શેર
 
Comments
NEP 2020નો અમલ પહોંચ, સમન્યાય, સમાવેશીતા અને ગુણવત્તાનાં લક્ષ્યો સાથે કરવામાં આવી રહ્યો છે : પ્રધાનમંત્રી
શાળાએ જતાં બાળકોના ટેક્નોલોજીના વધુ પડતા એક્સપૉઝરને ટાળવા માટે ઓનલાઈન અને ઑફલાઈન લર્નિંગની હાઈબ્રિડ સિસ્ટમ વિકસાવવી જોઈએ : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએએ સૂચન કર્યું કે વિજ્ઞાન પ્રયોગશાળાઓ ધરાવતી માધ્યમિક શાળાઓએ તેમના વિસ્તારના ખેડૂતો સાથે માટી પરીક્ષણ માટે જોડાવવું જોઈએ
રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું રાષ્ટ્રીય સંચાલન સમિતિનાં માર્ગદર્શન હેઠળ ઘડવામાં આવી રહ્યું છે
એકેડેમિક બૅન્ક ઑફ ક્રેડિટમાં લગભગ 400 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ નોંધાવા સાથે ઉચ્ચ શિક્ષણમાં મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટ વાસ્તવિકતા બની છે
યુજીસીની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓને એક સાથે બે શૈક્ષણિક કાર્યક્રમોને અનુસરવાની મંજૂરી આપવામાં આવી છે
HEIને સંપૂર્ણ સુવિધાયુક્ત ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે અને ઓનલાઈન સામગ્રીની અનુમતિપાત્ર મર્યાદા વધારીને 40% કરવામાં આવતા ઓનલાઈન લર્નિંગને મોટો વેગ
શૈક્ષણિક પ્રાપ્તિમાં ભાષા સંબંધિત અવરોધોને દૂર કરવા બહુભાષીયતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે

પ્રધાનમંત્રીએ આજે ​​રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020નાં અમલીકરણની સમીક્ષા કરી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે NEP 2020ની શરૂઆતથી અમલીકરણનાં બે વર્ષમાં, આ નીતિ હેઠળ નિર્ધારિત કરવામાં આવેલા પહોંચ, સમન્યાય, સમાવેશીતા અને ગુણવત્તાના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે. શાળાનાં બાળકોને શોધી કાઢવા અને તેમને મુખ્ય પ્રવાહમાં પાછાં લાવવાંના વિશેષ પ્રયાસોથી લઈને ઉચ્ચ શિક્ષણમાં બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાની રજૂઆત સુધી, ઘણા પરિવર્તનકારી સુધારાઓ શરૂ કરવામાં આવ્યા છે જે આપણે 'અમૃત કાલ'માં પ્રવેશતાની સાથે જ દેશની પ્રગતિને વ્યાખ્યાયિત કરશે અને તેનું નેતૃત્વ કરશે.

શાળા શિક્ષણ

પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા કે રાષ્ટ્રીય સંચાલન સમિતિનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાની રચનાનું કાર્ય પ્રગતિમાં છે. શાળા શિક્ષણમાં, બાલવાટિકામાં ગુણવત્તાયુક્ત ECCE જેવી પહેલ, નિપુણ ભારત, વિદ્યા પ્રવેશ, પરીક્ષા સુધારા અને કલા-સંકલિત શિક્ષણ, રમકડાં આધારિત શિક્ષણ શાસ્ત્ર જેવાં નવીન શિક્ષણ શાસ્ત્રને વધુ સારાં શિક્ષણ પરિણામો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અપનાવવામાં આવી રહ્યું છે. તેમણે અવલોકન કર્યું કે શાળાએ જતાં બાળકોના ટેક્નોલોજીના વધુ પડતા એક્સપોઝરને ટાળવા માટે ઓનલાઈન અને ઑફલાઈન લર્નિંગની હાઇબ્રિડ સિસ્ટમ વિકસાવવી જોઈએ.

આંગણવાડી કેન્દ્રો દ્વારા જાળવવામાં આવતા ડેટાબેઝને શાળાના ડેટાબેઝ સાથે અસ્ખલિત રીતે એકીકૃત કરવા જોઈએ કારણ કે બાળકો આંગણવાડીમાંથી શાળાઓમાં જાય છે. શાળાઓમાં બાળકોની નિયમિત આરોગ્ય તપાસ અને સ્ક્રીનીંગ ટેક્નોલોજીની મદદથી હાથ ધરવામાં આવવું જોઈએ. વિદ્યાર્થીઓમાં વૈચારિક કૌશલ્ય વિકસાવવા માટે સ્વદેશી વિકસિત રમકડાંના ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે વિજ્ઞાન પ્રયોગશાળાઓ ધરાવતી માધ્યમિક શાળાઓએ તેમના વિસ્તારના ખેડૂતો સાથે જમીનનાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે જમીન પરીક્ષણ માટે જોડાવવું જોઈએ.

ઉચ્ચ શિક્ષણમાં બહુવિધતા-બહુશાખા

પ્રધાનમંત્રીને એ પણ જણાવવામાં આવ્યું હતું કે ડિજીલોકર પ્લેટફોર્મ પર એકેડેમિક બૅન્ક ઑફ ક્રેડિટની શરૂઆત સાથે લવચીકતા અને આજીવન શિક્ષણ માટે મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટ માટેની માર્ગદર્શિકા હવે વિદ્યાર્થીઓ માટે તેમની અનુકૂળતા અને પસંદગી મુજબ અભ્યાસ કરવાનું શક્ય બનાવશે. જીવનભરનાં શિક્ષણ માટે નવી શક્યતાઓ ઊભી કરવા અને શીખનારાઓમાં કેન્દ્રિય રીતે જટિલ અને આંતરશાખાકીય વિચારસરણીનો સમાવેશ કરવા માટે, UGCએ માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે જે મુજબ વિદ્યાર્થીઓ એક સાથે બે શૈક્ષણિક કાર્યક્રમોને આગળ ધપાવી શકે છે. નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NHEQF) પણ તૈયારીના આગળના તબક્કામાં છે. UGC NHEQF સાથે સંરેખણમાં વર્તમાન "અભ્યાસક્રમ ફ્રેમવર્ક અને અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે ક્રેડિટ સિસ્ટમ"માં સુધારો કરી રહ્યું છે.

મલ્ટી મોડલ શિક્ષણ

શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બંને દ્વારા ઓનલાઈન, ઓપન અને મલ્ટિ-મોડલ શિક્ષણને જોરશોરથી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પહેલથી કોવિડ 19 મહામારીને કારણે શીખવાની ખોટ ઘટાડવામાં મદદ મળી છે અને તે દેશના દૂરના અને દુર્ગમ ભાગો સુધી શિક્ષણને પહોંચાડવામાં મોટો ફાળો આપશે. સ્વયં, દીક્ષા, સ્વયં પ્રભા, વર્ચ્યુઅલ લેબ્સ અને અન્ય ઓનલાઈન રિસોર્સ પોર્ટલ તમામે હિટ્સ અને વિદ્યાર્થીઓની નોંધણીમાં તીવ્ર વધારો જોયો છે. આ પોર્ટલ્સ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે સાઇન લેંગ્વેજ અને ઓડિયો ફોર્મેટ સહિત અનેક ભારતીય ભાષાઓમાં અભ્યાસ સામગ્રી પ્રદાન કરે છે.

ઉપરોક્ત ઉપરાંત, UGCએ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) અને ઓનલાઈન પ્રોગ્રામ્સ રેગ્યુલેશન્સને સૂચિત કર્યા છે, જેના હેઠળ 59 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) 351 સંપૂર્ણ ઓનલાઈન પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે અને 86 HEI 1081 ODL પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. એક પ્રોગ્રામમાં ઓનલાઈન સામગ્રીની અનુમતિપાત્ર મર્યાદા પણ વધારીને 40% કરવામાં આવી છે.

ઇનોવેશન અને સ્ટાર્ટ અપ

સ્ટાર્ટ-અપ અને ઇનોવેશનની ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા માટે, 28 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં HEI- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 2,774 સંસ્થાની ઇનોવેશન કાઉન્સિલ્સની સ્થાપના કરવામાં આવી છે. સંશોધન, ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટ-અપ્સની સંસ્કૃતિ બનાવવા માટે ડિસેમ્બર, 2021માં NEP સાથે સંરેખિત ઇનોવેશન અચિવમેન્ટ (ARIIA) પર સંસ્થાઓનું અટલ રેન્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. ARIIAમાં 1438 સંસ્થાઓએ ભાગ લીધો હતો. AICTE દ્વારા 100 સંસ્થાઓને આઇડિયા ડેવલપમેન્ટ, ઇવેલ્યુએશન એન્ડ એપ્લીકેશન (IDEA) લેબ માટે ગોખણપટ્ટી શિક્ષણના બદલે પ્રાયોગિક શિક્ષણ માટે ઉદ્યોગની ભાગીદારી સાથે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

ભારતીય ભાષાઓને પ્રોત્સાહન

અંગ્રેજીનાં જ્ઞાનનો અભાવ કોઈપણ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રાપ્તિને અવરોધે નહીં તે સુનિશ્ચિત કરવા શિક્ષણ અને પરીક્ષણમાં બહુભાષીયતા પર ભાર મૂકવામાં આવે છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને રાજ્યો પાયાના સ્તરે દ્વિભાષી/ત્રિભાષી પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરી રહ્યા છે અને DIKSHA પ્લેટફોર્મ પર સામગ્રી 33 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. NIOSએ માધ્યમિક સ્તરે ભારતીય સાંકેતિક ભાષા (ISL)ને ભાષા વિષય તરીકે રજૂ કરી છે.

NTAએ 13 ભાષાઓમાં JEE પરીક્ષાનું આયોજન કર્યું છે. AICTEએ AI-આધારિત અનુવાદ એપ્લિકેશન વિકસાવી છે અને અભ્યાસ સામગ્રીનો ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે. હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ અને કન્નડમાં ટેકનિકલ પુસ્તક લેખન હાથ ધરવામાં આવી રહ્યું છે.

2021-22થી 10 રાજ્યોની 19 એન્જિનિયરિંગ કૉલેજોમાં 6 ભારતીય ભાષાઓમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. AICTE દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં વધારાની 30/60 સુપરન્યુમરરી સીટો અને પ્રાદેશિક ભાષાઓમાં 50% સુધીની મંજૂર બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે.

NEP 2020ની ભલામણો અનુસાર ભારતીય જ્ઞાન પ્રણાલીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. AICTE માં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) સેલની સ્થાપના કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં 13 IKS કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.

આ મીટિંગમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી સુભાષ સરકાર, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને શિક્ષણ અને વિદેશ રાજ્ય મંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહ, પ્રધાનમંત્રીના અગ્રસચિવ, કૅબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના ચૅરમેન, એઆઇસીટીઈના ચૅરમૅન, એનસીવીઈટીના ચૅરમૅન, એનસીઈઆરટીના નિર્દેશક અને શિક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
FPIs flock to Indian mkt; buy shares worth Rs 31,630 cr in Nov

Media Coverage

FPIs flock to Indian mkt; buy shares worth Rs 31,630 cr in Nov
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays homage to Sri Guru Teg Bahadur Ji on his martyrdom day
November 28, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Sri Guru Teg Bahadur Ji on his martyrdom day.

The Prime Minister tweeted;

"I pay homage to Sri Guru Teg Bahadur Ji on the day of his martyrdom. He is universally admired for his courage and unwavering commitment to his principles as well as ideals. He refused to bow to tyranny and injustice. His teachings continue to motivate us."