્રકારે ઘણું તંદુરસ્ત વાતાવરણ હોય છે.

ગઈ કાલે જ્યારે સર્વપક્ષીય બેઠક થઈ તો મેં આગ્રહ કર્યો કે આપણે આ મહિને જે ચર્ચા સત્ર હોય છે, સમિતિઓની અંદર તેનો ભરપૂર ઉપયોગ કરીએ અને બજેટનો સર્વાધિક લાભ દેશના સામાન્ય માનવ સુધી કેવી રીતે પહોંચે? દલિત, પીડિત, શોષિત, વંચિતને કેવી રીતે મળે? ગામડાંના ગરીબોને કેવી રીતે મળે? ખેડૂત, મજદૂરોને કેવી રીતે મળે? તેના પર વ્યાપક ચિંતન કરીએ, સકારાત્મક અભિપ્રાય આપીએ અને રોડમેપ બનાવીને આપણે આગળ વધીએ.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
 PM Modi Gifted Special Tune By India's 'Whistling Village' in Meghalaya

Media Coverage

PM Modi Gifted Special Tune By India's 'Whistling Village' in Meghalaya
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 ડિસેમ્બર 2021
December 01, 2021
શેર
 
Comments

India's economic growth is getting stronger everyday under the decisive leadership of PM Modi.

Citizens gave a big thumbs up to Modi Govt for transforming India.