શેર
 
Comments

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહની સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ભારતમાં નવી સરકારનું નેતૃત્વ સંભાળવા માટે ગુજરાતની જનતા અને સરકારની હાર્દિક શુભકામના વ્યકત કરી હતી.

અત્યંત ઉષ્માપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં શુભેચ્છા મૂલાકાત અડધો કલાક ચાલી હતી અને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસની પહેલ સહિતના વિવિધ વિષયોની રૂપરેખા આપી હતી જેમાં વિશેષ કરીને ગુજરાતે સતત સાત વર્ષથી લગાતાર કૃષિ આધારિત ગ્રામ અર્થતંત્રની કાયાપલટ કરવામાં મેળવેલી સિદ્ધિઓના પરિણામે, સમગ્ર દેશમાં, ગુજરાત સૌથી ઊંચા ૯.૬ ટકાના કૃષિ વિકાસ દર સાથે પ્રથમ સ્થાને આવ્યું હોવાના અમેરિકન ફૂડ પોલીસી રિસર્ચ સંસ્થાના અહેવાલની જાણકારી આપી હતી.

આ ઉપરાંત ગુજરાતની ‘વાસ્મો' સંસ્થાએ જનશકિતને પ્રેરિત કરીને પીવાના પાણીનાં જળ-વિતરણ અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં જે દ્રષ્ટાંતરૂપ સિદ્ધિ મેળવી છે તેનાથી વડાપ્રધાનશ્રીને તેમણે વાકેફ કર્યા હતા. વડાપ્રધાનશ્રી સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિઘાર્થીઓ ઉપરના હુમલા અંગે ગુજરાતના વાલીઓની ચિંતા અને મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા વસેલા ગુજરાતી વિઘાર્થીઓની સલામતી સંદર્ભમાં ભારત સરકાર વિશ્વસનિયતાનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા તત્કાળ યોગ્ય ઉપાયો કરે તેવી વિનંતી કરી હતી. તેમણે સૂચવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના હાઇકમિશ્નર અને કેન્દ્રીય વિદેશ મંત્રાલય ગુજરાત સહિત દેશના પ્રમુખ શહેરોમાં વાલીઓ સાથે તાત્કાલિક સંયુકત બેઠકો યોજે જેથી દહેશત અને અસલામતીનું વાતાવરણ ઝડપથી દૂર થઇ શકશે.

પ્રધાનમંત્રીશ્રીએ પણ ભારત સરકાર પૂરી ગંભીરતાથી મૂદે ઓસ્ટ્રેલિયન સરકાર સાથે સંપર્કમાં છે તેમ જણાવી ચિન્તામાં સહભાગી છે તેવો પ્રતિભાદ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સરદાર સરોવર ડેમની ઊંચાઇનું ૧ર૧.૯ર મીટર ઊંચાઇનું બાંધકામ સંપન્ન થયું છે અને હવે માત્ર ડેમ ઉપર ઇન્સ્ટોલેશન ગેઇટ બાંધવાની કેન્દ્ર સરકારની મંજૂરી મળે તેવી અનિવાર્યતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે સેન્ટ્રલ વોટર કમિશન અને એન્વાયર્નમેન્ટની સબ કમિટીએ પણ ઇન્સ્ટોલેશન ગેઇટ બાંધવાથી કોઇ વધારાનો વિસ્તાર ડૂબાણમાં જશે નહીં અને બેકવોટરની સમસ્યા સર્જાશે નહીં તેવો અહેવાલ આપેલો છે. પરંતુ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા ડેમનું બાંધકામ પૂર્ણ થઇ ગયું હોવા છતાં કોઇ ઉચિત કારણ વિના ગેઇટના બાંધકામની મંજૂરી મળતી નથી તેવી રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નર્મદા નદી ઉપરની સરદાર સરોવર યોજનાને અન્ય ૧૪ નદીઓના પ્રોજેકટની જેમ રાષ્ટ્રીય યોજના તરીકે સમીક્ષા કરવા પણ આગ્રહપૂર્વક વિનંતી કરી હતી. નવી કેન્દ્ર સરકાર, વૈશ્વિક નાણાંકીય કટોકટીના સંદર્ભમાં, આર્થિક મંદીની અસરો નિવારવા દેશમાં માળખાકીય સુવિધાઓના નિર્માણના વ્યાપક ફલક વિકસાવવા ધ્યાન કેન્દ્રીત કરવા આતુર છે તેનો નિર્દેશ કરી મુખ્યમંત્રીશ્રીએ વ્યૂહાત્મક પગલું યોગ્ય દિશાનું છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહને શુભેચ્છાના પ્રતિકરૂપે શાલ અને પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. 

Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Video: PM Modi captures Kullu’s eternal beauty from chopper; got 32 lakh views in 18 hours

Media Coverage

Video: PM Modi captures Kullu’s eternal beauty from chopper; got 32 lakh views in 18 hours
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 6th October 2022
October 06, 2022
શેર
 
Comments

India exports 109.8 lakh tonnes of sugar in 2021-22, becomes world’s 2nd largest exporter

Big strides taken by Modi Govt to boost economic growth, gets appreciation from citizens