શેર
 
Comments

સ્કાઉટ-ગાઇડની શતાબ્દીયાત્રા એ માનવીય સંસ્કાર યાત્રા છે

ભારત સ્કાઉટ ગાઇડ જાંબોરી-૨૦૦૯: મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત સ્કાઉટ ગાઇડ જાંબોરીમાં ""ગૌવરવંતી શતાબ્દી સંધ્યા''માં પ્રેરક સૂચન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિશાળ સમુદ્રકાંઠે ""સી-સ્કાઉટ વિંગ'' કાર્યરત કરવાની પહેલ થશે તો ગુજરાત સરકાર પૂરી સહાયતા કરશે.

તેમણે અંબાજીથી ઉંમરગામ સુધીના વનવાસી પૂર્વ પટ્ટીમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ સ્કાઉટ-ગાઇડની પ્રવૃત્ત્િાને પ્રાધાન્ય આપે તેવું સૂચવ્યું હતું. ગુજરાતમાં એકતા અને બન્ધુત્વના સંસ્કારની વિરાસતથી અનુભૂતિ કરવા તેમણે ભારતભરના સ્કાઉટ ગાઇડને આહ્‍વાન કર્યું હતું.

સો વર્ષની સ્કાઉટ ગાઇડ જેવી માનવશકિતની આ સંસ્થાની યશસ્વી યાત્રા એક સંસ્કારયાત્રા છે અને તેની આ વિશેષતાનું યુનિવર્સિટીએ અધ્યયન કરવું જોઇએ. આવો અભ્યાસ કરનારી કોઇ પણ યુનિવર્સિટીને ગુજરાત સરકાર સહયોગ આપવા તત્પર છે.

ભારત સ્કાઉટ-ગાઇડની રાષ્ટ્રીય શતાબ્દી જાંબૂરીનું યજમાન પ્રથમવાર ગુજરાત બન્યું છે. 1 થી ૭ ફેબ્રુઆરી સુધી અમદાવાદમાં યોજાઇ રહેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની જાંબૂરીમાં આજે ""ગૌરવવંતી શતાબ્દી સંધ્યા''નો સમારોહ યોજવામાં આવ્યો હતો.

મૂલ્ય, સેવા અને નિષ્ઠાથી છલકાતા સ્કાઉટ-ગાઇડ જાંબૂરીનું મુખ્યમંત્રીશ્રીએ જીપમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું.

આ જાંબોરી અનેક વિવધિતામાં ભારતની એકતાની અનુભૂતિ કરાવે છે તેવો ગૌરવસહ ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભારત સ્કાઉટ ગાઇડ સંધની સો વર્ષની યાત્રા માનવશકિત ઊર્જાનો અનોખો પ્રભાવ છે.

૨૧૬ દેશોમાં આ સ્કાઉટ-ગાઇડ સમાનતાનો ભાવ સંવર્ધિત કરતા રહીને બિનરાજકીય સામર્થ્યવાન સંસ્થારૂપ એ ધણી મોટી સિધ્ધિ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. સ્કાઉટ-ગાઇડ સંસ્થામાં મહ્‍દઅંશે ગ્રામ્ય અને ગરીબ-મધ્યમ વર્ગ સમૂહોના બાળકોનો શારિરીક માનસિક વિકાસ થઇ રહ્યો છે તેને આવકારતા તેમણે જણાવ્યું કે આ સમાજશકિત આવતીકાલના ભારતના નિર્માણ માટે ઉજ્જળ ભાગ્યના સંકેત છે.

સમારંભના મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટીને બિરદાવી સંગઠીત ભારતવર્ષનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટસ્‍ એન્ડ ગાઇડના પ્રમુખ શ્રી માનસિંહ કે. પટેલે જણાવ્યું હતું કે, આ જામ્બોરી-૨૦૦૯ના ૬ દિવસના કાર્યક્રમમાં ""વસુધૈવ કુટુંબ કમ્‍''ની ભાવના દૃઢ થશે.

રાષ્ટ્રીય ચીફ કમિશનર શ્રી એસ.એલ.જૈને એવી આશા વ્યકત કરી હતી કે ગુજરાતની સ્કાઉટ પ્રવૃત્ત્િાના વિકાસમાં રાજ્ય સરકારનું પૂરેપરુ યોગદાન મળી રહેશે.

આ પ્રસંગે સંસ્થાના પદાધિકારીઓ, દેશભરમાંથી પધારેલા સ્કાઉટ બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Viral Video: Kid Dressed As Narendra Modi Narrates A to Z of Prime Minister’s Work

Media Coverage

Viral Video: Kid Dressed As Narendra Modi Narrates A to Z of Prime Minister’s Work
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Asha Parekh ji on being conferred the Dadasaheb Phalke award
September 30, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated Asha Parekh ji on being conferred the Dadasaheb Phalke award.


In a reply to a tweet by the President of India, Smt Droupadi Murmu , the Prime Minister tweeted:

“Asha Parekh Ji is an outstanding film personality. In her long career, she has shown what versatility is. I congratulate her on being conferred the Dadasaheb Phalke award.”