મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ પ્રવિન્દ જગન્નાથ 30 મે, 2019નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મંત્રીમંડળનાં શપથગ્રહણ સમારંભમાં પધાર્યા હતા.
પ્રધાનમંત્રી મોદી સાથે 31 મે, 2019નાં રોજ દ્વિપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી જગન્નાથે લોકસભાની ચૂંટણીઓમાં પુનઃ પ્રચંડ જનાદેશ મેળવવા બદલ શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી જગન્નાથનો આભાર વ્યક્ત કર્યો હતો તથા બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રોમાં સૌહાર્દપૂર્ણ અને લાંબાગાળાના દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓ બંને દેશો અને હિંદ મહાસાગરનાં વિસ્તારમાં સુરક્ષાનાં સહિયારા દૃષ્ટિકોણ અને વૃદ્ધિને હાંસલ કરવા સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતા.
A bilateral relationship connected by history and people-to-people ties.
— PMO India (@PMOIndia) May 31, 2019
PM @narendramodi and the PM of Mauritius, Mr. Pravind Jugnauth held talks today. They discussed cooperation in areas relating to the economy and culture. pic.twitter.com/c7ZO2l8oLZ