ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરી રહેલા અણ્ણા હજારેને સમર્થન આપીને ગુરુવારે આસામની ચૂંટણીસભામાં જણાવ્યું હતું કે અણ્ણા હજારેએ કોંગ્રેસના ભ્રષ્ટાચાર સામે ઉપવાસ કરવા પડે છે ત્યારે આસામની જનતાને લોકશાહી માર્ગે મતદાન કરીને કોંગ્રેસના ભ્રષ્ટાચારનો હિસાબ ચૂકતે કરવાનો અવસર મળ્યો છે. મોદીએ આ સાથે કહ્યું હતું કે દેશમાં હાલ કટોકટીકાળના સ્પષ્ટ અણસાર વર્તાઈ રહ્યા છે.

આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મોદીએ પટારચાર કુચી, ગોલકગંજ અને હાજો મતવિસ્તારના શહેરોમાં ભાજપની ત્રણ જાહેરસભાને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની ગળથૂથીમાં જ ભ્રષ્ટાચાર અને સત્તાસુખના સ્વાર્થી વાઈરસ ફેલાઈ ગયેલા છે. અગાઉ લોકનાયક જયપ્રકાશ નારાયણે કોંગ્રેસના ભ્રષ્ટાચાર સામે દેશવ્યાપી આંદોલનનું નેતૃત્વ લીધું હતું અને કોંગ્રેસને સત્તા પરથી દૂર કરી હતી. આજે હજારે જેવા વરિષ્ઠ લોકસેવકે તેની સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે જેને તમામ લોકોનું સમર્થન છે.

મોદીએ દેશમાં કટોકટીકાળના સ્પષ્ટ અણસાર વર્તાઈ રહ્યા હોવાનો સંકેત કરીને કહ્યું કે સ્વ. ઇન્દિરા ગાંધીએ સત્તા બચાવવા કટોકટી લાદી હતી. તે સમયે ઇન્દિરા ગાંધીનાં નિવેદન અને અત્યારે વડાપ્રધાન મનમોહનસિંઘના નિવેદન પરથી તે સ્પષ્ટ છે.

સ્વ. ઇન્દિરા ગાંધીના સમયે અલ્હાબાદ હાઈકોર્ટની સક્રિયતા અને અત્યારે દેશની સર્વોચ્ચ અદાલતની સક્રિયતા જોતાં આ કટોકટીકાળના સંકેત મળી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે આસામમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવાશે તો જ રાજ્યમાં બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીની સમસ્યા ઉકેલી શકાશે. ગુજરાતની જેમ આસામનો વિકાસ કરવો હોય તો કોંગ્રેસને જાકારો આપવા તેમણે ત્યાંની જનતાને અપીલ કરી હતી.

આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મોદીએ પટારચાર કુચી, ગોલકગંજ અને હાજો મતવિસ્તારના શહેરોમાં ભાજપની ત્રણ જાહેરસભાને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની ગળથૂથીમાં જ ભ્રષ્ટાચાર અને સત્તાસુખના સ્વાર્થી વાઈરસ ફેલાઈ ગયેલા છે. અગાઉ લોકનાયક જયપ્રકાશ નારાયણે કોંગ્રેસના ભ્રષ્ટાચાર સામે દેશવ્યાપી આંદોલનનું નેતૃત્વ લીધું હતું અને કોંગ્રેસને સત્તા પરથી દૂર કરી હતી. આજે હજારે જેવા વરિષ્ઠ લોકસેવકે તેની સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે જેને તમામ લોકોનું સમર્થન છે.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India is a top-tier security partner, says Australia’s new national defence strategy

Media Coverage

India is a top-tier security partner, says Australia’s new national defence strategy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 એપ્રિલ 2024
April 22, 2024

PM Modi's Vision for a Viksit Bharat Becomes a Catalyst for Growth and Progress Across the Country