"Navratri festivities commence across Gujarat"
"Narendra Modi joins Navratri Festivities in Ahmedabad"

શકિત આરાધનાના પર્વની ભકિતમય નૃત્ય પ્રસ્તુતિ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે્ જગદ્‌જનની આદ્યશક્તિની મહાઆરતી શકિત-ભક્તિનું આ પર્વ દેશમાં ઉત્સવ બન્યું

સાત્વિક શક્તિ સામર્થ્યજવાન બને, આતતાયી શકિત પરાસ્ત્ થાય અને ભારતભૂમિ સુજલામ સુફલામ બને – મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રમઇ મોદીએ અમદાવાદમાં આજથી વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સ ની શકિતભકિતનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરાવતા દેશમાં અને ગુજરાતમાં સાત્વિક શકિત-સમાર્થ્યવાન બને, આતતાયી શકિત પરાસ્ત થાય અને ભારતની ધરતી સુજલામ્‌ સુફલામ બને તેવી શુભકામના પાઠવી હતી.

ગુજરાત પ્રવાસન અને રાજ્ય સરકારના યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી ત્વામેકા ભવાનિની નવશકિત ગુર્જરીની આ નૃત્ય પ્રસ્તુંતિ ગુજરાતના યુવા કલાકારો-કસબીઓએ કરી હતી. નવરાત્રી નૃત્યોત્સવના પ્રથમ નોરતામાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ પછી મુખ્ય્મંત્રીશ્રીએ મહાઆરતીનું આયોજન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શકિતની ભક્તિશનું આ પર્વ હવે સમગ્ર હિન્દુસ્તાન ઉજવે છે અને એની ગરિમામય સાધનામાં સહુ કોઇ મગ્ન થઇ જાય છે. આપણા દેશની આ સમાજ શક્તિ્નું ઉત્સવપ્રિયતાનું સામર્થ્ય છે પરંતુ આપણી પરંપરાગત શકિતઓ, શૈલીઓ વિશે ગૌરવનો ભાવ ઉજાગર કરવામાં દેશમા઼ ઉદાસિનતા જ રહી છે. નવરાત્રી ઉત્સવ કે પતંગોત્સવ જેવા જનઉત્સાવો સમાજશકિતથી ઉજવાય છે.

ગુજરાતે છેલ્લા એક દશકથી ગરબાના માધ્યમ દ્વારા આપણી આ સમાજની સાંસ્કૃતિક વિરાસતનું દુનિયાને દર્શન કરાવ્યું છે અને આજે તો નવરાત્રી મહોત્સાવ સમાજશકિતની વ્યવસ્થાના યોજક કૌશલ્યનો દ્યોતક બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

નવરાત્રી જેવા ઉત્સવોના માધ્યૌમથી ગુજરાતે તેની પ્રગતિનાં સામર્થ્ય ની દુનિયાને પહેચાન કરાવી છે. ગુજરાતમાં ગરબા સ્પ્ર્ધા યોજાતી હતી પણ તેને કોઇ સાંસ્કૃતિક  નહોંતું. ગુજરાતે શકિત-ઉપાસનાના પર્વોને લોકશિક્ષણનું પર્વ બનાવી દીધું છે. દેશના અને ગુજરાતના સહુ નાગરિકોને નવરાત્રી પર્વની શુભકામના આપતા શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે આદ્યશકિતના આશીર્વાદ દેશ ઉપર ઉતરે, સાત્વીક શાંતિ સદા સામર્થ્યહવાન રહે, આતતાયી શકિત નેસ્તે નાબુદ થાય અને ભારત માતાની ધરતી  તેવી અભિલાષા વ્ય કત કરી હતી.

પ્રવાસન મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિ મહોત્સવ હવે વિશ્વય કક્ષાએ ખ્યાતી પામ્યો છે, ગુજરાતને નવી ઓળખ આપી છે, નવરાત્રી પર્વ એટલે શકિતનું પર્વ છે, આરાધનાનું પર્વ છે. શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના ભવ્ય ઉત્તસવો અને ગુજરાતની શાંતિપ્રિયતાને કારણે ગુજરાત તરફ વિશ્વની નજર મંડાઇ છે.

ગુજરાતનો વિકાસ પંચશકિત આધારિત છે ત્યારે આ જ વિકાસ પ્રક્રિયા હજી પણ ઝડપી બનશે તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રસંગે નવરાત્રી મહોત્સવની ઉજવણીની વિગતો આપી હતી. તેમણે ગુજરાતની પરંપરા, ગરબો, તેની વિશિષ્ટતા વર્ણવી નવ દિવસ ચાલનારા નવરાત્રી મહોત્સવની ઉજવણીની વિશેષતાની પણ વિગતો આપી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીઓ સર્વશ્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી રમણલાલ વોરા, શ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશભાઇ પટેલ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ નવરાત્રી ફેસ્ટીવલ સોસાયટીના અધ્યક્ષ શ્રી પરિમલભાઇ નથવાણી, મુખ્ય સચિવશ્રી વરેશ સિંહા, યુવક સેવાના સચિવ શ્રી ભાગ્યેશ જ્હા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Shri Narendra Modi joins celebrations at the inauguration Navratri Festival 2013

Navratri festivities commence across Gujarat

Narendra Modi joins Navratri Festivities in Ahmedabad

Grand start to Navratri festivities across Gujarat

Shri Narendra Modi joins celebrations at the inauguration Navratri Festival 2013

Shri Narendra Modi joins celebrations at the inauguration Navratri Festival 2013

Navratri festivities commence across Gujarat

Shri Narendra Modi joins celebrations at the inauguration Navratri Festival 2013

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting

Media Coverage

During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 6 ઓક્ટોબર 2024
October 06, 2024

PM Modi’s Inclusive Vision for Growth and Prosperity Powering India’s Success Story