શેર
 
Comments

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં લગભગ ર૦૦ વર્ષથી દયાચંદ ધરમચંદ પેઢીની પાંજરાપોળ તરીકે જીવદયાનો કરૂણા સેવાયજ્ઞ આજે નવનિર્મિતઆદર્શ પાંજરાપોળના કાયાકલ્પરૂપે પ્રસ્થાપિત થયો હતો. શ્રી કલાવતી વિમલભાઈ મ. શાહ પરિવારના માર્ગદર્શન અને યોગદાનથી ર૦૦૦ જેટલા અબોલ જીવોના નિભાવનું આ નવનિર્મિતપાંજરાપોળમાં સેવાકાર્ય થશે.

મુખ્યમંત્રીશ્રીએ આ પાંજરાપોળ ઉપરાંત રૂા. ર.રપ કરોડના ખર્ચે નિર્મિત મામલતદાર કચેરીનું આધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતું.

જીવદયા આપણી પ્રકૃતિનો હિસ્સો છે અને જીવદયાનો અભાવ એ જ વિકૃતિને નોતરે છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ભારતની ધરતી ઉપર ચાર ચાર દાયકા સુધી ગૌવંશ રક્ષા માટેના કાનૂન કરવા સંઘર્ર્ષ કરવો પડે એનાથી દુર્ભાગ્યપૂર્ણ કોઇ હકીકત હોઇ શકે નહીં.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગૌવંશ રક્ષા એ આ ધરતીનું સત્ય છે અને શાસન તત્પર હોય તો પણ સર્વોચ્ચ અદાલત સુધી ન્યાય મેળવવાની લડત કરવી પડે છે પરંતુ ગુજરાત સરકાર એવી છે કે ગૌવંશ રક્ષા માટે સફળ લડત ચલાવીને ન્યાયિક ચૂકાદો મેળવ્યો એટલું જ નહીં, પર્યુષણ પર્વમાં જ આખું અઠવાડિયું જીવદયા કલ્યાણ સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કરેલો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિશ્વમાં જીવો અને જીવવા દો સંસ્કૃતિથી પણ ભારતની ધરતી ઉપર જીવો, જીવવાદો અને જીવાડોની જીવદયા સહિષ્ણુતાની વિરલ પરંપરા ઉભી કરી છે. અત્યારે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના સંકટથી ત્રસ્ત થઇ રહી છે ત્યારે પ્રકૃતિ સાથે સંઘર્ર્ષ નહીં, દોહન કરવાની સાંસ્કૃતિક વિરાસત ભારતે ઉભી કરી છે અને આ જ સાચી જીવનશૈલી છે એમ તેમણે જણાવ્યું હતું.

જેઓ પેટમાં માંસાહાર કરે છે તે પેટની ચિતા જલાવે છે પરંતુ જેઓ શાકાહાર કરે છે તેઓ પેટમાં યજ્ઞ ચલાવે છે એમ શાકાહારના શાસ્ત્રની ભૂમિકા આપતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં કૃષિ મહોત્સવમાં લાખો પશુઓના રસીકરણના અભિયાન અને પશુઆરોગ્ય મેળાઓની શૃંખલાથી રાજ્યમાં ૧૬ર જેટલા પશુરોગો નિર્મૂળ કર્યા છે એની રૂપરેખા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે,રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ? દેશમાં ગુજરાતે જ પશુઉછેરમાં જીવદયાની આટલી મોટી સેવા કરી છે.

ગુજરાતની ધરતી ઉપર જમીન માફિયા સોદાગરો અને ખેડૂતની જમીન લૂંટનારા માથાભારે તત્ત્વોને કોઇ જ સ્થાન નથી એમ જણાવી તેમણે મહેસૂલી કચેરીઓની કાર્યસંસ્કૃતિ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જમીન-માફિયાઓ સાથે સખ્તાઇથી કાર્યરત રહેવાનો નિર્ધાર વ્યકત કરતાં જીવદયા સંસ્કૃતિ અને ગૌરક્ષાને જીવનમાં પ્રાધાન્ય આપવા અનુરોધ કર્ર્યો હતો.

પ્રત્યેક ગામ લોકભાગીદારીથી ગામના અબોલ જીવો માટે એનિમલ હોસ્ટેલ શરૂ કરે અને પશુઓના નિભાવ સંવર્ધન માટેનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તેવું આહવાન કર્યુ હતું.

મહેસુલ અને માર્ગ-મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રૂા. બે કરોડના ખર્ચે વિજાપુર તાલુકાની નવનિર્મિત મામલતદાર કચેરી પ્રજાકીય પ્રશ્નો અનને સમસ્યાઓના સુચારૂ નિવારણનું જનસેવા કેન્દ્ર બનશે તેવી અભિલાષા વ્યકત કરી હતી. રાજ્યના રરપ તાલુકાઓમાં મામતલદાર કચેરીઓના ભવનો તથા અદ્યતન ટેકનોલોજીની સુવિધા માટે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી મહેસૂલ વિભાગના બજેટમાં માતબર રકમ ફાળવવામાં આવી છે, તેમ પણ શ્રીમતી પટેલે જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં મામલતદાર કચેરીઓના સંકુલ સાથે જ જમીન સર્વે કચેરીઓ પણ કાર્યરત કરવાના રાજ્ય સરકારના દીર્ઘ દ્રષ્ટીપૂર્ણ નિર્ણયનું શ્રેય તેમણે જનસેવાર્થે સમર્પિત મુખ્ય મંત્રીશ્રીની કાર્યશૈલીને આપ્યું હતું. ખેડૂત ખાતેદારોની જમીન નોંધણીના કોમ્પ્યુટર ડેઝાબેઇઝ સહિત મહેસૂલ વિભાગના અનેક ક્રાંતિકારી અને જનહિતકારી નિર્ણયોની રૂપરેખા મહેસૂલ મંત્રીશ્રીએ આપી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મહેસાણા, વિસનગર, વિજાપુર અને ખેરાલુના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા તંત્રના અધિકારીઓ, વિજાપુર નગરના મહાજન શ્રેષ્ઠીઓ, જીવદયા પ્રેમી નાગરિકો તથા પાંજરાપોળના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિ માટે દાતા શ્રી સંઘવી પરિવાર દ્વારા પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રારંભમાં જીવદયા પાંજરાપોળ ટ્રસ્ટ વતી પ્રમુખ શ્રી ઉપેનભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તથા શ્રી...એ આભાર વ્યકત કર્યો હતો.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Telangana: Sircilla weaver gets PM Narendra Modi praise for G20 logo

Media Coverage

Telangana: Sircilla weaver gets PM Narendra Modi praise for G20 logo
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28નવેમ્બર 2022
November 28, 2022
શેર
 
Comments

New India Expresses Gratitude For the Country’s all round Development Under PM Modi’s Leadership