શેર
 
Comments

ગુજરાતે દેશને નિરાશાના વાતાવરણમાંથી બહાર આવવાનો સફળ માર્ગ બતાવ્યો છે

ગુજરાતમાં ઔઘોગિક વિકાસ ખેતીના ભોગે નથી થતોઃ મુખ્ય મંત્રીશ્રી

સેના અફસરો પ્રભાવિત

નેશનલ ડિફેન્સ કોલેજના વરિષ્ઠ સેના અફસરોનો મુખ્ય મંત્રીશ્રી સાથે વિકાસ સંવાદ

ગુજરાતના વિકાસનું સંપૂર્ણ શ્રેય ઉત્તમ નેતૃત્વ અને પ્રશાસનની પહેલને ફાળે જાય છે

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાતે આવેલા નેશનલ ડિફેન્સ કોલેજ (NDC)ના ર૭ જેટલા વરિષ્ઠ લશ્કરી અફસરોએ આજે મુખ્ય મંત્રીશ્રીના દ્રષ્ટીવંત વિકાસ વ્યૂહ અને ગુજરાતના પ્રશાસનિક મોડેલની વિશેષતાઓ સંદર્ભમાં રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી.

ભારતીય લશ્કરના ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાના આ વરિષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસની ગતિવિધિઓનો જાત અભ્યાસ કરવા પ્રવાસે આવેલા છે.

આ વરિષ્ઠ સેના અધિકારીઓએ ગુજરાત વિકાસના વ્યૂહ અને ભવિષ્યના આયોજન માટે રાજ્ય સરકારના નેતૃત્વને દેશ માટે પથદર્શક ગણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રી સાથેની પ્રશ્નોત્તરીમાં આવરી લેવાયેલા અનેકવિધ વિષયો અંગે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મૌલિક ચિન્તન કરતી પ્રસ્તુત ઝલક આ પ્રમાણે છે ઃ

-    જળશક્તિ વ્યવસ્થાપન - ગુજરાતે જનભાગીદારીથી જળસંચય અને જળસિંચનના સફળ અભિયાનો હાથ ધર્યા છે. હવે, ગુજરાત ઊર્જામાં મૂલ્યવર્ધિત તરીકે "પાણી'ને સંસાધનરૂપે અપનાવાશે. ગુજરાતના દરિયાકાંઠે ડિસેલીનેશન પ્લાન્ટ દ્વારા ખારા પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવા સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરાશે અને આ પાણી ઉઘોગો અને વીજ ઉત્પાદન માટે વપરાશે. આ અંગેની સંકલિત નીતિ તૈયાર થઇ રહી છે. આ ઉપરાંત ગ્રીન હાઉસ-નેટ હાઉસ દ્વારા ઊર્જા અને પાણીની બચત માટે નાના-સિમાંત ખેડૂતોને માટે પ્રોત્સાહક નીતિ ધડાશે.

-  મુખ્ય મંત્રી ફેલોશીપ યોજના - એ ગુજરાતનો સુશાસન માટે તેજસ્વી યુવાશક્તિનો વિનિયોગ કરવાનો નવો પ્રયોગ છે. બે વર્ષમાં ખૂબ સફળ પરિણામો મળ્યા છે. પ્રશાસન અને સરકારમાં નવી સોચ, નવા મિજાજ અને મૌલિકતાનો આ પ્રયોગ લાંબાગાળે સુશાસન માટે પથદર્શક બનશે.

-    ગુજરાત હિન્દુસ્તાનનું વિશ્વ વેપારનું પ્રવેશદ્વાર બન્યું છે. ગુજરાત સરકાર તો ઇચ્છે છે કે વૈશ્વિક અર્થતંત્રની સ્પર્ધામાં દરિયાઇ પરિવહન દ્વારા વિશ્વ વેપારમાં સમર્થ બનવા અન્ય રાજ્યો પણ પોતાના બંદરો ગુજરાતના દરિયાકાંઠે સ્થાપે. આ ગુજરાતનું બધા રાજ્યોને નિમંત્રણ છે.

-    ભારત-જાપાનનો DMIC-DFC દિલ્હી-મુંબઇ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેકટ રાજ્યના ૬૦ ટકા ભૂભાગને આવરી લે છે અને ૪૦ ટકા દરિયાકાંઠાને જોડે છે. આમ, ગુજરાતમાં એક નવું જ આધુનિક વિકસીત ગુજરાતનું નિર્માણ થવાનું છે.

-    ગુજરાતમાં ઔઘોગિક વિકાસ સાથે ખેતીની જમીનનો વિવાદ નથી સર્જાયો. બલ્કે ગુજરાતે દશ વર્ષમાં ગુજરાતમાં ખેતીની જમીનનો વાવેતર વિસ્તાર ૧૦ ટકા વધ્યો છે. ગુજરાતમાં અર્થવ્યવસ્થાપનનું સંતુલન રાખવા ૧/૩ હિસ્સો, ઉઘોગોનો ૧/૩ હિસ્સો કૃષિનો અને ૧/૩ હિસ્સો મેન્યુફેકચરીંગ સેકટરનો છે. કૃષિ ક્ષેત્રે પણ નિયમિત ખેતી, વૈજ્ઞાનિક પશુપાલન અને વૃક્ષની ખેતી દ્વારા કૃષિ આધારિત અર્થતંત્રનું સંતુલન રાખવાનો વ્યૂહ અપનાવ્યો છે.

-    ગુજરાતની સહકારિતાની ચળવળની સફળતા તેના "સ્ટ્રકચર' ઉપર નહીં "સ્પીરીટ' ઉપર છે.

-    ગુજરાતે ઉત્તમ શિક્ષકોના નિર્માણ માટે IITE અને ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી જેવી ઉત્તમ માનવ સંસાધન વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરાત પહેલેથી જ વિકાસમાં અગ્રેસર હતું એવો ભ્રમ ફેલાવાઇ રહ્યો છે. ગુજરાતના વર્તમાન વિકાસને નકારવા માટેની આ એક સોચી સમજી દિશા છે. પરંતુ ગુજરાત દશ વર્ષ પહેલા કૃષિ-વિકાસ, પ્રવાસન, ઇ-ગર્વનન્સ જેવા ક્ષેત્રોમાં કયારેય અગ્રેસર તો શું, તેનું વિકાસના નકશામાં નામનિશાન નહોતું.

-    ગુજરાતે દેશને નિરાશાના વાતાવરણમાંથી બહાર આવવાનો રાહ બતાવ્યો છે. જો ગુજરાત એ જ વ્યવસ્થા, માનવશક્તિ, સંસાધનો છતાં વિકાસ માટેની સ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન લાવી શકવાની ક્ષમતા ધરાવે છે તે પુરવાર કરી શકતું હોય તો હિન્દુસ્તાન કેમ નહીં. દરેક રાજ્ય અને પ્રદેશની ઉત્તમ સિદ્ધિઓમાંથી શીખવા મળે છે. આ અંગેનું ખુલ્લાપણું શાસનમાં હોવું જોઇએ.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Riding on direct payment, Punjab wheat procurement hits new high

Media Coverage

Riding on direct payment, Punjab wheat procurement hits new high
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of Shri Sunil Jain
May 15, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of Noted Journalist Shri Sunil Jain. 

In a tweet, the Prime Minister said : 

"You left us too soon, Sunil Jain. I will miss reading your columns and hearing your frank as well as insightful views on diverse matters. You leave behind an inspiring range of work. Journalism is poorer today, with your sad demise. Condolences to family and friends. Om Shanti."