ખારીકટ ફતેહવાડી કેનાલમાંથી સમયસર પાણી છોડાતાં હજારો ખેડૂતોને હાશકારોઃ
વરસાદના અભાવે ઉભો મોલ સૂકાતો બચાવી લેવાતાં ખેડૂતોએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી આભાર માન્યો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિમાં અમદાવાદ અને ખેડા જિલ્લાઓના ચાર તાલુકાઓના ખેડુતોને સિંચાઇ માટે ખારીકટ તથા ફતેહવાડી કેનાલમાં નર્મદાના પાણી છોડવા માટેના કરેલા જનહિતકારી નિર્ણયના પરિણામે હજારો ખેડૂતોના વાવેતરને સમયસર કેનાલના પાણીથી બચાવી લેવામાં આવ્યો હતો. આ અંગે ખેડૂતોની હર્ષસભર લાગણીનો પ્રતિસાદ આપવા આજે દસક્રોઇના ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલના નેતૃત્વમાં આ વિસ્તારના ખેડુતોગ્રામજનોએ શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભાવભર્યું અભિવાદન, મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ આવીને કર્યુ઼ હતું અને આભારની લાગણી વ્યકત કરી હતી.


