શેર
 
Comments

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ જ્યંતી વર્ષ દરમિયાન ૧૦૦ કલાકનું સમયદાન સામાજિક સેવા માટે આપવાના કરેલા આહ્્વાનને ગુજરાતની યુવાશકિત તરફથી મળી રહેલા જબરજસ્ત પ્રતિસાદથી પ્રેરાઇને ૧૦૦ કલાક સમયદાનને વિશાળ ફલક ઉપર યુવા આંદોલનરૂપે લઇ જવાની નેમ વ્યકત કરી છે.

રાજ્યમાં સ્વર્ણિમ જ્યંતી વર્ષના અંતે સેવાક્ષેત્રે ૧૦૦ કલાકનું શ્રેષ્ઠ સમયદાન આપનારા ૧૦૦૦ જેટલા યુવા સમયદાતાઓને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર અપાશે, એવો નિર્દેશ તેમણે આપ્યો હતો.

સમયદાન અભિયાનની બે મહિનાની કાર્યપ્રવૃત્તિ અંગેની સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં યુવાનોએ સેવાનો મિજાજ બતાવ્યો છે અને આ યુવાશકિત સમાજસેવાના ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તનની વાહક બને તે દિશામાં પ્રેરિત કરવી છે. તેમણે આ સંદર્ભમાં શહેરી ક્ષેત્રે મહાનગરો અને નગરપાલિકાઓ તથા તાલુકાકક્ષા સુધી ૧૦૦ કલાકના સમયદાનને જનઆંદોલનરૂપે યુવામાનસમાં વિકસાવવાનો આ અવસર છે તેનું માર્ગદર્શન આપ્યું હતું.

શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને પર્યાવરણ-એ ચાર ક્ષેત્રો સહિત સમયદાન માટેના યુવા-અભિયાનના ફલકમાં નવતર સેવાપ્રવૃત્તિઓની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે લાખો યુવાનો સ્વૈચ્છિક સેવા માટે તત્પર હોય ત્યારે વાંચે ગુજરાત, ખેલકૂદ મહાકુંભ, ગુણોત્સવ, કુપોષણ નિવારણ અભિયાન, શાળા આરોગ્ય પરિક્ષણ, વૃક્ષારોપણ, આરોગ્ય સંભાળ, પર્યાવરણ, કોલેજો, યુનિવર્સિટી હોસ્ટેલ, આશ્રમશાળાઓ, એન.સી.સી., એન.એસ.એસ. અને સ્કાઉટ ગાઇડ સંસ્થાઓ, યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા લોકશિક્ષણના કાર્યક્રમોમાં યુવા સર્જક-કલાકારોને જોડવાની જરૂર છે.

સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગુજરાતની યુવાશકિત સમાજ સેવાના ક્ષેત્રે મિશાલ બની રહે એ રીતે સમયદાન યુવા અભિયાન આગળ ધપાવવાનું મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં સ્વર્ણિમ જ્યંતી ઉજવણી સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા, શિક્ષણના અગ્રસચિવશ્રી હસમુખ અઢિયા ઉપરાંત આરોગ્ય, વન-પર્યાવરણ, શહેરી વિકાસ અને પંચાયત વિભાગના અગ્ર સચિવશ્રીઓએ ભાગ લીધો હતો.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India's core sector output in June grows 8.9% year-on-year: Govt

Media Coverage

India's core sector output in June grows 8.9% year-on-year: Govt
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Weekday weekend, sunshine or pouring rains - karyakartas throughout Delhi ensure maximum support for the #NaMoAppAbhiyaan
July 31, 2021
શેર
 
Comments

Who is making the Booths across Delhi Sabse Mazboot? The younger generation joins the NaMo App bandwagon this weekend! Also, find out who made it to the #NaMoAppAbhiyaan hall of fame for connecting the highest number of members so far.