મુખ્યમંત્રીશ્રીના સ્તુત્ય નિર્ણય
વિનામૂલ્યે કાનૂની સેવા મેળવવા ઇચ્છતા ગરીબ લાભાર્થીની આવક મર્યાદા રૂ. પ૦૦૦૦થી વધારી રૂ. એક લાખ કરતી રાજ્ય સરકાર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો માટે વિનામૂલ્યે કાનૂનીસેવાસહાયમેળવવા માટેનું ફલકવિસ્તારવાના ઉમદા આશયથી રાજ્યકાનૂની સેવા સત્તામંડળની કાનૂની સહાય સેવા મેળવવા માટે ગરીબ પરિવારની આવકમર્યાદારૂ. એક લાખ સુધીવધારો કરવાનોસ્તુત્યનિર્ણય લીધો છે.અત્રે નિર્દેશકરવો જરૂરીછે કે ગુજરાતમાં રાજ્યકાનૂનીસેવાસત્તામંડળ દ્વારાગરીબો માટે નિઃશૂલ્ક કાનૂની સહાયમાટે ગરીબ લાભાર્થીની આવકમર્યાદારૂ. પ૦,૦૦૦ની હતી તેમાં બમણો વધારો કરીને હવે રૂ. એક લાખ કરી છે જે ગરીબોને વિનામૂલ્યે કાનૂની સેવા મેળવવામાંઉપકારક બનશે.


