ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિપશ્યના ધ્યાન-યોગ સાધના પ્રશિક્ષક શ્રી સત્યનારાયણ ગોએન્કા્ના દુઃખદ અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી સદ્દગતને પોતાના ટવીટરના માધ્યમથી શ્રધ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના ટવીટર ઉપર જણાવ્યું છે કે, આ ધ્યાન સાધના પ્રશિક્ષણ દ્વારા માનવીય મૂલ્યોની આધ્યાત્મીક વૃધ્ધિ માટે શ્રી ગોએન્કાએ આપેલું યોગદાન સદા યાદ રહેશે. મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
Shri SN Goenka will be remembered for adding joy & meaning in human life through his teachings. Saddened by his demise. RIP. — Narendra Modi (@narendramodi) September 30, 2013




