શેર
 
Comments

“પ્રધાનમંત્રી મોદીના શાસનની બીજી ટર્મમાં શ્વાસ થંભી જાય તે રીતે ગિયર્સ બદલાઈ રહયા છે અને તે ઘણાં લાંબા સમયથી પડતર જંગી સુધારાઓને આગળ ધપાવી રહ્યા છે. અને આમ છતાં તેમના વિરોધીઓ સમયના જાળામાં ગૂંચવાયા હોય તેવી સ્થિતિ છે અને તેમની નિષ્ફળ વ્યૂહરચનાઓ બેવડાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉભરતા જાય છે અને તેમનું ઉત્તમ સ્વરૂપ હજુ હવે પછી જોવા મળશે.” તેવું બૈજયંત જય પાંડા જણાવે છે.

એ હકીકત છે કે તેમના ટીકાકારો તેમને નિરંતર લક્ષ્ય બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમને અદાલતોમાં અને જાહેર અભિપ્રાયોમાં કસોટીની એરણે ચડવું પડતું હોવા છતાં તેમના સમર્થનનો વ્યાપ વિસ્તરતો જાય છે. તેના કારણે રાજ્યોમાં તો તેમની સ્થિતિ મજબૂત થવામાં સહાય થઈ છે, પણ સાથે-સાથે સમાન પ્રકારનો સહયોગ તેમને સમગ્ર રાષ્ટ્રમાંથી પણ મળી રહ્યો છે.

એ હકીકત છે કે માત્ર એક અભિપ્રાય તરીકે જ નહીં, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના રાજકીય મોરચે દ્રઢ બનીને ઉભા છે. આ બાબત તેમના મિત્રો અને હરિફો, નિષ્ણાતો અને નવોદિતો એમ બધા જ લોકો સ્વીકારે છે. તેમણે પોતાના જાહેર જીવનના 20મા વર્ષની શરૂઆત કરી છે- ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌ પ્રથમ વખત તેમણે 19 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમની પ્રગતિનો ગ્રાફ અને પ્રભાવ જે રીતે વધતો ગયો છે તે બાબતને સારી રીતે સમજવાની જરૂર છે.

વર્ષ 1987માં જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એક અથાગ પરિશ્રમી કાર્યકર તરીકે તે નામના મેળવી ચૂક્યા હતા અને પક્ષને આગળ ધપાવવામાં એક કરિશ્મા ધરાવતા અને વ્યૂહરચના ઘડનાર વિચારક તરીકે મૂલ્યવાન યોગદાન આપી રહ્યા હતા. જો કે તે સમયે તેઓ આટલા બધા જાણીતા ન હતા, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમનું પ્રદાન એ રીતે કસોટીમાં મૂકાયું હતું કે ખૂબ ઓછા લોકો આવી સ્થિતિમાંથી બચીને બહાર આવી શકતા હોય છે.

સ્વતંત્ર ભારતના કોઈ રાજકારણી સામે આ પ્રકારે અથાગપણે ગોબેલ્સ પધ્ધતિથી દુષ્પ્રચાર કરાયો નથી, જેટલો તેમનો કરાયો છે અને આવા કપરા સમયમાં તે ટકી રહ્યા હતા અને હિંમત દાખવી હતી. તે સમયે પ્રભાવશાળી ગણાતા મુખ્ય પ્રવાહના સમાચાર માધ્યમોમાં વર્ષો સુધી તેમણે સતત હુમલાઓનો સામનો કર્યો હોવા છતાં તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો અને સાથે-સાથે શાસન તથા રાજકારણમાં તેમની પક્કડ વધતી રહી હતી અને વધુ દ્રઢ બની હતી.

પોતે જે સંજોગોમાં ઘેરાયેલા રહેતા હતા તેવા સંજોગોમાં આગળ ધપવાની ક્ષમતા યુવા કાળથી જ તેમની મહત્વની લાક્ષણિકતા બની રહી હતી. પરંપરાગત પારિવારિક અવરોધ ત્યજીને તેમણે પોતાનો ઉદ્દેશ શોધવાનું સતત ચાલુ રાખ્યું હતું. તેમની મજલ ખૂબ જ રોમાંચક રહી હતી અને ઘણાં યુવા આદર્શવાદીઓને તેમાં રોમાંચ જણાય છે, પરંતુ ભાગ્યે જ કોઈ તેમના જેવી હિંમત કરી શકે તેમ છે. 

અદાલતો અને જાહેર અભિપ્રાયોમાં તેમને હરિફો સતત તેમને લક્ષ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવા છતાં તેમના ટેકેદારોનો વ્યાપ વધતો ચાલ્યો હતો. આ કારણે તે પોતાની સ્થિતિ રાજ્યમાં તો મજબૂત બનાવી શક્યા જ હતા, પણ સાથે સાથે સમાન પ્રકારે તેમને દેશ વ્યાપી સમર્થન પણ પ્રાપ્ત થતુ જતુ હતું.

બહુ ઓછા માણસો આવી પરિસ્થિતિમાં સંતોષ રાખી શકે, પરંતુ તે ગુજરાતના નિર્વિવાદ નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને તેમણે પોતાની લોકપ્રિયતાનો વ્યાપ વધાર્યો હતો. આવી પરિસ્થિતિ છતાં મોદી વિકાસ પુરૂષ તરીકેની પોતાની છબી ઉભી કરવામાં સફળ પૂરવાર થયા હતા. આ બધુ રાતોરાત બનતું નથી અને આસાનીથી પણ બનતું નથી. તેમણે શરૂઆતમાં અનેક ક્ષેત્રોમાં જે વિરોધનો સામનો કર્યો તેના કારણે તેમણે ઉદ્યોગ જગતના નોંધપાત્ર નેતાઓ જ નહીં, પરંતુ તેમના એસોસિએશનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો તે કારણે સામા પ્રવાહમાં તરવું પડે તેવી સ્થિતિ હતી. ક્રમશઃ પરંતુ દ્રઢપણે તેમણે નિર્ણાયકતાનો એક માર્ગ પસંદ કર્યો અને નવતર પ્રકારના ઉપાયો શોધીને તથા વીજ પૂરવઠાની વિપરીત સ્થિતિ જેવા વર્ષો જૂના અવરોધો દૂર કરીને આગળ ધપવાનું ચાલુ રાખ્યું. આ બધુ તેમણે ભ્રષ્ટાચારનો સહેજ પણ દાગ લાગે નહીં તે રીતે કર્યું. મુખ્યમંત્રી તરીકે પણ તેમણે એક સમર્થ નેતા તરીકે દુનિયાભરમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. 

અહીં એવું કહેવું નથી કે તેમણે મતદારોના વ્યાપક વર્ગમાં લોકપ્રિય થવાનું છોડી દીધુ હતું કે પોતાના ગૌરવપૂર્ણ પ્રાચીન વારસાને નૂતન ભારતમાં પરિવર્તન કરવાની ભાવના ત્યજી દીધી હતી. તે હંમેશા ભારતમાં ધર્મનિરપેક્ષ અને ઉદારીકરણનો પ્રચાર કરનારા દંભી લોકોના વિરોધનો સામનો કરતા રહ્યા હતા, સાથે-સાથે તેમણે લોકોને સંગઠીત બનાવવાના બદલે તેમનામાં ભાગલા પડાવતી તુષ્ટીકરણની નીતિઓની ઠેકડી પણ ઉડાવવાનુ ચાલુ રાખ્યુ હતુ. એવું ખાત્રીપૂર્વક કહી શકાય કે જે વ્યક્તિએ ભારતમાં ત્રિપલ તલાકનો સુધારો લાવવાની આગેવાની લીધી હતી તે વ્યક્તિ આવા ધર્મ નિરપેક્ષ કે ઉદારમતવાદી લોકોમાંથી આવતા ન હતા, પણ તેમની સતત ટીકાનો ભોગ બનેલા વર્ગમાંથી આવતા હતા. 

હકીકત એ છે કે આ પ્રધાનમંત્રી અનેક મુદ્દાઓમાં મજબૂત સુધારાવાદી પૂરવાર થયા છે અને તેમણે સુસ્થાપિત પરંપરાવાદીઓનો સામનો કરવો પડ્યો છે. આમાં માત્ર સામાજિક પરિવર્તનનો જ સમાવેશ થતો નથી, પણ એવા સુધારાનો સમાવેશ થાય છે કે જેના માટે લાંબા સમયથી માત્ર મૌખિક ટેકો જ આપવામાં આવતો હતો અને રાજકીય કે આર્થિક સુધારા કરવાનું ટાળવામાં આવતું હતું. અને એવી છાપ ઉભી કરવામાં આવી હતી કે આવા સુધારા હાંસલ કરવા મુશ્કેલ છે. આવા ઉદાહરણનો તાજો દાખલો ખેત વિધેયકો છે. ડાબેરીઓ વિચારકો સિવાય કદાચ તમામ લોકો સાચા અર્થમાં દાયકાઓથી તેની દેખીતી રીતે તરફેણ કરી રહ્યા હતા.

બાર વર્ષ પહેલાંની રાજકીય સ્થિતિ તરફ નજર માંડએ તો એ બાબત સ્પષ્ટ થઈ હતી કે વહેલા મોડા મોદી આ દેશનું નેતૃત્વ કરશે. તે સમયની સરકાર પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં ગળાબૂડ હતી અને આંતરિક લડાઈઓ અને અપાર કાવા-દાવા ચાલતા હતા. આવી સ્થિતિમાં પરિવર્તન માટે લોકોનો મૂડ બદલાય તે સ્વાભાવિક છે. સ્થિતિ એવી હતી કે એ સમયે પ્રધાનમંત્રી તરીકે રહેલી વ્યક્તિ કે જે લઘુમતી સમુદાયમાંથી આવતી હતી તેણે ખુદ એવું જણાવ્યું હતું કે, દેશના સાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે. આ નિવેદન પછી આ મુદ્દો ભારે વિવાદનો વિષય બન્યો હતો. 

બીજી તરફ જેમનો કોઈ કરિશ્મા ન હતો કે વ્યક્તિગત પ્રમાણિકતા, પારદર્શકતા અને સારા શાસનનો ઈતિહાસ ન હતો તેવા મુખ્યમંત્રીઓની યાદી ઘણી લાંબી હતી. આવા લોકો રાજકારણમાં સગાવાદ અંગે તથા સમાજના ચોક્કસ વર્ગનું ધ્રુવિકરણ કરવાની નીતિ સામે ખૂલ્લેઆમ બોલી શકતા ન હતા. ભૌતિકપણે અને વૈધાનિક રીતે પણ એવી જ સ્થિતિ હતી. આમ છતાં આ લોકો આત્મવિશ્વાસ સાથે રાષ્ટ્રવાદ અને પુનરૂત્થાનની વાતો કરતા હતા. આ પ્રકારના મિશ્ર વાતાવરણ વચ્ચે “સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ” જેવા તથા “મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” જેવા સૂત્રો તૈયાર થયા હતા.

અહીં એ બાબત પણ યાદ રાખવા જેવી છે કે સમાજનો અગ્ર વર્ગ તેમની નજર સામે પોતાના અસ્તિત્વનું બાષ્પીભવન થતું નિહાળી રહ્યો હતો. આ લોકો સંગઠીત થયા અને જમીન સંપાદન જેવા સુધારા કરવાના શરૂઆતના પ્રયાસોનો વિરોધ કરવા લાગ્યા. એ પછી વાસ્તવિક રીતે તેમના દરેક નિર્ણયનો સમૂળગો વિરોધ શરૂ કરવામાં આવ્યો. આવા લોકોએ આ સૂત્રોની ઠેકડી ઉડાડી અને તેમને સુધારાના વિરોધી ગણાવવામાં આવ્યા. 

આમ છતાં પણ તમામ વિપરીત પરિસ્થિતિ વચ્ચે તેમણે સુધારા કર્યા. આમાંથી જીએસટીને આઝાદી પછીનો સૌથી મોટો સુધારો ગણી શકાય તેમ છે. તેમના વિરોધીઓએ નોટબંધીનો સતત દુષ્પ્રચાર કર્યા છતાં તેમણે ડીજીટાઈઝેશન માટે ઝૂંબેશ આદરી અને તેના કારણે મહામારી દરમિયાન લાખો કરોડો ભારતીયો માટે આ ઝૂંબેશ મદદરૂપ બની રહી. સરહદની પેલે પારથી આચરવામાં આવતા આતંકવાદી હુમલાઓ સામે તેમણે જે વલણ દાખવ્યું તેને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ સમયે તે અત્યંત પ્રભાવશાળી વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યા હતા. 

તેમની બીજી ટર્મ શ્વાસ થંભાવી દે તે રીતે ગિયર બદલીને શરૂ થઈ હતી. તેમણે ઘણાં સમયથી પડતર એવા જંગી સુધારા હાથ ધર્યા અને તેમના વિરોધી પણ એ સમય જાળમાં ફસાઈને તેમની નિષ્ફળ વ્યૂહરચનાઓ બમણી કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ઉભરી રહ્યા છે અને તેમનું ઉત્તમ સ્વરૂપ હવે પછી જોવા મળશે.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
In 100-crore Vaccine Run, a Victory for CoWIN and Narendra Modi’s Digital India Dream

Media Coverage

In 100-crore Vaccine Run, a Victory for CoWIN and Narendra Modi’s Digital India Dream
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM નરેન્દ્ર મોદીની રાજકીય સફળતા પાછળ તેમનો માનવીય અભિગમ સૌથી મોટું કારણ ; જપન પાઠક
October 20, 2021
શેર
 
Comments

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ સરકારમાં પ્રમુખના રૂપમાં 20 વર્ષ પૂર્ણ કર્યા હતા. ગુજરાતમાં આપણે વડાપ્રધાન મોદીના ઉદયને ખૂબ નજીકથી નિહાળ્યો છે અને તેમણે રાજ્યના પથને કેવી રીતે બદલી નાંખ્યો તે પણ જોયું છે. વડાપ્રધાન મોદીને અન્ય કરતા અલગ પાડતી વસ્તુ કઈ છે? તેવા પ્રશ્નો લોકો ઘણી વખત પૂછે છે. મારું માનવું છે કે, વ્યક્તિગત હોય કે કામ સાથે સંબંધિત વાતચીત, તેમના માનવીય અભિગમે તેમને આ ઊંચાઈ સુધી પહોંચાડ્યા છે.

1980નો દાયકો ગુજરાતના રાજકારણમાં રસપ્રદ સમય હતો. કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ આરામથી સત્તા પર આવી હતી. નબળા શાસન, ભયંકર જૂથવાદ અને અયોગ્ય પ્રાથમિકતાઓ હોવા છતાં અન્ય કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવવાની કલ્પના પણ કરી શકતો નહોતો. ભાજપના કટ્ટર સમર્થકો અને કાર્યકરો પણ આ અંગે અનિશ્ચિત હતા.

 

આ તે સમય હતો, જ્યારે નરેન્દ્ર મોદીએ RSSમાંથી ભાજપમાં રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો હતો. તેમણે AMCની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની જવાબદારી લીધી હતી. તેમણે પહેલા પ્રોફેશનલ લોકોને પાર્ટી સાથે જોડ્યા હતા. ચૂંટણી અને રાજકીય પ્રક્રિયામાં સામેલ થવા માટે પક્ષનું તંત્ર જાણીતા ડોકટરો, વકીલો, ઇજનેરો અને શિક્ષકો સુધી પહોંચ્યું હતું. એ જ રીતે, પીએમ નરેન્દ્ર મોદીએ માત્ર રાજકારણ સિવાય શાસનના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ મહત્વ આપ્યું હતું. તેઓ લોકો તરફ આગળ વધવા અને તેમના જીવનને બદલવા માટે સતત નવી પધ્ધતિ વિશે વિચારતા હતા.

લોકો સાથે સંવાદ સ્થાપવામાં પીએમ મોદી અવ્વલ

પીએમ નરેન્દ્ર મોદી લોકો સાથે વાતચીત કરવામાં હંમેશા ટોચ પર હતા અને તેઓ લોકોને પ્રોત્સાહિત કરતા હતા. અમદાવાદના ધરણીધરમાં નિર્મલ પાર્ટી પ્લોટ ખાતેની સભામાં કરેલું તે ખાસ ભાષણ યાદ છે. તેમણે પહેલા થોડી ક્ષણો પોતાની વિનોદી કૉમેન્ટ્સ દ્વારા લોકોને હસાવ્યા હતા. ત્યારબાદ તેમણે ટોળાને પૂછ્યું - શું આપણે મજાક ચાલુ રાખવી જોઈએ કે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ વિશે વાત કરવી જોઈએ? તે સમયે મારામાં ક્યાંથી સાહસ આવી ગયું તે ખબર નથી, મેં બૂમ પાડી - બંને! મારી વાત સાંભળીને તે મારી તરફ વળ્યાં અને કહ્યું - ના, આપણે બંને ન કરી શકીયે. પછી તેમણે ભાજપના શાસનના દ્રષ્ટિકોણ, કલમ 370, શાહ બાનો કેસ અને અન્ય ઘણી બાબતો વિશે વિગતવાર વાત કરી હતી. તેમની વૈચારિક સ્પષ્ટતાએ મને મંત્રમુગ્ધ કરી દીધો હતો.

ગુજરાતની બહારના લોકોને કદાચ ખબર નહીં હોય, પરંતુ 1990 ના દાયકાની શરૂઆતમાં શહેરી વિસ્તારોમા મોદીના ભાષણોની કેસેટ ખૂબ જ લોકપ્રિય હતી. આ કેસેટ્સમાં અમુક જગ્યાઓએ નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણના કેટલાક ભાગો હતા.

તેમનું વધુ એક ભાવુક ભાષણ 1994માં લાતુર ભૂકંપ આવ્યાના થોડા સમય બાદ સામે આવ્યું હતું. અમદાવાદમાં RSS કાર્યાલયમાંથી રાહત સામગ્રી અને કેટલાક સ્વયંસેવકો લાતુર જવાના હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ અચાનક ભાષણ આપ્યું હતું. આ ભાષણ પછી ઓછામાં ઓછા પચાસ લોકોએ કહ્યું કે, તેઓ તાત્કાલિક લાતુર જવા ઈચ્છે છે અને મોદીના શબ્દોની તેમના મન પર ઘણી અસર થઈ છે. નરેન્દ્ર મોદીએ તેમને ના પાડી અને કહ્યું કે, લોકોને ત્યાં જવા કરતાં રાહત કાર્ય વધુ મહત્વનું છે અને તેમણે જ્યાં છીએ, ત્યાંથી દેશ માટે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

પીએમ મોદીના માનવતાવાદી અભિગમ સાથે જોડાયેલા બે કિસ્સા

વિવિધ સમુદાય સાથે પીએમ નરેન્દ્ર મોદીનું જોડાણ પણ સમાજના અલગ અલગ સમુદાય સુધી પહોંચવાની તેમની ક્ષમતા સાથે જોડાયેલ હતું. વર્ષ 2013-2014માં વિશ્વએ તેમની ચાય પે ચર્ચા જોઈ, પરંતુ નરેન્દ્ર મોદીએ મોર્નિંગ વોકર્સ સાથે કેવી રીતે વાતચીત કરી અને ચાના કપ થકી લોકો સાથે સંબંધો કેવી રીતે બનાવ્યા તે હું ભૂલી શકતો નથી. 1990ના દાયકા દરમિયાન હું તેમને અમદાવાદના પ્રખ્યાત પરિમલ ગાર્ડનમાં મળ્યો હતો. અહીં તેઓ મોર્નિંગ વોકર્સના ગ્રૂપને સંબોધી રહ્યા હતા. લોકો તેમની સાથે કેવી રીતે જોડાઈ રહ્યા છે તે હું જોઈ શકતો હતો. મને જાણતા એક ડોક્ટરે મને કહ્યું કે, નરેન્દ્રભાઈ સાથેની આવી જ વાતચીત કરંટ અફેર્સને સમજવામાં ખૂબ મદદરૂપ હતી.

મને નરેન્દ્ર મોદીની માનવિય અભિગમનો પરિચય કરાવનાર બે કિસ્સા છે. તેમાંથી એક કિસ્સો 2000ના દાયકાની શરૂઆતનો છે. ઇતિહાસકાર રિઝવાન કાદરી અને હું ગુજરાતી સાહિત્યના મહાનુભાવ અને સંઘના અગ્રણી કેકા શાસ્ત્રીની કેટલીક રચનાઓનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હતા. આ દરમિયાન અમે તેમને મળવા ગયા અને તેમની તબિયત ખરાબ છે તે જાણીને હું ચોંકી ગયો હતો. મેં તેમની તસવીર ખેંચી અને ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મોકલી હતી. થોડા સમયમાં જ નર્સ કેકા શાસ્ત્રીની દેખરેખ માટે આવી હતી.

બીજો કિસ્સો લેખક પ્રિયકાંત પરીખ સાથે જોડાયેલો છે. નરેન્દ્ર મોદી જ તેમના 100મા પુસ્તકનું વિમોચન કરે તેવી તેમની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આમાં એક સમસ્યા હતી. તેઓ અકસ્માતના લીધે ઘરમાં જ હતા. મને યાદ છે કે, સીએમ મોદી આશ્રમ રોડ પર પ્રિયકાંત પરીખના ઘરે ગયા અને તેમના પુસ્તકનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી બીમાર લેખકના ડ્રોઇંગ રૂમમાં જઈ તેનું પુસ્તક બહાર પાડી શકે છે તે જોઈ ગુજરાતી સાહિત્ય જગત મંત્રમુગ્ધ હતું.

તેમના બે ગુણો તેમને આગળ વધવામાં મદદ કરે છે. આ ગુણવત્તા દરેક રાજકીય વ્યક્તિમાં હોવી જોઈએ. તે સાંભળવામાં ખૂબ જ માહેર છે અને તેમને ટેકનોલોજી પ્રત્યે ઘણો પ્રેમ છે. ટેક્નોલોજી અંગે તેમને એક જ ફરિયાદ છે કે, તેના કારણે લોકોના ફોન નંબર યાદ રાખવાની કળા ગુમ થઈ રહી છે.

પીએમ મોદીની આ વાત મારા દિલને સ્પર્શી ગઈ

તેમની રાજકીય કારકિર્દીમાં પાર્ટી શિસ્ત પીએમ નરેન્દ્ર મોદી માટે સર્વોચ્ચ રહ્યું છે. તેમની કોઈ મહત્વાકાંક્ષા નથી. લોકસભા, વિધાનસભા હોય કે સ્થાનિક સંસ્થાઓ, જ્યારે પણ નરેન્દ્ર મોદીને પાર્ટીની વ્યૂહરચનાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. વર્ષ 2000માં જ ભાજપને ચૂંટણીમાં ઝટકો લાગ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યની બહાર હતા.

પત્રકાર તરીકે અમારે ઘણા લોકોને મળવાનું હોય છે. પરંતુ મારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં નરેન્દ્ર મોદીએ મને કહ્યું હતું કે, લેવડ દેવડનો સંબંધ નહીં, પરંતુ આજીવન ચાલે તેવો સંબંધ હોવો જોઈએ. વર્ષ 1998માં હોળી દરમિયાન હું દિલ્હીમાં હતો. ત્યારે નરેન્દ્ર મોદીએ કંઈક એવું કહ્યું જે હું ક્યારેય નહીં ભૂલું. તેમણે કહ્યું કે, તમારી ટેલિફોન ડાયરીમાં તમારી પાસે 5000 નંબરો હોવા જોઈએ અને તમે તેમને એક વખત મળ્યા હોવા જોઈએ તથા આ મીટિંગ સામાન્ય ન હોવી જોઈએ. તમારે તેમને માત્ર સોર્સ તરીકે જ નહીં, પરંતુ પરિચિત અથવા મિત્ર તરીકે ઓળખવા જોઈએ.

નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ હું ક્યારેય 5000 લોકોને મળ્યો નથી. પણ તેનાથી મને માનવતાનું મહત્વ સમજાયું. આ જ કારણે તેઓ આજે આ ઊંચાઈ પર છે.

 

Author Name: Japan K Pathak

Disclaimer:

This article was first published in News 18

It is part of an endeavour to collect stories which narrate or recount people’s anecdotes/opinion/analysis on Prime Minister Shri Narendra Modi & his impact on lives of people.