શેર
 
Comments
"Gujarat CM Narendra Modi’s able leadership turns State into economic powerhouse"

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજય આર્થિક વિકાસનું પાવરહાઉસ બન્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા આજે નવી દિલ્હી ખાતે આયોજિત સ્ટેટ ઓફ્ ધ સ્ટેટ્‌સ કોન્કલેવ, ૨૦૧૩માં ગુજરાતને ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ્ ધ સ્ટેટ્‌સ એવોર્ડ ફેર મેક્રો ઇકોનોમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર વતી નર્મદા અને જળસ્ત્રોત અગ્ર સચિવ તથા નિવાસી કમીશનર શ્રી અસિમ ખુરાનાને ગ્રામિણ વિકાસ કેન્દ્રિય મંત્રી શ્રી જયરામ રમેશના હસ્તે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

Macro Economy Award

Gujarat Resident Commissioner, Shri Ashim Khurana receiving the “India Today State of the States Award 2013 for Macro Economy" from Shri Jairam Ramesh, Union Minister for Rural Development at the "State for States Conclave", organized by the India Today Group, in New Delhi on 20.12.2013.

ઉલ્લેખનીય છે કે સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે ગુજરાત ભારતનું ટોચનું રાજય બની ચૂક્યું છે અને રાજયને દેશના આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતે વિવિધક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ સાધીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતનો આર્થિક વિકાસ પ્રભાવશાળી રહયો છે અને તે દેશનું એક અગ્રેસર રાજય બની ચૂક્યું છે.

લગભગ તમામક્ષેત્રોમાં ગુજરાતની આવક નોંધપાત્ર રહી છે. રાજય સરકારના ભગીરથ પ્રયાસોને કારણે ગુજરાત આવકની ખાધ ધરાવતા રાજયોમાંથી રેવન્યુ સરપ્લસ રાજય બની ચુક્યું છે. દૂરંદેશી નાણાકીય વ્યવસ્થાપનને કારણે ગુજરાતની રાજકોષીય ખાધ નોંધપાત્ર પ્રમાણમાં દ્યટીને નાણા મંત્રાલયે કરેલા દિશાનિર્દેશથી પણ નીચે પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે આજે મૂડીરોકાણકારો એવી સરકાર ઉપર પસંદગી ઢોળી રહયાં છે કે જે વિકાસ આધારિત અને મૂડીરોકાણ માટે સાનુકૂળ હોય તેવી નીતિઓ અમલમાં મૂકે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રભાવી વહીવટને કારણે તેમની એક પરિણામલક્ષી અને દ્રઢ નિર્ણયશક્તિ ધરાવતા નેતા તરીકેની છબી ઉભરી આવી છે.

શ્રી મોદીએ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણને પ્રધાન્ય આપ્યું છે અને સંખ્યાબંધ આંતરમાળખાકીય પ્રોજેક્ટને અમલમાં મૂક્યાં છે. જેના પરિણામે ગુજરાત વિકાસના મામલે અગ્રેસર બન્યું છે અને અન્ય રાજયો માટે સર્વસમાવેશક વિકાસના મોડલ તરીકે ઉભરી આવ્યું છે. જળ પ્રબંધન , આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ગ્રામ્ય વિકાસ, અદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણને પ્રોત્સાહન જેવા ક્ષેત્રોમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક પ્રસંશા થઇ રહી છે અને દેશના અન્ય રાજયોમાં પણ ગુજરાતને વિકાસને અનુસરવામાં આવી રહયો છે.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Over 44 crore vaccine doses administered in India so far: Health ministry

Media Coverage

Over 44 crore vaccine doses administered in India so far: Health ministry
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જુલાઈ 2021
July 27, 2021
શેર
 
Comments

PM Narendra Modi lauded India's first-ever fencer in the Olympics CA Bhavani Devi for her commendable performance in Tokyo

PM Modi leads the country with efficient government and effective governance