શેર
 
Comments
The Union Government is focused on improving ease of doing business in India and enhancing quality of life for citizens: PM Modi
India is today the fastest growing major economy: PM Modi
India's rising economy, fast growing middle class and young demography offer many new opportunities to Japanese investors, says PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યો ખાતે ‘મેક ઈન ઇન્ડિયા : ભારત-જાપાનની આફ્રિકામાં ભાગીદારી અને ડિજિટલ ભાગીદારી’ પરિસંવાદને સંબોધન કર્યુ હતુ.

પ્રધાનમંત્રીએ સમજાવ્યુ હતું કે, તેમની સરકાર વેપાર-વાણિજ્યમાં સરળતા અને નાગરિકોના જીવનમાં સરળતા પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે ભારતમાં જાપાનની કંપનીઓની મોટી હાજરી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતની પણ નોંધ લીધી હતી કે જાપાન ભારતમાં ઘણા મોટા ઔદ્યોગિક પ્રોજેકટમાં ભાગીદાર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ છેલ્લા ચાર વર્ષમાં ભારતના આર્થિક પ્રદર્શનની ઉપલબ્ધિઓ અંગે સમજ આપી હતી. તેમણે કહ્યું કે ભારત અત્યારે સૌથી વધુ ઝડપથી વિકસતું મોખરાનું અર્થતંત્ર છે. તેમણે ભારતમાં બિન-ઔપચારિકમાંથી ઔપચારીક અર્થતંત્ર તરફના ડિજિટલ પરિવર્તન અને જીએસટી વગેરે અન્ય મોટા બદલાવ અંગે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એ એક ઉદયમાન અર્થતંત્ર, ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ અને યુવાનોની વસતી ધરાવતો દેશ છે અને જાપાનના રોકાણકારો માટે ઘણી નવી તકો પૂરી પાડી શકે છે. આ સંદર્ભમાં તેમણે અન્ય ક્ષેત્રોની સાથે ઓછા ખર્ચે ઉત્પાદન, આઈટી ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રીક મોબિલીટી જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારત અને જાપાન વચ્ચેનાં મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશો ઈન્ડો-પેસિફિક સાઉથ એશિયા અને આફ્રિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં વિકાસલક્ષી મજબૂત ભાગીદારી ઈચ્છે છે.

 

 

 

 

 

Click here to read full text speech

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey

Media Coverage

Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 17, 2022
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું છે કે તેમના નિધનથી સમગ્ર કલા જગત માટે મોટી ખોટ છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

" "ભારતીય નૃત્યને સમગ્ર વિશ્વમાં એક અનોખી ઓળખ આપનાર પંડિત બિરજુ મહારાજજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું નિધન સમગ્ર કલા જગત માટે મોટી ખોટ છે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ!"