શેર
 
Comments

કૃષિ મહોત્સવની વિડીયો કોન્ફરન્સ મુખ્ય મંત્રીશ્રીનો ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપ નર્મદા યોજનાના પાણીના વિતરણનો આખેઆખો કારોબાર ખેડૂત પીયત સહકારી મંડળીઓને સોંપી દેવાશે મુખ્ય મંત્રીશ્રીનું આહ્વાાન

નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારનો સરાસર અન્યાયઃ સરદાર સરોવર ડેમની ૧૩૮ મીટર ઊંચાઇ માટે દરવાજા મુકવા પરવાનગી આપો

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવ અભિયાનમાં ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપ વિડીયો કોન્ફરન્સ કરવાના ઉપક્રમમાં આજે જાહેર કર્યું હતું કે, નર્મદા યોજનાના પાણીના વિતરણનો આખો વહીવટ ગામે ગામ પ૦૦૦ જેટલી ખેડૂતોની પીયત સહકારી મંડળીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે.

જેમ ગુજરાતના કિસાનોએ જળસંચયનું જનભાગીદારીથી અભિયાન પાર પાડયું અને નર્મદા યોજના માટે સામે ચાલીને ૪૦,૦૦૦ હેકટર જમીન સોંપી દીધી, એમ હવે નર્મદાના પાણીના વિતરણનો કારોબાર પણ ગામેગામ પીયત સહકારી મંડળીઓને ખેડૂતો ઉપાડી લે તેવું આહ્વાાન તેમણે કર્યું હતું.

વર્ષોથી નર્મદા યોજના માટે ૪૦-૪૦ વર્ષો સુધી સપના સાકાર કરવાની માળા જપતી બે પેઢી ખપી ગઇ પરંતુ અત્યારે પણ કેન્દ્ર સરકાર પાસેથી સરદાર સરોવર ડેમની ૧૩૮ મીટર ઊંચાઇ કરવા દરવાજા મુકવાની પરવાનગી નથી મળતી. ૧ર૧.૯ર મીટરના ડેમની ઊંચાઇ આપણે પૂરી કરી પણ હજુ તો ર૭ ટકા નર્મદાના પાણીની ક્ષમતા જ આ ૧૩૮ મીટર ડેમના દરવાજા નહીં થતા ઉપલબ્ધ છે તેમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ નર્મદા યોજના આડે આવનારા ગુજરાત વિરોધી, નર્મદા વિરોધી લોકો ગુજરાત વિકાસમાં આગળ નીકળી જાય તેવી ઇર્ષા અને ગુજરાત પ્રત્યેના વિરોધથી નર્મદા યોજના પુરી કરવા વિધ્નો ઉભા કરતા જ રહ્યા છે એની ભૂમિકા આપી હતી.

ભારત સરકારની AIBPમાંથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારની કેન્દ્રીય સહાય તરીકે અન્ય સિંચાઇ યોજનામાં ૯૦ ટકા રકમ અપાય છે પણ ગુજરાતની એકમાત્ર નર્મદા યોજનાને આ ૯૦ ટકાની કેન્દ્રીય સહાય આપવામાંથી બાકાત રાખી છે. આ સરાસર ગુજરાતને અન્યાયી છે.

મુખ્ય મંત્રીશ્રીએ ગામેગામ ખેડૂત મંડળીઓને સહભાગી સિંચાઇ વ્યવસ્થા નીચે નર્મદાના પાણીના વિતરણનો સંપૂર્ણ કારોબાર સોંપી દેવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. રાજ્યમાં આવી પ૦૦૦ખેડૂત પિયત સહકારી મંડળી બનાવશે તેની ઝૂંબેશ સફળ કરવા અનુરોધ કર્યો હતો.

સરદાર સરોવર ડેમના આ તૈયાર દરવાજા પણ નાંખવાની ૧૩૮ મીટરની ઊંચાઇ થઇ જશે ત્યારે ર૭ ટકાના નર્મદાના પાણી સો ટકા ગુજરાતની ધરતીમાં પેદા થશે.

નર્મદા યોજનાનો મૂળ પ્રોજેકટ રૂ.૬૦૦૦ કરોડ હતો. આજે રૂ.૪૦-પ૦,૦૦૦ કરોડ ઉપર પહોંચ્યો પરંતુ કેન્દ્ર સરકાર કોઇ મદદ કરવા માંગતી નથી, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે તેના બજેટમાં રૂ.૯૦૦૦ કરોડની જોગવાઇ કરી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કેનાલ- નહેરોના કામોનું નેટવર્ક ધમધોકાર ચાલી રહ્યું છે.

છેલ્લા બે જ વર્ષમાં ૮૦,૦૦૦ ખેડૂતોએ ૪૦,૦૦૦ હેકટર જમીન સામે ચાલીને નર્મદા યોજના માટે આપીને સર્વજન હિતાયની મિશાલ ઉભી કરી છે અને તેમને સરકારે સંપત્ત્િાના એવોર્ડ તરીકે રૂ. ૧ર૦૦ કરોડ વળતરરૂપે ચુકવી દીધા છે. મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં મોટી સિંચાઇના ડેમોની હયાત કેનાલોની કાળજી જ ભૂતકાળમાં કોઇએ લીધી નહોતી અને તેના કારણે ૧પ લાખ હેકટરની હયાત સિંચાઇની ક્ષમતા ૧૦ લાખ હેકટરમાં જ ઉપલબ્ધ હતી. આ સરકારે હયાત કેનાલો સુધારણાનો રૂ. ૪પ૦ કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉપાડયો. સવા બે લાખ હેકટરમાં, હયાત તળાવો-કેનાલોની સુધારણા કરીને સિંચાઇની સુવિધા ઉભી કરી છે. હજુ મોટી દશ સિંચાઇ યોજનાના ડેમોની કેનાલની સુધારણાનો કાર્યક્રમ ઉપાડયો છે જે આ વર્ષે બીજી એક લાખ હેકટર જમીનમાં સિંચાઇ મળશે.

કચ્છ-સૌરાષ્ટ્રની ઢાંકીની નર્મદા કેનાલ શાખા દ્વારા વિશ્વનો સૌથી વિશાળ પમ્પીંગ સ્ટેશનનો પ્રોજેકટ પૂરો કરેલો છે એની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના ડેમો બધા ભરવા માટે રૂ. પ૮,૦૦૦ કરોડનો ખર્ચ હાથ ધર્યો છે એની વિગતો તેમણે આપી હતી. ગુજરાતમાં ૧ર૦૦ જેટલી નાની-મોટી હયાત સિંચાઇ યોજનાઓ છે તેથી જેમ સિંચાઇ વધતી જાય છે તેમ દિવા જેવું સત્ય બહાર આવ્યું છે કે, ગુજરાતમાં ઉઘોગો પણ આવ્યા છે અને ૩૭ લાખ હેકટર વાવેતરની કૃષિ યોગ્ય ધરતી સિંચાઇ દ્વારા વધી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ સુજલામ સુફલામ યોજનાથી કાચી નહેરો દ્વારા દશ સૂકા જિલ્લામાં, સમુદ્રમાં વહી જતા પાનમ-કડાણાના પાણી ખેડૂતોની સૂકી ધરતી સુધી લઇ જવામાં સફળતા મેળવી છે, એમ તેમણે જણાવ્યું હતું. કડાણા અને પાનમ ડેમોમાંથી અદ્દભૂત ઇજનેરી કૌશલ્યથી હાઇલેવલ ડાબાકાંઠાની કેનાલો માટે કુલ બંને પ્રોજેકટમાં મળીને સાડા ત્રણસો કરોડ ખર્ચીને આદિવાસી ક્ષેત્રમાં લિફટ ઇરીગેશન કરી બતાવ્યું જેથી આદિવાસી ખેડૂતો પણ નવા નવા પાકોમાં આવક મેળવતા થયા છે. ઉકાઇ-પૂર્ણાની હાઇલેવલ ડાબાકાંઠાની કેનાલનો રૂ. ૧૭૦ કરોડનો પ્રોજેકટ પૂર્ણતાને આરે છે, એમ તેમણે જણાવી પાણીનું એક ટીપું વેડફવા દેવાય નહીં, ટપક સિંચાઇથી ખેતીને આધુનિક બનાવવા, સુખી થવાનો રસ્તો બતાવ્યો હતો.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
At G20, India can show the way: PM Modi’s welfare, empowerment schemes should be a blueprint for many countries

Media Coverage

At G20, India can show the way: PM Modi’s welfare, empowerment schemes should be a blueprint for many countries
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 સપ્ટેમ્બર 2022
September 26, 2022
શેર
 
Comments

Following PM Modi’s clarion call for ‘Aatmanirbharta’, India sees a massive 334% jump in defence exports in last five years

On the auspicious occasion of first Navratra and Rosh Hashanah, citizens send their best wishes and appreciate PM Modi for consistent development of our nation.