ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા મધ્યપ્રદેશના શહેરી વિકાસમંત્રી શ્રી બાબુલાલ ગોરે ગુજરાતનો શહેરી વિકાસ, શહેરી ક્ષેત્રની આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ, રૂા. ૭૦૦૦ કરોડનો મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ પ્રોજેકટ અને ગુજરાતની ૧પ૯ નગરપાલિકાઓ તથા ૮ મહાનગરોમાં શહેરી વિકાસની ગતિને તેજ બનાવવા સંપન્ન થયેલી યોજનાઓના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથે વિગતવાર ચર્ચા વિમર્શ કર્યો હતો.
સમગ્ર દેશમાં શહેરીકરણની સૌથી વધુ ઝડપ ગુજરાતમાં છે અને ૪ર ટકા વસ્તી શહેરી ક્ષેત્રમાં સુખ-સુવિધાના સપના સકાર કરી રહી છે તે અંગેના દ્રષ્ટિવંત આયોજનનો અભ્યાસ તેઓ કરશે, તેમ શ્રી બાબુલાલ ગોરે જણાવ્યું હતું.