શેર
 
Comments
Kharif MSP at 150% of input cost to be announced next week, says PM
States told to ensure payment of cane arrears by sugar mills

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ ખાતે શેરડીનાં 140થી વધારે ખેડૂતોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી.

ખેડૂતોનાં આ પ્રતિનિધિમંડળમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ખેડૂતો સામેલ હતાં.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, કેન્દ્રીય મંત્રીમંડળ ખરીફ ઋતુના 2018-19નાં સૂચિત પાકો માટે તેની આગામી બેઠકમાં આંતરિક ખર્ચની 150 ટકા રકમને લઘુતમ ટેકાનાં ભાવ તરીકે અમલ કરવા મંજૂરી આપશે. તેનાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે તેવી ખાતરી મળશે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વર્ષ 2018-19ની ખાંડની શેરડી માટે આગામી બે અઠવાડિયાની અંદર વાજબી અને વળતરદાયક કિંમત (એફઆરપી) પણ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે 2017-18ની કિંમત કરતા વધારે હશે. વળી આ એવા ખેડૂતોને પ્રોત્સાહન પણ આપશે, જેમની શેરડીમાંથી આવક 9.5 ટકાથી વધારે રહેશે.

પ્રધાનમંત્રીએ શેરડીનાં ખેડૂતોને એરિઅર્સ આપવા લેવામાં આવેલા વિવિધ નિર્ણયો પર જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા નીતિગત પગલાંનો અમલ કરવાનાં પરિણામે છેલ્લાં સાતથી 10 દિવસમાં એરિઅર્સનાં રૂ. 4,000 કરોડથી વધારે ખેડૂતોને આપવામાં આવ્યાં છે. તેમણે ખેડૂતોને વધુમાં ખાતરી આપી હતી કે, રાજ્ય સરકારોને એરિઅર્સનાં લિક્વિડેશન માટે અસરકારક પગલાં લેવાની વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીએ ખેડૂતોની ફુવારા અને ટપક સિંચાઈ, ખેતીવાડી માટે અત્યાધુનિક ટેકનિકો તથા સૌર પમ્પોનો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે ખેડૂતોને તેમનાં ખેતરોમાં ઊર્જાનાં સ્રોત તરીકે સૌર પેનલ સ્થાપિત કરવાની વિનંતી કરી હતી તેમજ તેમાંથી વધારે આવક થશે એવું પણ સમજાવ્યું હતું. તેમણે પાકનાં મૂલ્ય સંવર્ધન પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ખેડૂતોને કૃષિલક્ષી કચરાનો ઉપયોગ ઉચિત રીતે કરવા, ખાતર તરીકે કરવા અને તેમાંથી વધારાની આવક કરવા પણ વિનંતી કરી હતી. તેમણે વર્ષ 2022 સુધી રાસાયણિક ખાતરોનાં ઉપયોગમાં 10 ટકા સુધીનો ઘટાડો કરવા ખેડૂતોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ખેડૂતોને તાજેતરમાં કોર્પોરેટ સાથે થયેલી ચર્ચા વિશે જાણકારી આપી હતી, જેમાં તેમણે મૂલ્ય સંવર્ધન, વેરહાઉસિંગ, સંગ્રહ સુવિધાઓ, ઉત્તમ ગુણવત્તાયુક્ત બિયારણો અને ખેડૂતોની આવક વધારવા બજાર સાથે જોડાણ માટે ખાનગી ક્ષેત્રનાં મોટાં પાયે રોકાણ માટે અપીલ કરી છે.

પ્રધાનમંત્રીએ ખેડૂતો સાથે બેઠક દરમિયાન શેરડીનાં ખેડૂતોનું ભારણ ઓછું કરવા વર્ષ 2014-15 અને 2015-16માં કેન્દ્ર સરકારનાં અગાઉનાં હસ્તક્ષેપને પણ યાદ કર્યા હતાં, જેઓ રૂ. 21,000 કરોડથી વધારે મૂલ્યનાં એરિઅર્સની રકમ મેળવવા સંઘર્ષ કરતાં હતાં. આ ચુકવણી ખાંડની મિલોને ખેડૂતો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

ખેડૂતોએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને તાજેતરમાં કેન્દ્ર સરકારે લીધેલા વિવિધ પગલાંઓની પ્રશંસા કરી હતી, જેમાં ખાંડ પર આયાત વેરો 50 ટકાથી વધારીને 100 ટકા કરવાનો તથા ખેડૂતોને ચુકવણી માટે ખાંડની મિલોને કામગીરીને આધારે અનુદાન સ્વરૂપે ક્વિન્ટલદીઠ રૂ. 5.50ની જોગવાઈ એમ કુલ રૂ. 1540 કરોડની ચુકવણી સામેલ છે. ખેડૂતોએ મિલો દ્વારા 30 લાખ મેટ્રિક ટન બફર સ્ટોક કરવા ઇન્ટરેસ્ટ સબવેન્શન સપોર્ટ તરીકે રૂ. 1175 કરોડનાં કેન્દ્ર સરકારનાં હસ્તક્ષેપની નોંધ પણ લીધી હતી, જેથી મિલો ખેડૂતોને ચુકવણી કરવા સક્ષમ બની છે.

પ્રધાનમંત્રીએ સરકારનાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનાં અભિગમને વિસ્તૃત રીતે સમજાવ્યો હતો અને ખાંડ ઉદ્યોગને સ્થિરતા પૂરી પાડવા લાંબા ગાળાનું સમાધાન ગણાવ્યું હતું.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
52.5 lakh houses delivered, over 83 lakh grounded for construction under PMAY-U: Govt

Media Coverage

52.5 lakh houses delivered, over 83 lakh grounded for construction under PMAY-U: Govt
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the passing away of renowned Telugu film lyricist Sirivennela Seetharama Sastry
November 30, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the passing away of renowned Telugu film lyricist and Padma Shri awardee, Sirivennela Seetharama Sastry. 

In a tweet, the Prime Minister said;

"Saddened by the passing away of the outstanding Sirivennela Seetharama Sastry. His poetic brilliance and versatility could be seen in several of his works. He made many efforts to popularise Telugu. Condolences to his family and friends. Om Shanti."