શેર
 
Comments
 1. ભૂતાનના પ્રધાનમંત્રી ડૉ. લોટે શેરિંગના આમંત્રણ પર ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 – 18 ઓગસ્ટ, 2019ના રોજ ભૂતાન ગણરાજ્યની સત્તાવાર મુલાકાત લીધી હતી. મે 2019માં બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પ્રધાનમંત્રીએ લીધેલી આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી.
 2. પારો હવાઈ મથક ખાતે આગમન પર, પ્રધાનમંત્રી ડૉ. શેરિંગ, તેમના મંત્રીમંડળના સભ્યો અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રી શ્રી મોદીનું પ્રાસંગિક ગાર્ડ ઑફ ઓનર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
 3. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક સાથે મુલાકાત કરી હતી. મુલાકાત લેનાર મહાનુભાવના માનમાં ભૂતાનના રાજા અને રાણી દ્વારા ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભૂતાનના રાજા અને રાણીને તેમની અનુકૂળતા અનુસાર ટૂંકાગાળામાં ભારતની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું.
 4. પ્રધાનમંત્રી શ્રી મોદી અને પ્રધાનમંત્રી ડૉ શેરિંગે પૂર્વનિર્ધારિત મુદ્દાઓ પર પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીના માનમાં પ્રધાનમંત્રી ડૉ. શેરિંગે રાજકીય ભોજન સમારંભનું આયોજન પણ કર્યુ હતું.
 5. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભૂતાનની રાષ્ટ્રીય પરિષદના વિરોધપક્ષના નેતા ડૉ. પેમા જિયામત્શો સાથે પણ મુલાકાત કરી હતી.
 6. 30મી મે, 2019ના રોજ યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રધાનમંત્રી ડૉ. શેરિંગનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગે તેમની વચ્ચે થયેલી ચર્ચા યાદ કરી હતી. બન્ને નેતાઓએ તે બાબત પર સંમત થયા હતા કે ભૂતાન અને ભારત વચ્ચે પરંપરાગત ઉચ્ચ સ્તરીય નિયમિત સંપર્ક તેમની વચ્ચેના વિશિષ્ટ અને ખાસ સંબંધોની મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતા છે.
 7. વાતચીત દરમિયાન, બન્ને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની સાથે-સાથે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા તમામ પાસાંઓની વિગતવાર સમીક્ષા કરી હતી. બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, જે પરસ્પર વિશ્વાસ અને સન્માન્ન પર આધારિત છે અને બન્ને દેશો વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક, વિકાસલક્ષી અને લોકોથી લોકો વચ્ચેના જોડાણનો મજબૂત આધાર ધરાવે છે. આ સંદર્ભમાં બન્ને પક્ષો દ્વારા નજીકના પડોશીઓ વચ્ચે મિત્રતા અને સહકારના આગવા ઉદાહરણ તરીકે સંબંધોને વિકસાવવા બદલ ભૂતાનના દૂરંદેશી રાજાઓએ અને ત્યારબાદ ભારત અને ભૂતાનની અનુગામી નેતાગીરીએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી.
 8. બન્ને પક્ષો દ્વારા તેમની વચ્ચે વહેંચાયેલા સલામતી વિષયક હિતો અગે પુનઃખાતરી આપવામાં આવી હતી અને એક-બીજાની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને અસર કરતી બાબતો ઉપર ગાઢ સહકાર જાળવવા માટે તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
 9. પ્રધાનમંત્રીએ ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતાન ગણરાજ્યની સરકાર અને તેના લોકોની પ્રાથમિકતા અને ઇચ્છાઓ અનુસાર ભારત સરકાર ભૂતાનના આર્થિક અને માળખાકીય વિકાસને ગતિ આપવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી મોદીએ ભૂતાનની સરકાર અને તેના લોકોને મધ્યમ-આવક ધરાવતા દેશની શ્રેણીમાં સમાવેશ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભૂતાનની ‘ગ્રોસ નેશનલ હેપિનેસ’ની વિશિષ્ટ વિકાસ માનસિકતાની દિશામાં ભવ્ય સાંસ્કૃતિક વારસા અને કિંમતી પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે આ સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ ભૂતાનના લોકોને અભિનંદન પાઠવ્યાં હતા.
 10. પ્રધાનમંત્રી ડૉ.શેરિંગે નવેમ્બર 2018માં પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ વિદેશ મુલાકાત તરીકે તેમણે ડિસેમ્બર, 2018માં ભારતની મુલાકાત સૌહાર્દ પૂર્વક યાદ કરી હતી. તેમણે ભૂતાનની 12મી પંચવર્ષીય યોજનાને મળી રહેલી સહાયતા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો અને છેલ્લા દાયકાઓ દરમિયાન ભૂતાનના વિકાસમાં ભારતે આપેલા યોગદાનની પ્રશંસા પણ કરી હતી.
 11. બન્ને પક્ષોએ પરસ્પર લાભદાયક દ્વિપક્ષીય સહકારના સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે હાઇડ્રો-પાવરના વિકાસના મહત્ત્વ ઉપર ભાર મુક્યો હતો. બન્ને પ્રધાનમંત્રીઓએ તાજેતરમાં પૂર્ણ થયેલો 720 મેગાવોટનો મેંગ્ડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટનું સત્તાવાર ઉદઘાટન કર્યુ હતું. આ પ્રોજેક્ટ સમયસર પુરો થવા પર તેમણે પ્રશંસા કરી હતી અને તે બદલ પ્રોજેક્ટ સત્તામંડળ અને સંચાલકોને તેમના સમર્પણ અને ક્ષમતા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. બન્ને પક્ષોએ નોંધ લીધી હતી કે આ પ્રોજેક્ટ કાર્યન્વિત થવાની સાથે, ભૂતાનમાં સંયુક્ત રીતે પેદા કરાતી ઉત્પાદન ક્ષમતા 2000 મેગાવોટને પાર કરી ગઇ છે. આ મહત્ત્વપૂર્ણ સિમાસ્તંભ પ્રાપ્ત કરવા બદલ બન્ને નેતાઓએ તેમનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને પુનાસાંગછુ- 1, પુનાસાંગછુ-2 અને ખોલોંગછુ જેવા અન્ય કાર્યરત પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા માટે ભેગા મળીને કામગીરી કરવા અંગે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બન્ને પક્ષોએ સંકોસ જળાશય જળવિદ્યુત પ્રોજેક્ટ અંગે ચાલી રહેલી દ્વિપક્ષીય ચર્ચા અંગે પણ સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટમાંથી બન્ને દેશોને પ્રાપ્ત થનારા અગણિત લાભોને ધ્યાનમાં રાખીને તેઓ બાંધકામ શરૂ કરી શકાય તે માટે વહેલામાં વહેલી તકે પ્રોજેક્ટ માટેની અમલીકરણ પદ્ધતિઓ નિયત કરવા સંમત થયા હતા. હાઇડ્રો-પાવર સેક્ટરમાં ભારત-ભૂતાનના સહકારના પરસ્પર લાભદાયક પાંચ દાયકાઓની ઉજવણી સ્વરૂપે બન્ને પ્રધાનમંત્રીઓએ સંયુક્તપણે ભૂતાનનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.
 12. બન્ને પ્રધાનમંત્રીઓએ ભૂતાનમાં ભારતમાં ઇસ્યુ થતા રૂપે (RuPay) કાર્ડના ઉપયોગની સુવિધા પણ શરૂ કરી હતી, જે ભારતીય મુસાફરોને ભૂતાનમાં રોકડ સાથે રાખવાની જરૂરિયાત ઘટાડીને વ્યાપક સુવિધા પુરી પાડશેઅને સાથે સાથે ભૂતાનના અર્થતંત્રને ગતિ આપવામાં અને બન્ને દેશોના અર્થતંત્રનો વધુ સમન્વય સાધવામાં મદદરૂપ સાબિત થશે. બન્ને પક્ષોએ આ પ્રોજેક્ટના આગામી ચરણ એટલે કે ભૂતાનની બેન્કો દ્વારા રૂપે (RuPay) કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જે ભારતની મુલાકાતે આવતા ભૂતાનના મુસાફરોને લાભદાયી પુરવાર થશે અને આ રીતે બન્ને દેશોમાં રૂપે (RuPay) કાર્ડની સંપૂર્ણ આંતર-કામગીરી શક્ય બનાવશે. રૂપે (RuPay) કાર્ડના લોન્ચ સાથે તેઓ બન્ને દેશો વચ્ચે કેસલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભૂતાનમાં ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ)ના ઉપયોગ અંગે સંભવના અભ્યાસ હાથ ધરવા પણ સંમત થયા હતા.
 13. બન્ને પ્રધાનમંત્રીઓએ થિંપુમાં સાઉથ એશિયન સેટેલાઇટના ગ્રાઉન્ડ અર્થ સ્ટેશનનું પણ ઉદઘાટન કર્યુ હતું, જે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ની સહાયતાથી બાંધવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ડૉ. શેરિંગે 2017માં દક્ષિણ એશિયાના પ્રદેશોના દેશોને ભેટ તરીકે સાઉથ એશિયા સેટેલાઇટ (SAS)ના લોન્ચિંગ બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીની દૂરંદેશીતાના વખાણ કર્યા હતા. તેના કારણે ભૂતાન પ્રસારણ સેવાઓની પહોંચ અને કરકસરતા વધારવામાં ભૂતાનને મદદ મળી હતી અને ગણરાજ્યમાં આપતિ સંચાલન ક્ષમતામાં પણ વધારો થયો હતો.
 14. ભૂતાનના સામાજિક-આર્થિક વિકાસ ઉપર SASના સકારાત્મક પ્રભાવને સ્વીકૃતિ આપતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભૂતાનના લોકોને ભેટ તરીકે ભૂતાનની જરૂરિયાત મુજબ વધારાના ટ્રાન્સપોન્ડર ઉપર વધારાની બેન્ડવિથ પુરી પાડવાની દરખાસ્ત કરી હતી. પ્રધાનમંત્રી ડૉ. શેરિંગે આ દરખાસ્તનું અવકાશના ક્ષેત્રમાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના નવા અધ્યાયની શરૂઆત ગણાવીનેસ્વાગત કરતાં જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે આ મહત્ત્વની સિમાચિહ્નરૂપ દરખાસ્તના કારણે દેશ અને તેના લોકોને લાભદાયક રીતે અવકાશ સ્રોતોનો ઉપયોગ વિકસાવવામાં નામદાર રાજાની દૂરંદેશીતાને આગળ વધારવામાં મદદ મળશે.
 15. બન્ને નેતાઓ ભૂતાન માટે નાના ઉપગ્રહના સંયુક્ત વિકાસમાં સહયોગ આપવા સંમત થયા હતા. તેમણે રિમોટ સેન્સિંગ અને ભૌગોલિક માહિતીનો ઉપયોગ કરીને કુદરતી સ્રોતો અને આપતિ સંચાલન માટે જીયોપોર્ટલ વ્યવસ્થા વિકસાવવા સસહિત પ્રોજેક્ટ અને અન્ય સંબંધિત પ્રવૃતિઓના અમલીકરણ માટે સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ના ગઠન માટે નિર્દેશ આપ્યાં હતા.
 16. રાષ્ટ્રના સામાજિક-આર્થિક વિકાસને ગતિ આપવામાં જબરજસ્ત ક્ષમતા પ્રદાન કરતી ડિજિટલ અને ઉભરતી તકનિકોની સાથે સાથે અવકાશ તકનિકને સ્વીકૃતિ આપતાં બન્ને પક્ષો આ ક્ષેત્રોમાં સહકાર મજબૂત કરવાની જરૂરિયાત બાબતે સંમત થયા હતા.
 17. બન્ને પ્રધાનમંત્રીઓએ ભારતના નેશનલ નોલેજ નેટવર્ક અને ભૂતાનના રિસર્ચ એન્ડ એજ્યુકેશન નેટવર્કના પરસ્પર જોડાણનું પણ ઉદઘાટન કર્યુ હતું. બન્ને પક્ષોએ નોંધ લીધી હતી કે આ જોડાણના કારણે ઇન્ફોર્મેશન હાઇવેનું સર્જન થશે, જે બન્ને બાજુના વિશ્વવિદ્યાલયો અને વિદ્યાર્થીઓની વચ્ચે જ્ઞાનના વ્યાપક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપશે.
 18. મુલાકાત દરમિયાન નીચે મુજબ સમજૂતી/સંમતિ કરારનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છેઃ
 19. i) સાઉથ એશિયા સેટેલાઇટના ઉપયોગ માટે સેટકોમ નેટવર્કની સ્થાપના માટે ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ ઑફRGoBઅને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા વચ્ચે સમજૂતી કરાર.
 20. ii) નેશનલ નોલેજ નેટવર્ક (NKN)અને ભૂતાનના દ્રૂક રિસર્ચ એન્ડ એજ્યુકેશન નેટવર્ક (DrukREN)વચ્ચે જોડાણની વ્યવસ્થા અંગે સમજૂતી કરાર.

iii) હવાઇ અકસ્માતો અને ઘટનાઓની તપાસ માટે હવાઇ અકસ્માત અન્વેષણ સંસ્થા (AAIB),ભારત અને હવાઇ અકસ્માત અન્વેષણ એકમ (AAIU), ભૂતાન વચ્ચે સમજૂતી કરાર.

iv-vii) રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન અને આઇઆઇટી ખાનપુર, દિલ્હી અને મુંબઇ અને એનઆઇટી સિલ્ચર વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન અને STEM સહકારમાં વધારો કરવા ચાર સમજૂતી કરાર.

viii) કાયદાકીય શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં બન્ને પક્ષકારો વચ્ચે સંબંધો વધારવા માટે નેશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેંગ્લોર અને જિગ્મેસિંગ્યે વાંગચૂક સ્કૂલ ઑફ લૉ, થિંપુ વચ્ચે સમજૂતી કરાર.

 1. ix) ન્યાયિક શિક્ષણ અને પરસ્પર આદાન-પ્રદાનમાં સહકાર માટે ભૂતાન નેશનલ લિગલ ઇન્સ્ટિટ્યુટ અને નેશનલ જ્યુડિશિયલ અકાદમી, ભોપાલ વચ્ચે સમજૂતી કરાર.
 2. x) PTC ઇન્ડિયા લી. અને ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન, ભૂતાન વચ્ચે મેંગ્ડેછુ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માટે વિદ્યુત ખરીદી કરારો.
 3. રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભૂતાનના યુવાનોને સંબોધ્યા હતા. તેમણે બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય જોડાણોના નાગરિકલક્ષી પ્રકારના અને ઊંડા આધ્યાત્મિક અને બૌદ્ધ જોડાણ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ભારત-ભૂતાનના સંબંધોને એક નવી ઊંચાઇ પર લઇ જવા માટે શિક્ષણ અને ઊચ્ચ ટેક્નોલોજીના ક્ષેત્રમાં બન્ને દેશોની ભાગીદારીમાં યુવાનોના મહત્ત્વ ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો તેમણે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભૂતાનમાં, વિકાસ, પર્યાવરણ અને સંસ્કૃતિ એક-બીજાના સંઘર્ષમાં નથી પરંતુ એક-બીજાના સમન્વયમાં છે. આ સુસંવાદિતતાની સાથે સાથે‘હેપિનેસ’પર મુકાયલો ભાર ભૂતાનનો માનવતાને સંદેશ છે. તેમણે અવકાશ અને ડિજિટલ અને ઉભરતી ટેક્નોલોજીમાં દ્વિપક્ષીય જોડાણના નવા પ્રકરણને મહત્ત્વપૂર્ણ ગણાવીને આવિષ્કાર અને ટકાઉ વિકાસ માટે કૌશલ્ય વિકસાવવા યુવાનોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ડૉ. શેરિંગ અને ભૂતાનની નેશનલ એસેમ્બલી અને નેશનલ કાઉન્સિલના માનનીય સભ્યોએ હાજરી આપી હતી.
 4. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભૂતાનના નાગરિકોની આરોગ્ય વિષયક ગુણવતા અને ઉપલબ્ધતા સુધારવા પ્રધાનમંત્રી ડૉ.શેરિંગની વ્યક્તિગત કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં બન્ને પક્ષોએ નોંધ્યુ હતું કે ભારતમાંથી નિષ્ણાતોની ટીમે તાજેતરમાં ભૂતાનની મુલાકાત લીધી હતી અને ભૂતાનમાં નવી મલ્ટી-ડિસિપ્લનરી સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલના આયોજન માટે ટેક્નિકલ સહાયતા પુરી પાડવાની દરખાસ્ત કરી હતી.
 5. બન્ને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં હજુ વધારો કરવા સંમત થયા હતા. ભૂતાનની શાહી સરકારે (RGoB)દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહકાર વધુ મજબૂત બનાવવા માટે ડિસેમ્બર, 2018માં પ્રધાનમંત્રી ડૉ.શેરિંગ દ્વારા ભારતની મુલાકાત દરમિયાન ભારત સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી રૂ.4 અબજની વેપાર સહાયતા સુવિધા માટે તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો અને તેના પ્રથમ ભાગ તરીકે રૂ.800 મિલિયન પુરા પાડવા માટે ભારત સરકારનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સાર્ક ચલણના અદલા-બદલી માળખા અંતર્ગત ચલણની અદલા-બદલીમાં વધારો કરવા માટે ભૂતાનની વિનંતી ઉપર સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી. વચગાળાના પગલા તરીકે, પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્ટેન્ડબાય સ્વેપ એરેજમેન્ટ હેઠળ 100 મિલિયન ડોલરના વધારાના ચલણની અદલા-બદલી પુરી પાડવાની દરખાસ્ત કરી હતી.
 6. ભૂતાનની શાહી સરકારની વિનંતી ઉપર પ્રધાનમંત્રી શ્રી મોદીએ સબસિડી ધરાવતા LPGનો જથ્થો પ્રતિ માસ 700 MTથી વધારીને 1000MT કરવાની જાહેરાત કરી હતી, જે વધેલી ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવા અને ગ્રામીણ વિસ્તારોમાં LPGનો વ્યાપ વધારવા RGoBને સક્ષમ કરશે.
 7. પ્રધાનમંત્રી શ્રી મોદીએ થિંપુમાં ઐતિહાસિક સેમતોખાઝોંગ પ્રાર્થના કરી હતી, જ્યાં ભૂતાન રાજ્યના સ્થાપક ઝેબદ્રુંગ નાગવાંગ નામગ્યાલની મૂર્તિ આવેલી છે, જે ભારત દ્વારા ભૂતાનને પવામાં આવી હતી. આપણા ગાઢ સાંસ્કૃતિક અને નાગરિક જોડાણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઋણના સમયગાળો વધુ પાંચ વર્ષ સુધી વધારવાની જાહેરાત કરી હતી. તેમણે નાલંદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ભૂતાનના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ 2થી વધારીને 5 કરવાની પણ જાહેરાત કરી હતી.
 8. બન્ને પક્ષોએ સહકારના પરંપરાગત ક્ષેત્રોમાં તેમનુ જોડાણ વધુ મજબૂત કરવા પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે સાથે ભારત અને ભૂતાનના યુવાનો વચ્ચે વ્યાપક આદાન-પ્રદાન ઉપર ખાસ ભાર મૂકીના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વિસ્તૃત સહકાર સાધવા પર પણ ભાર મૂક્યો હતો.
 9. પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાત દરમિયાન આત્મીય અને મૈત્રીપૂર્ણ દાનપ્રદાન વિશ્વાસ, સહકાર અને પરસ્પર સન્માન્નની ભાવનાનું પ્રતિબિંબ રજૂ કરે છે, જે ભારત અને ભૂતાન વચ્ચે વિશિષ્ટ અને ખાસ મિત્રતાની લાંબી વિરાસત ધરાવે છે.

 

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Riding on success of PM Narendra Modi-President Xi Jinping meet, plans on to open doors of Tamil Nadu homes to tourists

Media Coverage

Riding on success of PM Narendra Modi-President Xi Jinping meet, plans on to open doors of Tamil Nadu homes to tourists
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Narendra Modi meets members of JP Morgan International Council
October 22, 2019
શેર
 
Comments
PM Modi meets the JP Morgan International Council in New Delhi
Development of world class infrastructure, althcare and providing quality education are policy priorities for the Govt: PM

PM met with the JP Morgan International Council in New Delhi today. After 2007, this was the first time that the International Council met in India. 

The International Council comprises of global statesmen like former British Prime Minister Tony Blair, former Australian PM John Howard, former US Secretaries of State Henry Kissinger and Condoleezza Rice, former Secretary of Defence Robert Gates as well as leading figures from the world of business and finance like Jamie Dimon (JP Morgan Chase), Ratan Tata (Tata Group) and leading representatives from global companies like Nestle, Alibaba, Alfa, Iberdola, Kraft Heinz etc.

While welcoming the group to India, Prime Minister discussed his vision for making India a USD 5 trillion economy by 2024. Prime Minister said that the development of world class physical infrastructure and improvements in affordable health-care and providing quality education were some other policy priorities for the Government.

People’s Participation remained a guiding tenet of policy making for the Government. On foreign policy front, India continued to work together with its strategic partners and close neighbors to build a fair and equitable multipolar world order.